Abtak Media Google News

ગીરગઢડા તાલુકામાં છેલ્લા ૨૧ દિવસથી પડી રહેલા અવિરત વરસાદને પગલે ઉભા પાકને માઠી અસર થવા પામી છે. ગીરગઢડા પંથકમાં ત્રણ ઓગસ્ટથી ૨૬ ઓગસ્ટ સુધી અવિરત વરસાદથી લીલા દુષ્કાળની ભિતી ધરતીપુત્રોમાં સેવાય રહી છે. ત્યારે ગીરગઢડા તાલુકાના બેડીયા ગામની મુલાકાત લેતા બેડીયા ગામના સરપંચ તેમજ ખેડૂતો દ્વારા જાણવા મળેલ માહિતી મુજબ ગીરગઢડા તાલુકામાં સતત અવિરત વરસાદ પડવાથી કપાસ, મગફળી, એરંડા, જુવાર, બાજરી જેવા પાકોને ભારે નુક્સાન થયું છે. વરસાદથી જમીન પણ રેસ થયેલ છે ત્યારે જમીનમાં પાણી પણ સુકાતા નથી અને ખેતર પણ પાણીથી તરબોળ થઈ ગયા છે.  જ્યારે ભુગર્ભ તળ ઊંચા આવતા કુવા-બોરમાંથી પાણી વહેવા લાગ્યા છે. ત્યારે ખરીફ પાક પણ નીષ્ફળ જવાની પુરી સંભાવના છે. ગીરગઢડા તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તેમજ ખેડૂતોમાં પણ માંગ ઉઠી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.