Abtak Media Google News

એનએફએસએના લાભાર્થી બનવા માટે મામલતદાર કક્ષાએથી નામંજૂર થયેલ અરજીઓનો કલેકટરના અધ્યક્ષસ્થાને બનેલી સમિતિ દ્વારા નિર્ણય કરાશે

એનએફએસએના લાભાર્થી બનવા માટે મામલતદાર કક્ષાએથી નામંજૂર થયેલ અરજીઓનો કલેકટરના અધ્યક્ષસ્થાને બનેલી સમિતિ દ્વારા નિર્ણય કરવામાં આવે છે. જે મામલે 20મીએ બેઠક યોજવામાં આવનાર છે. જેમાં 52 કેસોની સુનાવણી કરવામાં આવશે.

Advertisement

તાલુકા કક્ષાએ તથા મહાનગરપાલિકા વિસ્તાર માટે મામલતદારના અધ્યક્ષસ્થાને રચાયેલ સમિતિ દ્વારા નામંજુર કરવામાં આવેલ અરજીઓ અંગેના નિર્ણય પરત્વે અરજદાર નારાજ થયેલ હોય તો જિલ્લા કક્ષાની કલેકટરના અધ્યક્ષસ્થાને રચાયેલ સમિતિ સમક્ષ અપીલ અરજી રજૂ કરી શકે છે.

જિલ્લા કક્ષાની સમિતિમાં કલેકટર-અધ્યક્ષ, નિવાસી અધિક કલેકટર- સભ્ય નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-સભ્ય અને જિલ્લા પુરવઠા અધિકારી-સભ્ય સચિવ તરીકે સમાવેશ થયેલ છે. જે અન્વયે જિલ્લા કક્ષાની સમિતિ સમક્ષ અત્રેની કચેરીમાં અપીલકર્તાઓની અપીલ રજુ થયેલ છે.

તેઓમાંથી કુલ 52 અપીલકર્તાઓને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તા.20 ડિસેમ્બરની મુદતે રૂબરૂ સુનાવણી માટે બોલાવવામાં આવેલ છે.

કેવી રીતે એનએફએસએનો લાભ લઇ શકાય ?

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-2013 હેઠળ અગતા ધરાવતા કુટુંબોમાં લાભાર્થી તરીકે સમાવેશ કરવા અંગે અરજદાર દ્વારા એન.એફ.એસ.એ. અંગેનું ફોર્મ/અરજી જરૂરી આધાર પુરાવા સાથે સંબંધિત તાલુકા/ઝોનલ કચેરીમાં રજુ કરી શકે છે.

અરજી નામંજૂર થાય તો અપીલ પણ કરી શકાય છે

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ ગાંધીનગર દ્વારા તા.23/03/2016 ના ઠરાવથી નિર્ણય કરવા માટેની સમિતિઓની રચના કરવામાં આવેલ છે. તાલુકા કક્ષાએ તથા મહાનગરપાલિકા વિસ્તાર માટે મામલતદારના અધ્યક્ષસ્થાને રચાયેલ સમિતિ દ્વારા નામંજુર કરવામાં આવેલ અરજીઓ અંગેના નિર્ણય પરત્વે અરજદાર નારાજ થયેલ હોય તો જિલ્લા કક્ષાની કલેકટરના અધ્યક્ષસ્થાને રચાયેલ સમિતિ સમક્ષ અપીલ અરજી રજૂ કરી શકે છે.

કોણ કોણ એનએફએસએમાં સમાવિષ્ટ થઈ શકે ?

દિવ્યાગ, વૃધ્ધ પેન્શન મેળવતા લાભાર્થી, ગંગા સ્વરૂપ બહેનો (વિધવા બહેનો),ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ નોંધાયેલ બાંધકામ શ્રમયોગી, ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર માટે કુટુંબનો કોઇપણ સભ્ય માસિક રૂ.15000/- થી વધુ આવક ધરાવતો હોય તો એટલે કે કુટુંબની વાર્ષિક આવક રૂ.1,80,000/-થી વધુ હોય તો તેનો લાભાર્થી તરીકે સમાવેશ કરી શકાશે નહિ. આ આવક મર્યાદા ધ્યાને લઈને ત્રણ પૈડાવાળા યાંત્રિક વાહન ધરાવતા (ઓટો રિક્ષા/છકડો/મીની ટેમ્પો) સમાવેશ કરી શકાય છે. ગંભીર બીમારી જેવી કે, કેન્સર, ટી.બી., એચ.આઈ.વી. પોઝીટીવ, રક્તપિત જેવી બિમારીના કિસ્સામાં સરકારી હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્રની તેમજ છેલ્લી સારવાર અંગેના રિપોર્ટની ઝેરોક્ષ આપવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.