Abtak Media Google News

સૌરાષ્ટ્ર એજયુકેશન ફાઉન્ડેશન અને રાજકોટ મહાનગરપાલીકા સ્થાપીત અને સૌરાષ્ટ્ર એજયુકેશન ફાઉન્ડેશન સંચાલીત ઓ.વે.શૈ. પ્રાદેશીક લોક વિજ્ઞાન કેન્દ્ર રેસકોર્ષ રાજકોટ ખાતે ઝીરો શેડો ડેની ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ એક ઘટના ઘટી હતીકે જેમાં 12.4 વાગ્યે જયારે સૂર્યની સ્થિત એ આપણા પ્રતિબિંબની એવી રીતે ઉપસાવ્યું હતુ કે જેમાં પાતાળમાં આપણું પ્રતિબિંબ દેખાઈ રહ્યું હતુ જેની વધુ વિગતવાર માહિતી આપતા ખગોળીય ઘટનાના નિષ્ણાંત નિલેશભાઈ રાણા એ જણાવ્યું હતુકે કર્કવૃતથી લઈને મકરવૃત સુધીના તમામ વિસ્તારોમાં આ ઝીરો શેડો ડેની ઘટના બનતી હોય છે. સૂર્ય એ સ્થિતિમાં આવે છે જેના લીધે આ દ્રશ્યનું નિર્માણ થતુ હોય છે. આજના દિવસે બપોરે 12.45 કલાકે આ ઘટના બની હતી.

Dsc 0781 રાજકોટનાં રેસકોર્ષ ખાતે આવેલા વિજ્ઞાન કેન્દ્રમાં આ સમગ્ર ઘટના નિહાળવા માટે કોવિડ 19ને ધ્યાનમાં લઈને સરકારની ગાઈડાઈન મુજબ આ ઘટના નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ અબતક મીડિયાના ફેસબુકના પેજ પર આ સમગ્ર ઘટનાનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતુ તેમજ એ પ્રસારણ આપ પછીથી પણ અબતક મિડિયાના ફેસબુક પેજ પર નિહાળી શકો છો.

વિજ્ઞાન કેન્દ્ર ખાતે આર.જે.માયાણી દ્વારા ખાસ વિદ્યાર્થીઓ માટે આ સમગ્ર ઘટનાનું સ્થળ પર જ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓ એ ખૂબ ઉત્સાહ સાથે આ ઘટના નિહાળવા માટે જોડાયા હતા.

Dsc 0786

ઝીરો શેડો ડેની આ ઘટના એ ફરીથી હજુ 1 જુલાઈના રોજ જોવા મળશે ત્યારે પણ વિજ્ઞાન કેન્દ્ર રાજકોટ ખાતે આ ઘટનાનું માર્ગદર્શન તેમજ પ્રદર્શન ગોઠવવામાં આવશે તેવું વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જણાવવામાં આવ્યું હતુ.

ઝીરો શેડો ડે એટલે કે જયારે મધ્યાહન સમયે સર્ય જયારે બરાબર માથાપર આવી જાય જેના કારણે થોડી સેક્ધડો માટે વસ્તુઓનો પડછાયો બરાબર તેની નીચે પડતો હોવાથી ગાયબ થયો હોય તેવું લાગે છે.

Dsc 0795

ઝીરો શેડો માટેસૂર્યની ઉતર અને દક્ષિણ તરફની વર્ષ દરમ્યાનની ગતી કે જેને આપણે અનુક્રમે ઉતરાયણ અને દક્ષિણાયન તરીકે ઓળખીયે છીએ અને આગતી કરતા સૂર્યએ વર્ષમાં બે વખત આ ઘટના નિર્માણ પામતી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.