Abtak Media Google News

અમેરિકાનો સંરક્ષણ વિભાગ સાબદુ બન્યો

આંતરરાષ્ટ્રીય દબાણની ઐસી તૈસી કરીને ઉતર કોરિયાએ આઈસીબીએમ એટલે કે ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલનું ફરીથી પરીક્ષણ કર્યું છે. એક જ મહિનાની અંદર ઉતર કોરિયા દ્વારા આ બીજી વખત ઈન્ટરકોન્ટિનેન્ટલ મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. અમેરિકાએ જણાવ્યું હતું કે ઉપર કોરિયાનું આ બારમું મિસાઈલ પરીક્ષણ છે. આ મિસાઈલ ૧૦૦૦ કિ.મી.નું અંતર કાપીને જાપાનના સમુદ્રમાં પડયું હતું.આ પરીક્ષણ સાથે ઉતર કોરિયા હવે અમેરિકાને મિસાઈલ હુમલાના દાયરામાં લાવવાની નજીક પહોંચી ગયું છે. તેના કારણે સમગ્ર ક્ષેત્રમાં તંગદિલી વધી ગઈ છે. અમેરિકાના સંરક્ષણ વિભાગે જણાવ્યું હતું કે ઉતર કોરિયા હવે સમગ્ર વિશ્ર્વ માટે ખતરા‚પ બની ગયું છે. ઉતર કોરિયા અમેરિકા માટે પણ સૌથી વધુ ખતરો બની ગયું છે.  આ મિસાઈલ પરીક્ષણ એવા સમયે કરવામાં આવ્યું છે જયારે એક દિવસ પહેલા જ અમેરિકન કોંગ્રેસે રશિયા, ઈરાન અને ઉતર કોરિયા પર નવા અને કડક પ્રતિબંધો લગાવવાની તરફેણમાં મતદાન કર્યું છે. દક્ષિણ કોરીયાની સમાચાર સંસ્થા યોન્હપના જણાવ્યા અનુસાર આ મિસાઈલની પ્રહારક્ષમતા એટલી વધુ છે કે અમેરિકાને પણ નિશાન બનાવી શકશે.આ સમાચાર એજન્સીએ નિષ્ણાંતોને ટાંકીને જણાવ્યું હતું કે આ મિસાઈલના દાયરામાં અમેરિકાના લોસ એન્જલસ સહિત અનેક શહેરો આવી શકે છે.જોકે અમેરિકન સંરક્ષણ હેડકવાર્ટર પેન્ટાગોનના પ્રવકતા જેફ ડેવિસે આ અનુમાનને નકારી કાઢયું છે. તેમણે જણાવ્યું હતું કે ઉતર કોરિયાના મિસાઈલથી અમેરિકાને કોઈ જ ખતરો નથી. ઉતર કોરિયા દ્વારા બેલિસ્ટિક મિસાઈલના પરીક્ષણની જાણ થતા જાપાનના વડા પ્રધાન શિંજો એબેએ તાત્કાલિક દેશની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.