Abtak Media Google News

Ipoint Logo For Header 1

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૦૬૭૫.૪૫ સામે ૪૦૬૦૬.૦૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૫૪૪.૮૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૬.૧૨ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૯ પોઈન્ટના ઉછાળા સાથે ૪૦૭૨૫.૪૩ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૦૪૬.૪૫ સામે ૧૨૦૦૯.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૯૮૩.૫૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૮૧ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪ પોઈન્ટના ઘટાડા સાથે ૧૨૦૩૨.૪૦ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ.૩૮૩૩૦ ના મથાળેથી ખુલીને રૂ.૩૮૩૭૬ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૩૮૩૧૬ ના નીચા મથાળે નોંધાવી ૧૦ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૩૮૩૧૭ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૪૫૩૬૧ ના મથાળેથી ખુલીને ૪૫૪૩૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૫૩૬૦ ના નીચા મથાળે નોંધાવી ૭૬ પોઈન્ટ ઉછાળે સાથે રૂ.૪૫૩૭૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

દેશની આર્થિક અધોગતિના રોજ-બરોજ આવી રહેલા નેગેટીવ આંકડાથી અકળાયેલા ઉદ્યોગપતિઓએ હવે સરકાર સામે ખુલીને આકરાં પ્રહારો કરવા લાગતાં અને પરિસ્થિતિ અંકુશ બહાર જતી જોઈને દેશના વિવિધ રાજયોમાં રાજકીય માહોલ ગરમાવા લાગતાં આગામી દિવસોમાં મોટી ઉથલપાથલના એંધાણ વચ્ચે આજે ફોરેન ફંડોએ શેરોમાં ફરી મોટાપાયે ઓફલોડિંગ કર્યું હતું. સપ્ટેમ્બર ૨૦૧૯ના અંતના ત્રિમાસિકમાં જીડીપી વૃદ્વિ ઘટીને છ વર્ષના તળીયે ૪.૫% આવી જવા સાથે દેશની રાજકોષીય ખાધ પણ ચાલુ સંપૂર્ણ નાણાકીય વર્ષના બજેટ અંદાજના ૧૦૨%એ પહોંચી જવાની નેગેટીવ અસર સાથે સરકાર સામે આગામી દિવસોમાં મોટા પડકારો હોવાનું અને આર્થિક વિકાસ વધુ કથળવાનો સંકેત આપતાં શેરોમાં આજે ઓફલોડિંગ વધ્યું હતું. બે દિવસમાં ફોરેન ફંડોની અંદાજીત રૂ.૨૮૬૨ કરોડના શેરોની જંગી ચોખ્ખી વેચવાલી થઈ હતી. આ સાથે કાર્વિ સ્ટોક બ્રોકિંગ દ્વારા પોતાના જ ગ્રાહકોના શેરોને પોતાના અંગત ફંડ ઊભું કરવા ગીરવે મૂકવાની ઘટનાએ રોકાણકારોને વિશ્વાસ ફરી ડગમગવા લાગતાં સેન્ટીમેન્ટ પર નેગેટીવ અસર થતી જોવાઈ હતી. વૈશ્વિક મોરચે હોંગકોંગ મામલે અમેરિકા-ચાઈના વચ્ચે તનાવ વધતાં ટ્રેડ ડીલ વિલંબમાં પડવાના સંકેતે પણ સાવચેતી જોવાઈ હતી. સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક ઓફલોડિંગ સાથે બેંકિંગ-ફાઈનાન્સ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, પાવર-કેપિટલ ગુડઝ શેરો તેમજ એફએમસીજી, ફાર્મા  શેરોમાં નફારૂપી વેચવાલી ઘટાડા સાથે કારોબાર થતો જોવા મળ્યો હતો.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૫૭૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૧૦ અને વધનારની સંખ્યા ૭૬૮ રહી હતી. ૧૦૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૭૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, આરબીઆઇની મળનારી બેઠકમાં ૨૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો કરી શકે છે. જો બેંક રેપો રેટ સિવાય કોઈ અન્ય જાહેર કરશે તો તે બજાર માટે એક આશ્ચર્ય બની રહેશે. બીજા ક્વાર્ટરમાં જીડીપીના નબળા ડેટા બાદ આરબીઆઇ ૫૦ બેસિસ પોઇન્ટ્સ ઘટાડાનું પગલું પણ લઈ શકે છે. નવેમ્બર મહિના માટેનું જીએસટી કલેક્શન ઊંચું રહેવા પાછળ તહેવારોની આંશિક ભૂમિકા પણ કારણભૂત હોઈ શકે છે. સરકારે સપ્ટેમ્બર મહિનાથી હાથ ધરેલા વિવિધ ઉપાયોની અસર નવા કેલેન્ડર વર્ષમાં અનુભવાય એવી બજારને આશા છે અને તેને આધારે મજબૂતી ટકેલી છે. ડિસેમ્બરમાં બીજું પખવાડિયું મહદ્ અંશે એફઆઇઆઇની ગેરહાજરીનું હોય છે અને તેથી કોઈ મોટી ઘટનાની ગેરહાજરીમાં માર્કેટ સાઇડલાઇન જોવા મળી શકે છે. ક્રૂડ ઓઇલના ભાવ રાહત આપી રહ્યા છે. યુએસ-ચીન ટ્રેડ ડીલ ઘોંચમાં પડશે તો ક્રૂડના ભાવ વધુ ઘટાડો દર્શાવી શકે છે. જે સ્થિતિમાં બ્રેન્ટ ૫૦-૫૨ ડોલર પ્રતિ બેરલની સપાટી સુધી ગગડી શકે છે. રૂપિયો થોડી ચિંતા દર્શાવી રહ્યો છે. જો તે ૭૨ની નીચે સરકી જશે તો ડોલર સામે તેના સર્વોચ્ચ તળિયા તરફ ગતિ કરશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- ( ૧૧૯૯૦ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૯૬૦ પોઈન્ટના પ્રથમ અને ૧૧૯૩૩ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૦૧૮ પોઈન્ટ થી ૧૨૦૪૭ પોઈન્ટ, ૧૨૦૮૮ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૦૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

  • ડિવિસ લેબ ( ૧૭૯૯ ) :- રૂ.૧૭૭૭ નો પ્રથમ તેમજ રૂ.૧૭૬૦ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૮૦૮ થી રૂ.૧૮૧૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૫૨૫ ) :- ઓટો સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૩૭ થી રૂ.૫૪૪ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૫૦૫ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • સિપ્લા લિમિટેડ ( ૪૬૫ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૪૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૭૬ થી રૂ.૪૮૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.