Abtak Media Google News

પશ્ચિમ રેલ્વે તેના ગ્રાહકો માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે, દેશના વિવિધ ભાગોમાં આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય સુનિશ્ચિત કરવાનું ચાલુ રાખ્યું છે. એક અનોખી પહેલના ભાગરૂપે, વેસ્ટર્ન રેલ્વે દેશના જુદા જુદા ભાગોમાં  નિયમિત પાર્સલ વિશેષ ટ્રેનો ચલાવી રહી છે. આ જ ક્રમમાં, 25 જૂન, 2020 ના રોજ, પશ્ચિમ રેલ્વેથી બે પાર્સલ વિશેષ ટ્રેનો રવાના થઈ, જેમાં એક પાર્સલ ટ્રેન પોરબંદર થી શાલીમાર અને બીજી કરમ્બેલી થી ન્યુ ગુવાહાટી માટે રવાના થઈ.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી રવિન્દ્ર ભાકર દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ 23 માર્ચ થી 24 જૂન, 2020 સુધીમાં  દેશના વિવિધ ભાગોમાં પશ્ચિમ રેલ્વેની વિશેષ ટ્રેનો દ્વારા  64,000 ટનથી વધુના માલના  359 પાર્સલ ટ્રેનો દ્વારા પરિવહન કરવામાં આવ્યુ હતું. જેમાં મુખ્યત્વે કૃષિ પેદાશો, દવાઓ,માછલી, દૂધ વગેરે શામેલ છે.  આ પરિવહન દ્વારા થતી આવક આશરે 20.46 કરોડ થઈ છે.  આ સમયગાળા દરમિયાન, વેસ્ટર્ન રેલ્વે દ્વારા 48 મિલ્ક સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી હતી, જેમાં 36 હજાર ટનથી વધુનું ભારણ હતું અને વેગનના 100% ઉપયોગથી આશરે 6.18 કરોડની આવક થઈ હતી.

આ જ રીતે, 25 હજાર ટન વજનની 305 કોવિડ -19 વિશેષ પાર્સલ ટ્રેનો પણ આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે ચલાવવામાં આવી હતી, જેના માટે  આવક રૂપિયા 12.94 કરોડ છે.  આ સિવાય, 2838 ટન વજનવાળા 6 ઇન્ડેન્ટેડ રેક્સ પણ લગભગ 100% ઉપયોગ સાથે ચલાવવામાં આવ્યા હતા, જેનાથી રૂ. 1.34 કરોડ ની આવક થઈ છે.  તેમણે જણાવ્યું કે 22 માર્ચથી 24 જૂન 2020 સુધીના લોકડાઉન ના સમયગાળા દરમિયાન, વેસ્ટર્ન રેલ્વે દ્વારા કુલ 7309  માલગાડીઓનો ઉપયોગ 15.11 મિલિયન ટનની આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય માટે કરવામાં આવ્યો છે.  જેમાં 7237 ટ્રેનોને સોંપવામાં આવી હતી અને 7181 ટ્રેનોને વિવિધ ઇન્ટરચેંજ પોઇન્ટ પર લઈ જવામાં આવી હતી.  માંગ પ્રમાણે દૂધના પાવડર, પ્રવાહી દૂધ અને અન્ય સામાન્ય ગ્રાહક ચીજોની સપ્લાય કરવા માટે પાર્સલ વાન / રેલ્વે દૂધના ટેન્કરો (આરએમટી) ના  360 મિલેનિયમ પાર્સલ રેક્સ દેશના વિવિધ ભાગોમાં રવાના કરવામાં આવ્યા છે.

          લોકડાઉનને કારણે નુકસાન અને રિફંડ ચૂકવણી

ભાકરે જણાવ્યું કે કોરોના વાયરસને કારણે કુલ આવકનું નુકસાન 1457 કરોડ રૂપિયાથી વધુ થયું છે, જેમાં ઉપનગરીય ખંડ માટે 210.43 કરોડ અને બીન-ઉપનગરીય માટે રૂ .1246.65 કરોડનો સમાવેશ થાય છે.  આ હોવા છતાં, અત્યાર સુધીની ટિકિટ રદ થવાને પરિણામે, વેસ્ટર્ન રેલ્વેએ 363.72 કરોડ ચૂકવ્યા છે.  અત્યાર સુધીમાં 55.72 લાખ મુસાફરોએ આખી વેસ્ટર્ન રેલ્વે પર તેમની ટિકિટ રદ કરી છે અને તે મુજબ તેમની રિફંડની રકમ પ્રાપ્ત થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.