Abtak Media Google News

જોડીયામાં ખારા પાણીને મીઠું પાણી કરવાનો ૧૦૦ એમ.એલ.ડી. ક્ષમતાનો વોટર ડીસેલીનેશન પ્લાન્ટ સ્પાશે

સાંકળી ખાતે ત્રિવિધ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની ઉપસ્થિત 

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના સાંકળી ગામે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સાફ અને સ્પષ્ટ વાત ઉચ્ચારી હતી કે  શિક્ષિત અને દિક્ષીત  નાગરીકો જ ગુજરાતના વિકાસનું વહન કરશે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે જામનગર

જિલ્લાના જોડીયા ખાતે ખારા પાણીને મીઠું પાણી કરવાનો ૧૦૦ એમ.એલ.ડી. ક્ષમતાનો વોટર ડીસેલીનેશન પ્લાન્ટ  કાર્યરત કરવામાં આવશે. ફી નિર્ધારણ સમિતિનું ગઠન કરનારૂં દેશનું સૌપ્રથમ રાજય બનવાનો ગર્વ વ્યકત કરતાં તેમણે ખાત્રી આપી હતી કે ગરીબ અને મધ્યમ  વર્ગના વિધાર્થી પોસાઇ શકે તેવા દરી ઉચ્ચ શિક્ષણ પુરૂં પાડવા રાજય સરકાર કૃતનિશ્ચયી છે.

Gujarat News | Rajkot
Gujarat news | Rajkot

મુખ્યમંત્રીએ રાજયના ખેડૂતોને હૈયાધારણા પાઠવી હતી કે તેમને ખેતી માટે જરૂરી પાણી રાજય સરકાર કોઇપણ સંજોગોમાં અચુક આપશે. જેને ઉપસ્થિત ખેડૂતોએ સહર્ષ વધાવી હતી. મુખ્યમંત્રીએ આ તકે ગુજરાતની પ્રજાને ૩૧મી જુલાઇ સુધી પીવાના છારોડીના શાી માધવપ્રિય સ્વામીએ આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરી સૌ કોઇને આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રી અને ઉપસ્તિ અન્ય મહાનુભાવોનું કોઠારી સ્વામી વિવેક સાગરજીએ શાબ્દીક સ્વાગત કર્યું હતું. આભારદર્શન પ્રશાંતભાઇ કોરાટે કર્યુ હતું.

આ પ્રસંગે જેતપુર યુવા ભાજપ દ્વારા રૂા. ૩૦ હજાર મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરાયા હતા.  આ પ્રસંગે અન્ન નાગરીક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા, શાી રાધારમણદાસ સ્વામી, પૂર્વ મંત્રી જશુબેન કોરાટ, જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખિયા, મહામંત્રીઓ ભાનુભાઇ મહેતા, રાજકોટ કલેકટર ડો. વિક્રાંત પાંડે, જિલ્લા પોલીસ અધિક્ષક અંતરીપ સુદ, પ્રાંત અધિકારી રાજેન્દ્રસિંહ રાયજાદા, ભાજપ અગ્રણીઓ ચેતનભાઇ રામાણી,  ગોરધનભાઇ ધામેલીયા, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયા, રાજકોટ ડેરીના ચેરમેન ગોવીંદભાઇ રાણપરીયા, પરબપાવડી જગ્યાના સંત કરસનદાસ બાપુ, ચૈતન્ય સ્વામી, છારોડીના માધવપ્રિય સ્વામી, ભૂવનેશ્વરી શક્તિપીઠના ઘનશ્યામ મહારાજ, તોરણીયાના રાજેન્દ્રબાપુ અન્ય સંતો સહિત મોટી સંખ્યામાં ભાવિકો અને નાગરીકો ઉપસ્તિ રહયા હતા.

Gujarat News | Rajkot
Gujarat news | Rajkot

જૂની સાંકળી ગામે સવજીભાઈ કોરાટની પ્રતિમાનું અનાવરણ

 રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જુની સાંકળી ગામે આધુનીક ભારતના શિલ્પી અને દેશને એક તાંતણે બાંધનાર સરદાર વલ્લભભાઇ પટેલ અને રાજયના પૂર્વ માર્ગ અને મકાન મંત્રી સવજીભાઇ કોરાટની પ્રતિમાનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે અનાવરણવિધિ સંપન્ન કરાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જુની સાંકળી ગામ પુર્વ મંત્રી સ્વ.સવજીભાઇ કોરાટની જન્મ અને કર્મભુમિ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.