Abtak Media Google News

Ipoint Logo For Header 1 3 1

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૦૯૧૩.૮૨ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૧૧૪૬.૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૯૩૨.૨૧ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૨ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૮ પોઈન્ટના ઉછાળા સાથે ૪૦૯૯૨.૬૨ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૦૫૯.૯૦ સામે ૧૨૧૦૩.૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૦૫૮.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૬૬ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭ પોઈન્ટના ઉછાળા સાથે ૧૨૦૭૬.૮૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ.૪૧૦૧૪ ના મથાળેથી ખુલીને રૂ.૪૧૦૧૪ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૦૫૭૧ ના નીચા મથાળે નોંધાવી ૩૬૫ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૪૦૬૧૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૪૬૫૨૦ ના મથાળેથી ખુલીને રૂ.૪૬૫૨૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૬૩૫૩ ના નીચા મથાળે નોંધાવી ૫૫૨ પોઈન્ટ ઘટાડે સાથે રૂ.૪૬૩૬૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક/વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

ડેરિવેટીવ્ઝમાં ભારતીય શેરબજારોમાં ડેરિવેટીવ્ઝમાં જાન્યુઆરી વલણ બાદ આજે તેજી જોવા મળી હતી, આ સાથે હવે શનિવારે ૧,ફેબ્રુઆરી ૨૦૨૦ના રજૂ  થનારા કેન્દ્રિય બજેટ આ વખતે સ્વદેશી પર ફોક્સ કરીને રજૂ થવાના અહેવાલો વચ્ચે બજેટ પૂર્વે સાવચેતીમાં ફોરેન ફંડો, ખેલંદાઓએ અનેક શેરોમાં તેજીનો વેપાર કર્યો હતો. બજેટમાં એક તરફ બજાર અને ઉદ્યોગોની અનેક પ્રોત્સાહનો અને રાહતોની અપેક્ષા સામે કેન્દ્ર સરકાર માટે આવકના ટાંચા સાધનોએ પડકારરૂપ સ્થિતિ હોવાથી પ્રોત્સાહનો આપવા માટે મર્યાદા હોવાના અમુક નિષ્ણાતોના અભિપ્રાય વચ્ચે બજેટમાં જો કોઈ ખાસ રાહતો જાહેર કરવામાં નહીં આવે અને કોઈ મોટી નેગેટીવ જોગવાઈ જેવી કે  આકરાં વેલ્થ ટેક્ષ જેવી જોગવાઈ કરવામાં આવશે તો એવી આશંકાએ ફંડો-બજારના અમુક વર્ગે ઈન્ડેક્સ બેઝડ શેરોની સાથે પોતાના રોકાણ પોર્ટફોલિયોના સ્મોલ, મિડ કેપ શેરોમાં ઉછાળે વેચવાલી જોવા મળી હતી. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ અમેરિકામાં ઈન્વેન્ટરીમાં જંગી વધારો નોંધાતાં ફરી ઝડપી ઘટી આવીને બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૧.૨૩ ડોલર તૂટીને ૫૮.૫૮ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૯૯ સેન્ટ ઘટીને ૫૨.૩૪ ડોલર નજીક રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૬૨૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૧૮ અને વધનારની સંખ્યા ૭૩૧ રહી હતી. ૭૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૬૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, ૩૧,જાન્યુઆરી ૨૦૨૦થી શરૂ થનારા સંસદના બે તબક્કાના બજેટ સત્ર પર બજારની નજર રહેશે. સંસદનું આ બજેટ સત્ર બે તબક્કામાં પ્રથમ ૩૧,જાન્યુઆરી થી ૧૧,ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી અને બીજો તબક્કો ૨,માર્ચ થી ૩,એપ્રિલ ૨૦૨૦ સુધી યોજાશે, નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા અગાઉ કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડો કરીને રોકાણને આકર્ષવા મોટું પગલું લેવાયા બાદ આ વખતે રોકાણકારોની અપેક્ષા લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્ષ(એલટીસીજી), ડિવિડન્ડ ટેક્ષ નાબૂદી, સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્ષ(એસટીટી)માં ઘટાડા પર રહી છે. આ સાથે નાણા પ્રધાન દ્વારા આ વખતે પર્સનલ ટેક્ષ રેટમાં ઘટાડાની પણ લોકોની મોટી અપેક્ષા છે. આ પૈકી પ્રોત્સાહનો-જોગવાઈઓ લાવવાના સંજોગોમાં ભારતીય શેરબજારો આગામી સપ્તાહમાં તેજીના નવા ઝોનમાં પ્રવેશી નવો ઈતિહાસ રચતાં જોવાશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- ( ૧૨૦૭૦ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૦૩૦ પોઈન્ટના પ્રથમ અને ૧૨૦૦૮ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૧૦૮ પોઈન્ટ થી ૧૨૧૨૦ પોઈન્ટ, ૧૨૧૩૩ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૧૩૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

ACC લિ. ( ૧૫૪૦ ) :- રૂ.૧૫૩૩ નો પ્રથમ તેમજ રૂ.૧૫૧૭ ના બીજા સપોર્ટથી સિમેન્ટ સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૫૫૭ થી રૂ.૧૫૬૭ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

સેન્ચુરી ટેક્ષટાઇલ ( ૬૨૩ ) :- સિમેન્ટ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૩૦ થી રૂ.૬૩૬ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૬૧૨ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

ઓરબિન્દો ફાર્મા ( ૪૭૯ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૬૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૮૮ થી રૂ.૪૯૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.