Abtak Media Google News

તેલની રામાયણ અને મહાભારત

રસોઈની વાત આવે ત્યારે રસોઈ વખતે ઉપયોગમાં લેવાતી ખાધ સામગ્રીમાં તેલ અગ્ર સ્થાને આવે છે તેલ એ સ્ત્રીઓની રસોઈમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે તેલ વિશે તો ઘણી બધી વાતો કહેવામાં આવી છે.3 42 અને લખવામાં આવી છે. અને તેલ એ ખરેખર એક ડિબેટનો વિષય પણ કહી કાય જેમાં શંકાને કોઈ સ્થાન નથી. તેલ તેની ગુણવત્તા અને ભાવને લઈને સતત ચર્ચામાં રહે છે.જેમાં ઘણા બધા મત-મતાંતરો પ્રવર્તે છે.2 65તેલનો ઉપયોગ મીઠાઈ, ફરસાણથી લઈને ઘરમાં બનાવાતી રસોઈમાં કરવામાં આવે છે. ખાદ્યતેલની વાત કરીએ તો તેનાં ઘણા બધા પ્રકારો છે. જેમકે સીંગતેલ, કપાસીયા તેલ, તલનું તેલ, નાળીયેરનું તેલ, પામોલીન તેલ, સૂર્યમુખીનું તેલ, સીસમનું તેલ, એવોકાર્ડોતેલ વગેરે.3 41શહેરની વિવિધ ફરસાણની દુકાનોની વાત કરીએ તો અહી બનતા વિવિધ ફરસાણ જેમકે ગાંઠિયા, ફાફડા, ખમણ, પાત્રા વગેરેમાં મોટા પ્રમાણમાં તેલનો ઉપયોગ થતો હોય છે. આ તેલનો વારંવાર ફરીથી પણ ઉપયોગ કરાતો હોય છે. જેને ડોકટરો દ્વારા શરીર માટે નુકશાનકારક ગણવામાં આવ્યું છે.9 11 આ તકે રાજકોટના પંચનાથ ફરસાણમાં ૩૦ વર્ષથી ફરસાણ બનાવતા રાજેન્દ્રભાઈએ જણાવ્યું હતુ કે અમે ૩૦ વર્ષથી ફરસાણનો વેપાર કરીએ છીએ અને કપાસીયા તેલનો ઉપયોગ ફરસાણ બનાવવામાં કરીએ છીએ તેલનો એકવાર ઉપયોગ થઈ જાય પછી અમે તે તેલને કાઢી નાખીએ છીએ.10 15અને બીજીવાર ઉપયોગમાં નથી લેતા આ તકે રાજકોટમાં ૬૦ વર્ષથી કાર્યરત લાબેલા ફરસાણની શોપ પર જતા નૈનાબેને જણાવ્યું હતુ .4 29કે અમે ૬૦ વર્ષથી ફરસાણ બનાવીએ છીએ અને ફરસાણ બનાવવામાં કપાસીયાના તેલનો ઉપયોગ કરીએ છીએ બાકી વધેલા તેલનો ઉપયોગ અમે અન્ય ફરસાણ બનાવવા માટે કરીએ છીએ.8 12આ તકે બિઝ હોટલના શેફ મહાવીર ચારણે જણાવ્યું હતુ કે અમે ખોરાક બનાવવા માટે સીંગતેલ, કપાસીયા તેલ, મસ્ટર્ડ ઓઈલ, ઓલીવ ઓઈલ અને વેજીટેબલ ઓઈલનો ઉપયોગ કરીએ છીએ ખોરાકની ગુણવત્તા જાળવવા તેમજ ટેસ્ટ જળવાઈ રહે એ માટે ખોરાક અનુસાર વિવિધ વેરાયટી સાથેના ખાધ તેલનો અમે ઉપયોગ કરીએ છીએ.

