Abtak Media Google News

1લી જુલાઇના રોજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિનની રાજકોટ ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેના સંદર્ભે રાજકોટ આઇસીએઆઇ દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના દિવસે ર100 વૃક્ષો ઉછેરવાનું સંકલ્પ લેવામાં આવ્યું છે. આ સાથે આઇસીએઆઇ દ્વારા ફલેટ હોસ્ટીલ, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા હતા. 1 જુલાઇ 2021ના રોજ ચાર્ટર્ડ એકાઉન્ટનટ ડે નીમીતે રાજકોટ સીએ બ્રાન્ચ દ્વારા 73માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ફલેટ હોસ્ટીલ અને બ્લડ  ડોનેશન દ્વારા ઉજવણી: સીએના વિદ્યાર્થીઓ પણ રહ્યા ઉપસ્થિત

પરંપરાગત રીતે ચેરમેન સીએ હાર્દિક વ્યાસ દ્વારા આઇસીએઆઇ ફલેટને સીએ તેમજ સીએ વિfeaદ્યાર્થીઓની ઉ5સ્થિતિમાં ફરકાવવામાં આવ્યો હતો.આ પ્રસંગે ઉદબોધનમાં સીએ હાર્દિક વ્યાસે જણાવ્યું કે આધુનિકરણના યુગમાં ટેકનોલોજી સતત બદલાતી રહે છે. આ સાથે અર્થતંત્રમાં ધંધા ઉઘોગોઓની આંતરીક પ્રક્રિયા પણ બદલાતી રહે છે. સીએ તરીકે આપણે અકાઉટીંગ પ્રક્રિયામાં પણ જરુરી ફેરફારો કરતા રહેવું જોઇએ સીએ તરીકે આપણું આ અર્થતંત્રમાં આગવું સ્થાન છે અને સાથે જવાબદારી પણ છે. સીએ પાસેથી અપેક્ષાઓ પણ વધતી જાય છે.

વધુમાં વધુ પારદર્શિતા તેમજ વિવિધ કાયદાકીય ફેરફારોને ઘ્યાનમાં લઇ આપણે ઓડિટીંગ પ્રક્રિયામાં પણ ફેરફારો કરવા જરુરી છે.સીએ ડે નીમીતે ચેરમેન સીએ હાર્દિક વ્યાસે સીએ તેમજ સીએ વિદ્યાર્થીઓના સહયોગથી ર100 વૃક્ષો વાવવાની ખાસ જાહેરાત કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે ફકત વાવણી જરુરી નથી તેમની કાળજી અને માવજત પણ એટલી જ જરુરી છે જેથી તે ઊગી શકે આ માટે સદભાવના વૃઘ્ધાશ્રમના સહયોગથી ત્રણવર્ષ સુધી એક એક વૃક્ષની જાણવાની પણ કરવામાં આવશે.

આ તકે, પ્રેસિડેન્ટ સીએ નિહાર જાંબુસરિયા તેમજ વાઇસ પ્રેસિડેન્ટ સીએ દેબાશીશ મિત્રાએ પણ વિડીયો મેસેજ દ્વારા પ્રાસંગિક વકતવ્ય આપી સીએ ડેની શુભેચ્છાઓ આપી હતી.  સીએ દિવસના ભાગ રુપે તા. 30 જુનના રોજ અકાઉન્ટ અવેરનેસ પ્રોગ્રામ, 1 જુલાઇએ એ-ફલેટ હોસ્ટીગ, બ્લડ ડોનેશન કેમ્પ અને ની:શુલ્ક મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યુેં હતું.

આ કાર્યક્રમો યોજવામાં રાજકોટ બ્રાંચના ચેરમેન સીઅ. હાર્દિક વ્યાસ, વાઇસ ચેરમેન સીએ જીજ્ઞેશ કોઠારી, સેક્રેટરી તથા ચેરમેન સીએ ભાવિન દોશી સહીતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.