Abtak Media Google News

આમ આદમી પાર્ટી નોર્થ ગુજરાત -કચ્છ ઝોન ની દિલ્હી ના પુર્વ કેબીનેટ મંત્રી અને ગુજરાત આપના  સહ પ્રભારી જીતેન્દ્ર સિંહ તોમરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ હતી.

જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કિશોર ભાઈ દેસાઈ હાજર રહ્યા હતા માનનીય જીતેન્દ્ર સિંહ તોમર નું સ્વાગત નોર્થ ગુજરાત-કચ્છ ઝોન સંગઠન મંત્રી રમેશભાઈ નાભાણી તેમજ મહેસાણા જિલ્લાના પ્રમુખ હસમુખભાઇ પટેલ દ્વારા અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કિશોર ભાઈ દેસાઈ નું સ્વાગત રમેશભાઈ નાભાણી તેમજ પશ્ર્વિમ કચ્છ જિલ્લા પ્રભારી યોગેશ પોકાર દ્વારા પુષ્પગુચ્છ થી કરવામાં આવ્યું હતુ.

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં તમામ જિલ્લા તાલુકા તેમજ નગરપાલિકા , મહાનગરપાલિકા માં ઉમેદવારો સક્ષમ ઉતારવા અને ગુજરાત આમ  આદમી પાર્ટી ના યુવા ઉપાધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયા ની અધ્યક્ષતા માં યોજાનાર યુવા જોડો યાત્રા ની તૈયારીઓ બાબતે મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી…

દિલ્હી ના સી.એમ અને આમ આદમી પાર્ટી ના સંયોજક અરવિંદ કેજરીવાલ ના આદેશ અનુસાર ઝોનમાં આક્સીમીટર ટેસ્ટ ના પ્રોજેક્ટ હેઠળ દરેક ગામ મહોલ્લા અને વોર્ડ માં કેવી રીતે જવું અને તે લોકો ને મદદરૂપ. થવું તેની તમામ માહિતી ગુજરાત સહ પ્રભારી જીતેન્દ્ર સિંહ તોમરે આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.