જેમકે ઓલીવ ઓઈલનો ઉપયોગ અને સલાડ બનાવવા માટે કરીએ છીએ એ સાથે કોન્ટીનેટલ ફૂડમાં અમે સીંગતેલ, કપાસીયા તેલ અને મસ્ટર્ડ ઓઈલનો ઉપયોગ કરીએ છીએ. રાજકોટની જનતા માટે બનાવવામાં આવતા ગુજરાતી ફૂડમાં અમે મોટે ભાગે સીંગતેલનો ઉપયોગ કરીએ છીએ.7 16આ તકે રસોઈ સ્ટુડિયોનો શેફ અમી ગણાત્રાએ જણાવ્યું હતુ કે તેલ એ બધાં જ કયુઝનમાં જરૂરી છે. કોઈ એક રેસીપી કે અન્ય વાનગીમાં જે તેક રેસીપીને લઈને તેલનો ઉપયોગ કરવામાં આવે છે જેમકે સાઉથ ઈન્ડિયન ફુડમા આપણે નાળિયેળનું તેલ વાપરીએ છીએ. એ જ રીતે ઈટાલીયન ફુડ કે ઈટાલીયન સલાડમાં ઓલિવ ઓઈલનો ઉપયોગ થાય છે. અથાણાની વાત કરીએ તો તેમાં રાઈનું તેલ અથવા તો રાયડાના તેલનો ઉપયોગ કરવામાં આવે છે.

પંજાબી ફૂડમાં સરસવના તેલનો ઉપયોગ થાય છે. જેથી કરીને પંજાબી ટેસ્ટ મળી રહે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો અહી મગફળીનું તેલ અને કપાસના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. એ પાછળનું એક કારણ એ પણ છે કે જે તે પ્રદેશમાં થતા ચોકકસ તેલનો ઉપયોગ એ રાજયના ખોરાકમાં કરવામાં આવે છે. અને એજ તેલ ખોરાકમાં સારો ટેસ્ટ પણ આપે છે. અમે ત્યાંની આબોહવાને અનુકુળ હોવાથી સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે.

તેલની ખરીદી અને એ પછી જાળવણીની વાત કરીએ તો પહેલાના સમયમાં ઘણ ઘરાઉ એકી સાથે આખા વર્ષનું તેલ ભરવામાં આવતું અને ઘાંચી પાસેથી જ તેલની ખરીદી થી જે શુધ્ધ રહેતું હાલ ઘણી બધી તેલની કંપની અને મિલો જોવા મળે છે. ત્યારે પણ આપણા સૌરાષ્ટ્ર ગુજરાતમાં એ ટ્રેન્ડ મુજબ વાર્ષિક તેલ ભરાય છે.

તેલની શુધ્ધતા વિશે વાત કરીએ તો ગમે તે તેલ પોતાની ઓરીજીનલ સુગંધ છોડતુ નથી છ આઠ મહિના પછી ઘરમાં ભરેલા ડબ્બાના તેલની શુગંધમાં ફેર પડે તો તે થોડુ ઘણું ખરાબ થઈ ગયું તેમ કહી શકાય. આ ઉપરાંત નોનસ્ટીક પેનમાં ઓછુ તેલ નાખવા છતા વધુ પ્રસરે તે તેલ પણ શુધ્ધ કહી શકાય અને તેલ જેમ પાતળુ તેમ શુધ્ધ એ માપદંડ આધારે પણ તેલ શુધ્ધ છે. તેમ કહી શકાય. બધા જ તેલ આપણા સ્વાસ્થ્ય માટે સારા છે. પરંતુ આપણે જે પ્રદેશમાં રહીએ છીએ તે તેલ આપણા સ્વાસ્થ્ય માટે સર્વોત્તમ હોય છે.5 23આ તકે રાજમોતી ઓઈલના સમીરભાઈ શાહે જણાવ્યું હતુ કે બધા જ પ્રકારના તેલ આરોગ્ય માટે સારા જ છે. જેમાં સીંગતેલ, કપાસીયા તેલ, તલનું તેલ અને નાળિયેરનું તેલ ખાવામાં બેસ્ટ છે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે બે વર્ષ પહેલા ડોકટરોની એવી માન્યતા હતી કે તેલથી કોલેસ્ટેરોલ વધે છે. વજન વધે છે.

