Abtak Media Google News

રાજકોટમાં સૌપ્રથમ વખત રાત્રિ ડેડલિફ્ટ અને બેંચપ્રેસ સ્પર્ધા નું આયોજન સાંદિપની સ્કૂલ ખાતે થયું હતું. આ સ્પર્ધામાં આશરે 80 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. મુખ્ય મહેમાન તરીકે ભરત બોઘરા ની વિશેષ ઉપસ્થિતિ હતી તેમજ વિજેતાઓને પ્રમાણપત્ર,મેડલ અને શિલ્ડ દ્વારા સન્માનિત કરાયા હતા. રાજકોટમાં પહેલીવાર રાત્રી ડેડલિફ્ટ અને બેંચપ્રેસ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.

Vlcsnap 2022 09 19 10H03M53S097Vlcsnap 2022 09 19 10H05M52S785

આ આયોજન રાજકોટની સાંદિપની સ્કુલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ પાવર લીફટિંગ એસોસિએશનના ચેરમેન ઉર્વેશભાઈ પટેલ, મનોજભાઈ બોરીચા પ્રેસિડેન્ટ, અશફાક ઘુમરા સેક્રેટરી હાજર રહ્યા હતા.સૌરાષ્ટ્ર ભરમાંથી લગભગ 80 જેટલા ખેલાડીઓએ  જોશભેર આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.ખેલાડીઓને પ્રોત્સાહન આપવા અને ઉત્સાહ વધારવા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોધરાએ હાજરી આપી હતી.વિજેતા થયેલ સ્પર્ધકોને પ્રમાણપત્ર,મેડલ અને શિલ્ડ દ્વારા સન્માનિત કરાયા હતા.મનો દિવ્યાંગ બાળકે ભાગ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.