Abtak Media Google News

26 સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર સુધી ડી.એચ.કોલેજમાં ખેલૈયાઓ ઝૂમી ઉઠશે

સરગમ લેડિઝ કલબે ગોપી રાસોત્સવ માટેની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દીધી છે. આ ગોપી રાસ બહેનોના ગરબા માટે જાણીતા એવા યાજ્ઞિક રોડ ઉપર આવેલી ધર્મેન્દ્ર કોલેજ ( ડી.એચ.)ના મેદાનમાં યોજાવાના છે.સરગમ લેડીઝ કલબના ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા એ જણાવ્યું છે કે, તા.26 થી 05/10 સુધી ડી.એચ.ના મેદાનમાં સુંદર વ્યવસ્થા વચ્ચે ગોપી રાસોત્સવ યોજાવાનો છે. સરગમ પરિવારના લેડિઝ સભ્ય હોય તેના માત્ર 10 દિવસના ફક્ત 400/-રૂપિયા અને સભ્ય ન હોય તેવા બહેનોના ફક્ત 10 દિવસના સીઝન પાસના 500/- રૂપિયા ફી રાખવામા આવી છે. આ રાસોત્સવમાં સરગમ કલબના સભ્ય ન હોય તેવા રાજકોટના કોઈ પણ બહેનો 15 વર્ષથી ઉપરના જોડાઈ શકે છે.

Advertisement

11 3

આ ગોપી રાસોત્સવના ફોર્મનું વિતરણ ચાલી રહ્યું છે. આ ફોર્મ આમ્રપાલી લાઈબ્રેરી – આમ્રપાલી મેઈન રોડ પોલીસ ચોકી ઉપર, મહિલા કોલેજ લાઈબ્રેરી -મહિલા કોલેજ ચોક પોલીસ ચોકી ઉપર, એવરેસ્ટ લાઈબ્રેરી (શાસ્ત્રી મેદાન પાસે એવરેસ્ટ બિલ્ડીંગ – 101 ), કેનાલ રોડ સેન્ટર – દેના બેંકની બાજુમાં કેનાલ મેઈન રોડ , સરગમ ભવન (જામટાવર રોડ જી.ટી. શેઠ હોસ્પિટલ પાસે) અને સરગમ ક્લબ ઓફીસ જાગનાથ મંદિર ચોક (યાજ્ઞિક રોડ) ખાતેથી મળી શકશે અને ફોર્મ તથા ફી ત્યાં જ જમા કરાવવાના રહેશે. આ રાસોત્સવને સફળ બનાવવા મૌલેશભાઈ પટેલ, સ્મિતભાઈ પટેલ, પ્રભુદાસભાઈ પારેખ, નાથાભાઈ કાલરીયા, જગદીશભાઈ ડોબરિયા, જીતુભાઈ બેનાણી, ખોડીદાસભાઈ પટેલ, રાકેશભાઈ પોપટ, ગિરધરભાઈ દોંગા, કિરીટભાઈ આદ્રોજા, જીતુભાઈ ચંદારાણા, સુરેશભાઈ નંદારાણા, યોગેશભાઈ પુજારા, બિપીનભાઈ હદવાણી, મનીષભાઈ માડેકા, એમ.જે. સોલંકી, હરેશભાઈ લાખાણી, રાજદીપસિંહ જાડેજા, ભૂપતભાઈ બોદર સહિતનાનો સહયોગ મળેલ છે. ગોપીરાસની અંદર મનસુરભાઈ ત્રિવેદી પ્રસ્તુત મ્યુઝીકલ મેલોડી કલર્સનો ઓરકેસ્ટ્રા તેમજ ગાયક કલાકાર તરીકે હેમંતભાઈ પંડ્યા મનીષા કલીન્ડકટ (મુંબઈ) સોનલબેન ગઢવી, નિલેશભાઈ પંડ્યા તેમજ પરમાર કિશોર મંડપ સર્વિસ, માઈક માટે અંબિકા સાઉન્ડ સર્વિસ હિમાંશુભાઈ, લાઈટની સુંદર વ્યવસ્થા મહેતા લાઈટ સર્વિસ પરાગભાઈ મહેતા, સિક્યુરીટી પુનીત સિક્યુરીટી, અદ્યતન કેન્ટીનની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.

આ રાસોત્સવને સફળ બનાવવા માટે સરગમ પરિવારના માર્ગદર્શક અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ ઉકાણી, ભરતભાઇ સોલંકી, જયસુખભાઇ ડાભી, રાજેન્દ્રભાઈ શેઠ, ઉપરાંત લેડિઝ કલબના ડો.ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, જસુમતિબેન વસાણી, અલકાબેન કામદાર, છાયાબેન દવે, ગીતાબેન હીરાણી, ચેતનાબેન સવાજાણી, જયશ્રીબેન વ્યાસ, ભાવનાબેન મહેતા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.