Abtak Media Google News

લોકસભામાં ભાજપને ટેકો આપવા મોદી ઉપર હાથ રાખવાનો નીતિશનો પેંતરો

નીતિનકુમાર વિરોધ પક્ષોના મહાગઠબંધનમાં ન જોડાય તે માટે તખ્તો તૈયાર: બેઠક ફાળવણી બાબતે સમાધાન થશે

ચૂંટણીમાં મોદી સામે ટકકર લઇ શકે તેવા એક માત્ર નેતા નીતિશને પંપાળવા ભાજપે નરમાઇ બતાવી

નરેન્દ્ર મોદીને છેલ્લા ત્રણ દસકાના સૌથી પાવરફુલ અને લોકપ્રિય વડાપ્રધાન ગણવામાં આવે છે જો કે મોદીને પણ ચુંટણી નજીક આવતા માથુ ઝુકાવવું પડે તેવી સ્થિતિ છે. બિહારના મુખ્યમંત્રી નીતિન કુમાર લોકસભા ચુંટણીમાં ટેકો આપવા મુદ્દે મોદી ઉપર હાથ રાખવાનો પેંતરો અજમાવી રહ્યાં છે.

Advertisement

હાલવિરોધ પક્ષોના મહાગઠબંધનમાં નરેન્દ્ર મોદી સામે ટકી શકે તેવો કોઇ ચહેરો નથી. કોંગ્રેસ અઘ્યક્ષ રાહુલ ગાંધી મહાગઠબંધનમાં તમામને માન્ય નથી. મોદી સામે રાહુલને ઉભા રાખી લોકસભામાં ઝપલાવવામાં આવે તો વિરોધના શૂર ઉઠશે અને ગઠબંધન તૂટી પડશે તેવી દહેશત છે ત્યારે નીતિન કુમાર એકમાત્ર એવા નેતા છે જેઓ મોદી સામે ટકકર લઇ શકે છે માટે તેઓ વિરોધી દળોમાં ચાલ્યા જાય તે ભાજપને પરવડે તેવું નથી. તેથી ભાજપ હાલ નીતિનનો હાથ ઉપર રખાવી તેનો સાથ લેવા તૈયાર થયો છે.

લોકસભાની ચુંટણી  નજીક આવતી સાથે જ ભાજપને જુના મિત્ર નીત્નિ કુમાર વ્હાલા લાગી રહ્યા છે. અડવાણી અને બાજપાયી કાળમાં નીતિન કુમારને ભાજપે ખુબ પંપાવ્યા હતા. જયારે મોદી અને શાહ નીતિશને દાદ આપતા નથી. પરિણામે કયારેક નીતિન ભાજપથી આડા ચાલી રહ્યા હોવાનું જણાઇ આવે છે.

જો કે લોકસભા નજીક આવતા જુના-નવા મિત્રો અને દુશ્મનોના ટોળા એકઠાથવા લાગ્યા છે ભાજપ જેડીયુને લોકસભા ચુંટણીમાં કેટલી બેઠકો ફાળવવા તૈયાર થશે તે ઉપર સઘળો મદાર છે હાલ તો ભાજપની પુંછડી દબાઇ છે અને નીતિન કહે તેમ કરવા તૈયાર છે માટે મોદીને માથાનો નેતા મળ્યો હોય તેવું કહી શકાય. અલબત આ તો ચુંટણી પહેલાની ચર્ચા છે ચુંટણી સમયે કોણ કોની સામે અને સાથે રહેશે તે અત્યારથી કળવું મુશ્કેલ છે.

તાજેતરમાં૦ જ જેડીયુના જનરલ સેક્રેટરી સંજય સીંધે જાહેર કર્યુ હતું કે જેડીયુ બિહારમાં વધુમાં વધુ બેઠકો ઉપર ઉમેદવાર ઉભા રાખશે. અને ભાજપને ગઠબંધન જોઇતુ ન હોય તો એકલો લડવા તૈયાર રહે ભાજપને સાથ ના જોઇતો હોય તો તે તમામ ૪૦ બેઠકો ઉપર પોતાના ઉમેદવાર ઉભા રાખી શકે છે. બેઠકોની ફાળવણી મુદ્દે ભાજપની નેતાગીરી તરફથી થતા નિવેદનો ઉપર પણ સંજય સિંધે સવાલ ઉઠાવ્યા હતા.

બિહારમાં ભાજપનાં નેતાઓએ બેઠકની ફાળવણી મુદ્દે નિવેદનો આપવાથી બચવું જોઇએ તેવી ટકરો પણ કરી હતી વર્ષ ૨૦૧૪માં જીતેલી રર બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખશે તેવું નિવેદન થોડા સમય પહેલા ભાજપના જનરલ સેક્રેટરી રાજેન્દ્ર સિંધે આપ્યું હતું જેનાથી નીતિન કુમાર સહીતના જેડીયુના નેતાઓ નારાજ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.