Abtak Media Google News

૨૦૧૬માં ૧.૫ લાખ લોકોએ રોડ અકસ્માતમાં જીવ ગુમાવ્યા

અકસ્માતોનો દોર વધી રહ્યો છે. ભારતમાં ૨ ટકા નેશનલ હાઈવે છે. પરંતુ ૩૪ ટકા લોકો રોડ એકસીડન્ટથી મૃત્યુ પામે છે. માટે રાજય પરિવહન પરના અકસ્માતો ૩ ટકા અને ૨૮ ટકા હોઈ શકે છે. ૨૦૧૬માં ૧.૫ લાખ રોડ અકસ્માતો સર્જાયા હતા. જેમાં ૯૪ હજાર લોકો સ્ટેટ અને નેશનલ હાઈવે પરની ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર દર ત્રણ અકસ્માતો દીઠ એકનું મોત થાય છે. રોડ સેફટી નિષ્ણાંતોનું કહેવું છે કે, ધુમ બાઈક ચાલકો પર સખ્ત નજર રાખવી જોઈએ. લોકલ પબ્લીક પણ ટ્રાફીકના નિયમોનું પાલન કરતી નથી.

ધુમ બાઈક ચાલકો, નશામાં ડ્રાઈવીંગ ટ્રાફીકના નિયમો તોડવા, ગમે ત્યાં વાહન પાર્ક કરવા, અને ક્ષમતા કરતા વદુ વજન વાહનમાં લઈ જવાને કારણે દુર્ઘટનાઓ વધી રહી છે. સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતુ કે સ્ટેટ હાઈવે તેમજ નેશનલ હાઈવે ખાસ પેટ્રોલીંગ કરવું જરૂરી છે. જેના માટે રાજય સરકાર અને કેન્દ્ર શાસીત પ્રદેશોએ જરૂરી પગલા લેવા પડશે. રોડ અકસ્માત અટકાવવા યુનિફોર્મ એજન્સી સીઆઈએસએફ બહાર પાડવાની સલાહ અપાઈ હતી પરંતુ સરકાર દ્વારા તેની અવગણના કરવામાં આવી હતી.

સુરક્ષા નિષ્ણાંત રોહિત બાલુજાએ જણાવ્યું હતુ કે આપણે વધુ સારા અને સુવિધાજનક હાઈવેનું નિર્માણ કરી રહ્યા છીએ. ત્યારે અકસ્માતોને અટકાવવાની આપણી ફરજ છે. જે લોકલ પોલિસથી શકય બનતુ નથી. તેના માટે સીઆઈએસએફની ટીમ તૈયાર કરવી જોઈએ. દિલ્હીમાં ૧૫,૩૪૫, મુંબઈમાં ૨૩.૩૩ લાખ વાહનો સામે ૪,૭૭૯, અને લખનવમાં ૩,૮૫૨ ટ્રાફીક પોલિવની જરૂરત છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.