પરંતુ તે વાત એકદમ ખોટી છે. તેલની ગુણવત્તા અને તેલનો કઈ રીતે વપરાશ કરવામાં આવે છે તે મહત્વનું છે. તેલના પ્રકારોની વાત કરીએ તો મગફળીનું તેલ, કપાસીયાનું તેલ, તલનું તેલ, સૂર્યમુખીના બીજનું તેલ, સીસમનું તેલ, પામોલિન તેલ વગેરે બજારમાં મળી રહ્યા છે.

તેલ એ રસોઈમાં ખૂબજ અગત્યનો ભાગ ભજવે છે. ત્યારે તેલનો યોગ્ય પણે ઉપયોગ કરવો જોઈએ ન કે બેથી ત્રણ વાર વપરાયેલા તેલથી ખોરાક બનાવવો તેનાથી તેલના ગુણધર્મો જળવાતા નથી અને સ્વાસ્થ્યને નુકશાન કરે છે. માટે શુધ્ધ અને સાત્વિક તેલનો આગ્રહ રાખવો જોઈએ.6 19આ તકે કનેરીયા ઓઈલ ઈન્ડસ્ટ્રીઝના દેવાંગ કનેરિયાએ જણાવ્યું હતુ કે અમે છેલ્લા ચાલીસ વર્ષોથી રાણી એડિબલ ઓઈલ બ્રાંડથી માર્કેટમાં છીએ અમે શ‚આત સીંગતેલથી કરેલી પછી જેમ ટ્રેન્ડ ચેન્જ થયો એમ નવા-નવા પ્રોડકટસ એડ કરતા ગયાં કપાસીયા તેલ, મકાઈનું તેલ, સોયાબીન ઓઈલ એ પણ અમે ઉમેર્યું એટલે કે અમે કમ્પ્લીટ એડીબલ ઓઈલની રેન્જ ધરાવીએ છીએ.

તેલની શુધ્ધતા માટે સરકાર દ્વારા બધા જ તેલના પેરામીટર નકકી કરવામાં આવ્યા છે. એ મુજબ અમે એક જવાબદાર બ્રાન્ડ તરીકે ફૂડ એન્ડ સેફટી તેમજ નિયમોનુસાર લેબોરેટરીમાં સ્ટાંડર્ડ મેઈન્ટેઈન કરીને ટેસ્ટીંગ કરીએ છીએ. એ મુજબ તેલની શુધ્ધતાને ધ્યાનમાં રાખીને તેનું પેકીંગ કરીએ છીએ બધા જ તેલ સ્વાસ્થ્ય માટે સારા જ હોય છે.

પરંતુ તેને ઉપયોગમાં લેવાની રીત અને જાળવણી એ ખૂબજ અગત્યની બની જાય છે. બજારમાં તેલમાંથી જે ફૂડ બનાવાય છે. તે તેલ શુધ્ધ છે કે પછી તેનો વારંવાર રીયુઝ કરી ખોરાક બનાવાય છે.તે બાબતને પણ સ્વાસ્થ્ય માટે નજર અંદાજ ન કરી શકાય તેલનો કેવી રીતે ઉપયોગ કરો છો અને કેવા તેલનો ઉપયોગ કરો છો તે વધારે મહત્વનું બની જતું હાય છે.

તેલના ૧૫ કિલોના આજના ભાવ

તેલ

ભાવ (નવાટીન)

ભાવ (જૂના ટીન)

           ૧. સીંગતેલ                ૧૭૧૦               ૧૬૭૦
           ૨. કપાસીયા                ૧૩૦૦                ૧૨૬૦
           ૩. કોર્ન ફલોર                 ૧૨૪૦                 —–
૪. સન ફલાવર૧૩૦૦

—–

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.