Abtak Media Google News

મનુ કવાડ, ગીર ગઢડા

ગીર ગઢડાનુ જંગલ બોર્ડરને આવેલ 2500ની વસ્તી ધરાવતુ નગડીયા ગામ જ્યા આઝાદી બાદ નથી થઈ સરપંચની ચુટણી તેમજ ગામમા તમામ સમાજ ના લોકો રહેતા હોવા છતા નથી થઈ પોલીસ ફરીયાદ .ગામ ના લોકો સરપંચના ઈલેક્શનના બદલે કરે છે સીલેકશન.ગામમાં નાના મોટા ઝગડાનો ગ્રામજનો મળીને ઉકેલ મેળવે છે. ગામ તમામ પાયાની સુવિધાથી સજ્જ છે. નગડીયા ગામ પશુ પાલન અને ખેતી પર નિર્ભર છે. ગામમાં લોકો સાથે મળી હર્ષ ઉલ્લાસ સાથે તમામ તહેવારો ઉજવે છે.ભોગલીક રીતે ડુગર વિસ્તારમા જંગલને અડીને આવેલ નગડીયા ગામને હીલસ્ટેન તરીખે પણ ઓળખવામાં આવે છે.ગામના ખેડુતોને સિંહો સાથે પણ મિત્રતા છે.

ગરવા ગીરની બોર્ડર ને અડીને આવેલ નગડીયા ગામ છે. આઝાદી બાદ આ ગામમા સરપંચની ચૂંટણી કરવામાં આવેલ નથી. ગામના લોકોએ સર્વ અનુમતે બે ટમથી ભારતીબેન બલદાણીયા પર ભરોસો મુકી સરપંચ તરીખે નીમેલ છે . આરસીસી રસ્તા સ્ટ્રીટ લાઈટ સોલાર લાઈટ.ધરે ધરે નળ પીવાના પાણીની સારી વ્યવસ્થા ગામની અંદર પ્રાથમિક શાળા પણ નવી બનાવેલ છે. નવી પંચાયત ઓફીસ ગામ અંદર પોસ્ટઓફીસને પણ મંજૂરી આપવામાં આવી છે. ગામમા તમામ સમુદાયના લોકો રહેતા હોવા છતા વાદ-વિવાદ થયો નથી અને ભુતકાળ મા તિર્થ એવોર્ડ પર નગડીયા ગામે લીધેલ છે .

Unnamed File

 

નગડીયા ગામમાથી આજ દીવસ સુધી પોલીસ ફરીયાદ થઈ નથી. ગામમાં નાના મોટી તકરારનું બધા સાથે મળી નિરાકરણ લાવે છે. ગામ.જંગલ બોર્ડરને અડીને આવેલ હોવાથી વન્ય પ્રાણીઓની અવર-જવર રહે છે પરતુ વન્ય પ્રાણીઓએ ગામના લોકોને નુકસાન કર્યુ નથી. ગામમાં સંપ છે જેમાથી 35 ગામોને પિયાતનુ પાણી પુરપાડવામાં આવે છે .તેમજ ગામમાંથી શાહી નદી પસાર થાય છે તેના પાણીનો પણ સંગ્રહ કરીયે છે જેથી ગામતળની જમીનના પાણીના તળ ઊંચા આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.