Abtak Media Google News

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસ કોવિડ-૧૯ સામેના જંગમાં મૂક યોદ્ધા તરીકે સેવાકાર્ય થકી રોજના ૧ લાખ માસ્ક બનાવી વિનામૂલ્યે વિતરણ કરતા કચ્છી યુવાઓની સેવાપરાયણતાને અભિનંદન પાઠવ્યા છે.

માધાપર (કચ્છ) જૈન સમાજ અને દરજી યુવાઓ સંયુકતપણે રોજના ૧ લાખ માસ્ક તૈયાર કરે છે અને વહિવટીતંત્રના સહયોગથી વિનામૂલ્યે તેનું વિતરણ કરી કોરોના વાયરસ સંક્રમણને ફેલાતું અટકાવવાના મૂક સિપાઇ બન્યા છે.

વિજયભાઇ રૂપાણીએ આ સેવાવ્રતીઓ સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ સંવાદ કરીને તેમની સેવાભાવનાને બિરદાવી હતી.

435B2955 6D1D 4264 B6C0 76993Fd4786D

મુખ્યમંત્રીએ કહ્યું કે, આ લડાઇ લાંબી છે અને જનસહયોગ-લોકજાગૃતિ અને સ્વયં માસ્ક બાંધી રાખવો, વારંવાર હાથ ધોવા જેવા નિયમોના અનુપાલનથી આપણે તેમાં પાર ઉતરવાનું છે.

તેમણે આ સેવાવ્રતીઓની સેવાને ઇશ્વરીય કાર્ય ગણાવતા કહ્યું કે, ઇશ્વરે માનવ સેવાના સારા-ઉમદા કાર્ય કરવાની તમને સૌને પ્રેરણા આપી છે એટલે તમને સૌને આ માસ્ક બનાવવાની અને તેનું વિતરણ કરીને કોરોના વાયરસની આ કપરી સ્થિતીમાં જીવન બચાવવાની સેવા તક મળી છે.

માસ્ક ન પહેરનાર વ્યકિત સ્વયં તો સંક્રમિત થાય છે જ પરંતુ પોતાના મ્હોમાંથી થૂંક-લાળ કે વાતચીત દ્વારા નીકળતા વાયરસથી અન્યને પણ સંક્રમિત કરે છે એટલે કે આત્મહત્યા અને ખૂન બેય ગૂના કરે છે એવો મત વ્યકત કરતાં  વિજયભાઇ રૂપાણીએ આ બે-બે ગૂનામાંથી શકય તેટલા વધુ લોકોને બચાવવાના પ્રેરણા કાર્ય માટે માસ્ક બનાવવાથી વિતરણ સુધીની સેવાપ્રવૃત્તિમાં જોડાયેલા સૌને બિરદાવ્યા હતા અને કચ્છને કોરોનામુકત રાખવાનો સંકલ્પ પાર પાડવા અપિલ કરી હતી.

આ યુવાઓએ પણ કોરોના સામેના જંગમાં રાજ્ય સરકાર મુખ્યમંત્રીના નેતૃત્વમાં જે ઝડપી અને અસરકારક પગલાં લઇ રહી છે તેનો આભાર વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.