Abtak Media Google News

ચાણકય બિલ્ડીંગ અને જિલ્લા પંચાયત ચોકથી લોકમેળા તરફ વાહનો લઈ જવા પર મનાઈ

શહેરના રેસકોર્ષ મેદાનમાં તા.૧લી સપ્ટેમ્બરથી ૫ સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર ગોરસ લોકમેળા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો મેળો માણી શકે તે માટે પોલીસ કમિશનરે કેટલાક માર્ગો નો-પાર્કિંગ અને અવર-જવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે.

રેસકોર્ષ રીંગ રોડ ફરતો તમામ વાહનો માટે નો-પાર્કિંગ જાહેર કરાયો છે, રેસકોર્ષ રીંગ રોડ પર લારી-ગલ્લા, પાથરણા અને રેંકડીઓ રાખવા પર મનાઈ ફરમાવવામાં આવી છે, રેસકોર્ષ રીંગ રોડ પર સવારે ૯ થી બપોરના ૧ વાગ્યા સુધી ૧૦ કિ.મી.ની ઝડપે જ વાહન ચલાવવાની છૂટ આપવામાં આવી છે. ભીલવાસ ચોક, ચાણકય બીલ્ડીંગ, ‚ડા બિલ્ડીંગ વિસ્તારને નો-પાર્કિંગ જાહેર કરાયું છે., બહુમાળી સર્કલથી પોલીસ હેડ કવાર્ટર સર્કલ સુધી બન્ને તરફના માર્ગ પર વાહનની અવર-જવર પર પ્રવેશબંધી કરવામાં આવી છે અને પોલીસ હેડ કવાર્ટર સર્કલથી કિશાન પરા ચોક સુધી એક તરફ પ્રવેશબંધી તેમજ એક તરફ મહિલા પોલીસ સ્ટેશન તરફનો માર્ગ પર વાહનની અવર-જવર કરવાની છૂટ આપવામાં આવી છે.

આકાશવાણી રોડ, ચાણ્કય બિલ્ડીંગ, સરગોસલીયા માર્ગ અને સરકારી પ્રેસવાળો માર્ગ સાંજના ૫ થી રાત્રીના ૧ વાગ્યા સુધી વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, ચાણ્કય બિલ્ડીંગ ચોકથી જિલ્લા પંચાયત ચોક ત્યાંથી બહુમાળી ચોક સુધી રીક્ષાઓને સવારે ૧૦ થી રાત્રીના ૧ વાગ્યા સુધી અવર-જવર પર મનાઈ ફરમાવવામાં આવી છે.

ચાણ્યક બિલ્ડીંગ ચોકથી શ્રોફ રોડ, ‚ડા બિલ્ડીંગ થઈ પોલીસ હેડ કવાર્ટરથી થઈ જૂની એનસીસી ચોકથી એરપોર્ટ તરફ આવક-જાવક ચાલુ રહેશે. સરકીટ હાઉસ થઈ ફૂલછાબ ચોકથી જિલ્લા પંચાયત ચોકથી કિશાનપરા ચોકથી આવક-જાવક ચાલુ રહેશે. એરપોર્ટ તરફથી આવતા વાહનોને જૂની એનસીસી ચોકથી ડાબી બાજુ એટલે કે પોલીસ હેડ કવાર્ટરથી ‚ડા બિલ્ડીંગ જઈ શકશે. એરપોર્ટ તરફથી કિશાન પરા ચોક જવા માટે એરપોર્ટ ફાટક પાસેથી આમ્રપાલી ફાટક થઈ રૈયા રોડ અને કાલાવડ રોડ તરફ જઈ શકશે.

નહે‚ ઉધાન, બહુમાળી ભવન સામે, એરપોર્ટ ફાટકથી આમ્રપાલી ફાટક બાજુનો પૂર્વ તરફનો ભાગ, બાલભવન મેઈન ગેટથી આર્ટ ગેલેરી સુધીનો માર્ગ પર કાર, બાઈક, સાઈકલ, બસ સહિતના વાહનોને ફ્રી પાર્કિંગ કરાવવામાં આવશે. જયારે ચાણ્યક બિલ્ડીંગ થી શ્રોફ રોડ સુધીના બન્ને સાઈડના રસ્તા, કિશાનપરા ચોકથી એજી. ઓફિસની દિવાલ પાસે, આયકર વાટીકા સામે ખુલ્લી જગ્યા, ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ હોમગાર્ડ ગ્રાઉન્ડ ખાતે રીક્ષા અને ટુ-વ્હીલર માટે પાર્કિંગ કરાવવામાં આવશે જયારે હોમગાર્ડ ઓફીસર કોલોની બહુમાળી ભવન સામે અને આકાશવાળી રોડ સર્કિટ હાઉસ તરફ જતા માર્ગ પર સરકારી વાહનોની પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.