Abtak Media Google News

શું નવા સૈન્યના વડા ની નિમણૂક થતાં ઇમરાન નું પ્રધાનમંત્રી પદ જોખમમાં મુકાશે?

લેફ્ટએનન્ટ જનરલ નદીમ અંજુમેં 20 નવેમ્બરથી આઈએસઆઈ ની કમાન સંભાળી હતી.  તેને ધ્યાને લેતા પાકિસ્તાન ના વડાપ્રધાન પર જાણે વીજળી પડી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. આઈએસઆઈના નવા વડા ની નિમણૂક થતાં જ નાપાક હરકતોને લઈ ઇમરાને જાણે પોતાની જ ખબર પડી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે સામે ઇમરાન ખાન પણ પીડાય ગયો છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને લેફ્ટનન્ટ જનરલ નદીમ અહમદ અંજુમની ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સના ચીફ તરીકે નિમણૂક કરી છે. નોંધપાત્ર વાત એ છે કે, પાકિસ્તાન સેનાએ 6 ઓક્ટોબરે એક નિવેદન જારી કરીને વર્તમાન ISI ચીફ લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદના સ્થાને અંજુમની નિમણૂકની જાહેરાત કરી હતી. ત્યારથી એવું માનવામાં આવી રહ્યું હતું કે ઈમરાન ખાને સત્તાવાર રીતે અંજુમના નામ પર મહોર લગાવવી છે.

સાથે જ અંજુમ 20 નવેમ્બરથી ISIની કમાન સંભાળી હતી.  પરંતુ ઓક્ટોબરમાં, પાકિસ્તાન આર્મીની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સે પાકિસ્તાનની જાસૂસી સંસ્થાના વડા તરીકે લેફ્ટનન્ટ જનરલ અંજુમની નિમણૂકની જાહેરાત કરી હતી. પાકિસ્તાન આર્મી દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ એવી અટકળો ચાલી રહી હતી કે ઈમરાન ખાનના નેતૃત્વવાળી સરકાર અને પાકિસ્તાની સેના વચ્ચે મતભેદ છે.

પાકિસ્તાની સેના વિશે એ વાત કોઈથી છુપી નથી કે તે દેશની સુરક્ષા અને વિદેશ નીતિને લગતા મામલાઓમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેતી રહી છે. ઈમરાન ખાનની ઓફિસે સ્વીકાર્યું કે પાકિસ્તાન આર્મી અને ઈમરાન સરકાર વચ્ચે કેટલીક તકનીકી સમસ્યાઓ હતી. તેમણે કહ્યું હતું કે આ મુદ્દાઓ ટૂંક સમયમાં ઉકેલવામાં આવશે. આ અંગે માહિતગાર લોકોએ જાણકારીમાહિતી આપી હતી. અહીં નોંધનીય બાબત એ છે કે જો સેનાએ ઈમરાન સરકાર સાથે સમાધાન ન કરવાનો નિર્ણય લીધો હોત તો તેમની સરકારમાં ઉચ્ચ સ્તર સુધી પરિવર્તન જોવા મળી શક્યું હોત.

સૌથી મોટી વાત તો એ છે કે ઇમરાન ખાનને પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે પદભાર જે સોંપવામાં આવ્યો હતો તેમાં સૈન્યના વડા ફૈઝ હમિદનો મહત્વપૂર્ણ હાથ છે. અને તેઓએ બીજી ટર્મમાં પણ જો યથાવત્ વડાપ્રધાન પદ ભોગવવું હોય તો તેને તેની પડે છે અમે તેને રાખવો ખૂબ જ જરૂરી છે પરંતુ હાલની સ્થિતિને ધ્યાને લઇ કદાચ તે શક્ય નહીં બને અને પરિણામે ઇમરાન ખાને પોતાની કબર ખોદી હોય તેવી સ્થિતિ નિર્માણ થયું છે. ઇમરાન ખાન પાકિસ્તાન ના વડાપ્રધાન બાદ અનેક વખત વિવાદોમાં સપડાયા છે ત્યારે નવા આર્મી ચીફ સાથેના તેમના સંબંધો કેવા રહેશે તે આવનારો સમય જણાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.