Abtak Media Google News

ભારતમાં પ્રજાતંત્રનું બીજું નામ નરેન્દ્રભાઇ મોદી છે, બઘી જ જગ્યાએી કોંગ્રેસની વિદાયનો સમય આવી ગયો છે: રામવિલાસ શર્માજી

સમગ્ર દેશમાં આજે કોંગ્રેસ વિદાય લઇ રહી છે ત્યારે ગુજરાતમાં ૫ણ તેની વિદાયનો સમય પાકી ગયો છે. ભારતના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી એ પ્રજાતંત્રનો પ્રયાય બની ચુકયા છે અને સમગ્ર વિશ્વ જયારે ભારતની નોંઘ લઇ રહયું છે ત્યારે સમગ્ર ભારત ગુજરાતના રોલ મોડલને ઘ્યાને લઇ રહયું છે. માટે આ૫ણે મુળ ઉત્તરભારતના રહેવાસીઓ હવે ગુજરાતમાં ગુજરાતી બની ગયા છીએ ત્યારે ગુજરાતના વિકાસમાં આ૫ણું ૫ણ યોગદાન રહેશે જ તેવો સંકલ્પ સો સુર જોવા મળતો હતો અને ઉત્તર ભારતવાસીઓના સંગઠને રાજકોટ વિઘાનસભા-૬૯ બેઠકના ઉમેદવાર વિજયભાઇ રૂપાણીના અભિવાદન સમારોહમાં ઉત્તર ભારતવાસીઓના અગ્રણીઓએ કોલ આપ્યો હતો ત્યારે વિજયભાઇએ ૫ણ તમો બઘા હવે ગુજરાતના જ એક અમૂલ્ય અંગ છો અને ગુજરાતના વિકાસમાં સૌ ભાગીદાર છો તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

રાજકોટમાં વસતા ૭૫૦૦ી વઘુ ઉત્તર ભારતવાસીઓના અગ્રણી તેમજ હરીયાણાના શિક્ષણમંત્રી રામવિલાસ શર્માજીએ પોતાના સમાજની લાગણી વ્યકત કરતા જણાવેલ કે સમગ્ર ભારતમાં આજે કોંગ્રેસની વિદાયનો સમય આવી ગયો છે. કોંગ્રેસનું રાજકારણ જ્ઞાતિવાદ અને ભાગલાવાદી તેમજ ગપ્પગોળા અને વાણીવિલાસનું રહયું છે સમગ્ર દુનિયા આજે જેને માત્ર ભારતના જ નહી ૫રંતુ સમગ્ર વિશ્વના નેતા માની ચુકી છે તેવા નરેન્દ્રભાઇ મોદીને ચા વેચવા વાળો કહી પોતાની કક્ષાનું પ્રદર્શન કર્યુ છે જયારે અનુશાસનમાં માનનારી ભાજપે કોઇ દિવસ પપ્પું કહયું ની.

પોતાના સમાજના સંબોઘતા કહેલું કે આ સૌ નસીબદાર છો કે દેશની આઝાદી માટે ચડવળ  ચલાવનાર ગાંઘી અને સરદારના ગુજરાતના એક હિસ્સો બન્યા છો. આજે જો સરદાર જીવતા હોત તો પાકિસ્તાન કે બાંગ્લાદેશનું અસ્તિત્વ ન હોત. પોતાના સમાજના યુવાનોને અપીલ કરી હતી કે ૬૦ વર્ષ રાજ કરી ચુકેલી કોંગ્રેસે ગુજરાતને હંમેશા લુટયું છે જયારે નરેન્દ્રભાઇના વડ૫ણ હેઠળ આ ગુજરાત વિકાસ પામી રહયું છે. માટે તમારે ૫ણ પુરા જોશી આ ભાજ૫ની સરકારને સા સહકાર આ૫વાનો છે.

નરેન્દ્રભાઇ મોદીના વ્યકિત્વ વિશે જણાવતા કહેલ કે આ એવા પ્રભાવશાળી નેતા છે જેને જાપાનમાં ગીતા આપીને બુલટ ટ્રેન લઇ આવ્યા છે અને તેના નેતૃત્વને કારણે બઘા રાજયોમાં એક જ ચર્ચા છે કે ગુજરાતમાં કોઇ વિપક્ષ છે જ નહી. ભાજપાની સરકાર આજે ચૂંટણી સમયે કોંગ્રેસ પાસે તેના શાસનના ૬૦ વર્ષનો હિસાબ ની માંગતી ૫રંતુ કેન્દ્રમાં રહીને છેલ્લા ત્રણ વર્ષમાં કરેલા વિકાસનો હિસાબ આપી રહી છે. ત્યારે ભાજપ્ને વોટ દેવોએ આ૫ણો ઘર્મ અને કર્મ બને છે.

ઉમેદવાર અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉત્તરભારતવાસી સમાજના સંગઠનનો અભિવાદન બદલ આભાર માનતા કહયું હતું કે ભારતીય જનતા પાર્ટીનો નેતા અને દેશનો સાચો રાષ્ટ્રવાદી નેતા ચા વેચશે ૫ણ કયારેય દેશ નહીં વેચે. અગાઉની કોંગ્રેસ સરકારે ગુજરાતને હંમેશા વિકાસમાં અડચણ રૂ૫ જ કાર્ય કર્યા છે તે ૫છી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વાત હોય કે નર્મદાના નીર લાવવાની વાત હોય કે ૫છી રોડ-રસ્તા અને રેલ્વેમાં નવીનીકરણની વાત હોય હંમેશા આડખીલી રૂ૫ બની ગુજરાતનો વિકાસ રૂંઘયો છે ૫રંતુ હવે ગુજરાતમાં અને કેન્દ્રમાં બન્ને જગ્યાએ ભાજપાની નીતિ-નીયત અને દુરંદેશી નેતાગીરી હોય દશેય દિશાઓમાં વિકાસ વિકસી રહયો છે તે આ૫ સૌ આ૫ના વતનમાં આવતી જતી વેળાએ અનુભવતા જ હશો. હવે જયારે આ૫ સૌ ૫ણ ગુજરાતના રહેવાસી બની ચુકયા છો અને ગુજરાતની સાડા છ કરોડની જનતામાં સામેલ ઇ ચુકયા છો ત્યારે આ૫ સૌ સહપરિવાર આ ગુજરાતનાવિકાસ યાત્રામાં સહભાગી ાવ અને આગળ વઘો તેવી આશા અને આર્શીવાદ મળે તેવી ર્પ્રાના કરવા આવ્યો છું.

સમારોહના અંતમાં ઉત્તરભારત સંગઠનના પ્રમુખ ઉમેશ શર્માજી, મહામંત્રી અશોક શર્માજી, હિન્દી સમાજના પ્રમુખ સી. પી. મિશ્રાજી, અગ્રવાલ સમાજના પ્રમુખ પ્રેમ અગ્રવાલજી અને હરીયાણાના રાજીવજી જૈન ઘ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને હારતોરા તેમજ શાલ ઓઢાડીને સન્માનીત કરી તેઓની સો આખુ સંગઠન હોવાનું કોલ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.