Abtak Media Google News

Ipoint Logo For Header 1 4

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૦૫૯૩.૮૦ સામે ૪૦૫૯૨.૫૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૪૬૧.૯૭ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૨૪.૮૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૧.૭૧ પોઈન્ટના ઉછાળા સાથે ૪૦૬૨૫.૫૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૯૩૮.૩૫ સામે ૧૧૯૨૧.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૧૮૮૪.૪૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૪.૪૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧.૦૦ પોઈન્ટના નજીવા ઘટાડા સાથે ૧૧૯૩૭.૩૫ પોઈન્ટ બંધ થયેલ..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની ટ્રેડીંગની શરૂઆત સાવચેતીએ થઈ હતી. નાણા પ્રધાન નિર્મલા સિતારમણ દ્વારા માગમાં વધારો કરવા માટે લેવામાં આવેલા પગલાંની ભારતીય શેરબજાર પર સામાન્ય પોઝીટિવ અસર અને સકારાત્મક વૈશ્વિક સંકેતોએ ભારતીય શેરબજારમાં સતત આઠમા સેશનમાં સુધારો જોવા મળ્યો હતો. કોરોના સંક્રમણ કાળમાં ક્યારેક રાહત તો ક્યારેક ફરી ચિંતાના કારણો સામે આવતાં અને અસરકારક વેક્સિન આવતાં હજુ સમય લાગી જવાના સંકેત અને ચાઈના, યુરોપના દેશોમાં યુ.કે. સહિતમાં ફરી કેસો વધતાં ચિંતા અને અમેરિકી પ્રમુખ પદ માટેની ચૂંટણી પૂર્વે વૈશ્વિક બજારોમાં સાવચેતીનીને લઈ આજે ભારતીય શેરબજારમાં પણ ઉછાળે સાવચેતીમાં ફંડોની નફારૂપી વેચવાલી જોવા મળી હતી. કોરોના મહામારી વચ્ચે બેંકોના લોન મોરેટોરિયમ સાથે લોન પરના વ્યાજ પર વ્યાજને માફ કરવા મામલે સુપ્રિમ કોર્ટમાં સુનાવણીને ૧૪,ઓકટોબર ૨૦૨૦ સુધી મોકૂફ રાખવામાં આવતાં સતત આઠ કારોબારી સત્રોમાં તેજી બાદ ઉચ્ચ સ્તર પર રોકાણકારો દ્વારા સપ્તાહના બીજા કારોબારી દિવસે સાવચેતીનું વલણ જોવા મળતા દિવસના અંતે ભારતીય શેરબજાર સાધારણ સુધારા સાથે બંધ રહ્યું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, એનર્જી, આઈટી, યુટિલિટીઝ, મેટલ, પાવર અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે સીડીજીએસ, એફએમસીજી, ફાઈનાન્સ, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રિયલ્સ, ટેલિકોમ, ઓટો, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૧૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૧૩ અને વધનારની સંખ્યા ૧૧૩૭ રહી હતી, ૧૬૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૦૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, કોવિડ – ૧૯ના લોકડાઉનને પગલે રિઝર્વ બેન્કે લોન પરના હપ્તાને ભરવામાં રાહત આપતા માર્ચ – ૨૦૨૦થી ત્રણ મહિના સુધી લોન મોરેટોરિયમની ઓફર કરી હતી જેમાં ગ્રાહકોને લોનના હપ્તા પાછળથી ભરવાની છૂટ અપાઈ હતી. આ છૂટને વધુ ત્રણ માસ લંબાવી ઓગસ્ટ – ૨૦૨૦ સુધી રાહત આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ગત સપ્તાહે જણાવ્યું હતું કે વ્યાજનું વ્યાજ માફ કરવા અંગે કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરાયેલી એફિડેવિટ સંતોષકારક નથી. કોર્ટે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્કને નવી એફિડેવિટ દાખલ કરવા જણાવ્યું હતું. ૧૩ ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટમાં મોરેટોરિયમ મામલે સુનાવણી થવાની હતી, જે હવે ૧૪ ઓક્ટોબર સુધી મુલતવી રાખી છે. તે પહેલાં રિઝર્વ બેન્કે કહ્યું હતું કે છ મહિનાથી વધુ મોરેટોરિયમ આપવાથી બેન્કોની સ્થિતિ વણસી શકે છે. આથી મોરેટોરિયમ વધુ લંબાવી શકાય નહીં. રિઝર્વ બેન્કના આ વલણને કારણે આજે બેન્કિંગ શેરોમાં સુધારો જોવા મળી શકે, પરંતુ અંતે તો નિર્ણય સુપ્રીમ કોર્ટમાંથી શું આવે છે તેના પર બેન્કિંગ શેરો સાથે ભારતીય શેરબજારનો આધાર રહેશે. વૈશ્વિક સ્તર પર અમેરિકામાં ટ્રમ્પ ચૂંટણી પહેલાં સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરે છે કે કેમ તેના પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૧૪.૧૦.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૩.૧૦.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૯૪૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૧૨૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૯૦૯ પોઈન્ટ થી ૧૧૮૮૮ પોઈન્ટ, ૧૧૮૩૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૩.૧૦.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૩૫૬૨ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૩૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૨૩૭૭૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૪૩૪ પોઈન્ટ થી ૨૩૩૭૩ પોઈન્ટ, ૨૩૨૮૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૩૭૭૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • એશિયન પેઈન્ટ ( ૨૦૭૫ ) :- ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૦૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૦૧૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૦૯૩ થી રૂ.૨૧૦૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૧૧૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ACC લિ. ( ૧૫૩૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૦૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૯૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૫૪૭ થી રૂ.૧૫૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • બાટા ઇન્ડિયા ( ૧૩૫૫ ) :- રૂ.૧૩૩૩ નો પ્રથમ તેમજ રૂ.૧૩૧૭ ના બીજા સપોર્ટથી ફૂટવેર સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૭૦ થી રૂ.૧૩૭૭ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • વોલ્ટાસ લિ. ( ૬૬૭ ) :- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૭૬ થી રૂ.૬૮૬ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટાટા સ્ટીલ ( ૩૬૯ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૫૫ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક આયર્ન & સ્ટીલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૭૭ થી રૂ.૩૮૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.