Abtak Media Google News

અસ્માનો અટેક જેને કારણે આવે છે એ ટ્રિગર્સને સમજવા અને એનાથી  બચવું પણ એટલું જ જરૂરી છે. વળી આ ટ્રિગર્સ ફક્ત બાહ્ય પરિબળો જેમ કે ધૂળ, પ્રદૂષણ કે ઍલર્જિક તત્વો જ ની હોતાં; પરંતુ વ્યક્તિની માનસિક પરિસ્િિત જેમ કે ટ્રોમા, સ્ટ્રેસ, ડર, ઉદાસીનતા, એકલતા વગેરે પણ ટ્રિગર તરીકે વર્તે છે. આજે વર્લ્ડ અસ્મા ડે નિમિત્તે જાણીએ અસ્માના મેનેજમેન્ટ માટે જરૂરી બાબતો

સમગ્ર દુનિયામાં લગભગ ૧૦૦ી ૧૫૦ મિલ્યન લોકો અસ્માી પીડાય છે અને આ આંકડો વધતો જ જાય છે. વળી દુનિયાભરમાં દર વર્ષે અસ્માી નારો મૃત્યુઆંક ઍવરેજ ૧,૮૦,૦૦૦ છે. ભારતની વાત કરીએ તો અહીં ૧૫-૨૦ મિલ્યન લોકો અસ્માી પીડાય છે. એમાં પણ આપણે ત્યાં ખાસ પાંચી અગિયાર વર્ષનાં ૧૦-૧૫ ટકા બાળકોમાં આ રોગ જોવા મળે છે, જે ચિંતાનો વિષય છે. શ્વાસને પ્રાણવાયુ કહેવાય છે અને જો એને સંબંધિત કોઈ તકલીફ હોય તો નક્કી એ પ્રાણઘાતક બની જતી હોય છે. આજનો આ દિવસ મનાવવા પાછળનો મૂળ હેતુ એ છે કે લોકોમાં જાગૃતિ ફેલાય કે અસ્માને મેનેજ કરી શકાય છે અને એને ક્ધટ્રોલમાં રાખી શકાય છે. આજે આપણે અસ્માના મેનેજમેન્ટ વિશે ખાસ સમજીશું.

  • ટ્રિગર્સ શોધો

જે વ્યક્તિને અસ્મા છે તે વ્યક્તિની ફેફસામાં હવા લઈ જનારી અને એમાંી હવાને બહાર કાઢનારી શ્વાસનળીઓમાં સોજો આવે છે. આ સોજાને લીધે શ્વાસનો આ માર્ગ ખૂબ જ સંવેદનશીલ બની જાય છે અને એને કારણે અસ્માનાં ચિહ્નો જોવા મળે છે. શ્વાસમાં સિસોટી જેવો અવાજ, છાતી ભારે વી, કફ, ટૂંકા શ્વાસ વગેરે જેવાં ચિહ્નો દરદીમાં જોવા મળે છે. આ ચિહ્નો હોય ત્યારે કહેવાય છે કે દરદીને અસ્માનો અટેક આવ્યો છે. આવાં ચિહ્નો સો પહેલી વાર કોઈ દરદી ડોક્ટર પાસે જાય તો તેની ટેસ્ટ ાય છે અને એ ટેસ્ટ દ્વારા તેનું યોગ્ય નિદાન ાય છે. આ નિદાનમાં દરદીને અસ્મા છે એટલું સાબિત કરવું પૂરતું ની. દરદીને કયાં કારણોી આ રોગ યો છે એ શોધવું પણ ખૂબ જ જરૂરી છે. એટલે કે અમુક ટ્રિગર્સ હોય છે, જેને કારણે આ પરિસ્િિત ઊભી તી હોય છે. એ ટ્રિગર્સને જાણી લેવાં ખૂબ જરૂરી છે. આ બાબતે બોમ્બે હોસ્પિટલના ચેસ્ટ ડિપાર્ટમેન્ટનાં હેડ અને ચેસ્ટ ફિઝિશ્યન ડોકટર કહે છે, અસ્માના મેનેજમેન્ટમાં દવાઓનો ખૂબ મોટો ફાળો છે. પરંતુ એવું ન ઈ શકે કે દરદી ફક્ત દવા લઈ લે એટલે બસ. મહત્વનું એ છે કે દરદીને અસ્માનો પ્રોબ્લેમ કયાં કારણોસર છે એ જાણવું અને એ કારણોી બચવું. અસ્મા મેનેજમેન્ટમાં આ અત્યંત જરૂરી બાબત છે.

  • માનસિક પરિસ્થિતિ અને શ્વાસ

ટ્રિગર્સ તરીકે ધૂળ, ધુમાડો, હવાના અમુક કેમિકલ્સ, પાળતુ પ્રાણીઓ અને એમની આજુબાજુ સરજાતું વાતાવરણ, હવામાંનો વધતો ભેજ વગેરે દેખીતાં પરિબળો છે; જેને લીધે વ્યક્તિને અસ્માનો અટેક આવી શકે છે. વ્યક્તિને આવા કયા પરિબળી ઍલર્જી છે એ જાણવું જરૂરી છે અને એનાી બચવું પણ. પરંતુ ફક્ત બાહ્ય પરિબળો જ વ્યક્તિના અસ્માના અટેક પાછળ જવાબદાર હોતાં ની. ઘણાં માનસિક કે આંતરિક પરિબળો પણ હોય છે જે આ માટે જવાબદાર બની શકે છે. વ્યક્તિની માનસિક પરિસ્િિત અને શ્વાસને ઘણો સીધો સંબંધ છે એ સમજાવતાં પી. ડી. હિન્દુજા હોસ્પિટલના ક્ધસલ્ટન્ટ ચેસ્ટ ફિઝિશ્યન ડોકટર કહે છે, માનસિક અવસ પ્રમાણે શ્વાસ બદલાતો રહે છે. જ્યારે વ્યક્તિ એકદમ ખુશ હોય ત્યારે તેનો જે શ્વાસ હોય એ એકદમ શાંત હોય ત્યારે તેના શ્વાસ કરતાં ઘણો જુદો હોય છે. જ્યારે-જયારે આપણે સ્ટ્રેસમાં હોઈએ, ડર લાગતો હોય, માનસિક રીતે વિચલિત ઈ ગયા હોઈએ ત્યારે નોંધવું કે આપણા શ્વાસમાં ફરક આવી ગયો છે એટલું જ નહીં; આ કન્ડિશન શ્વાસની નળીઓને સેન્સિટિવ બનાવે છે, જેને લીધે એ નળીઓ પર કોઈ ઍલર્જિક તત્વોની અસર વાની શક્યતા વધી જાય છે. લાગણીઓની અસર શ્વાસનળી પર ાય જ છે, પરંતુ એ પણ હકીકત છે કે એ વ્યક્તિએ-વ્યક્તિએ જુદી હોય છે. લાગણીઓ જેમ કે અસુરક્ષાનો ભાવ, ડર, કોઈ નજીકની વ્યક્તિને ગુમાવી દીધા પછી ભાસતો ખાલીપો વગેરે શ્વાસ પર અસર કરે છે. જરૂરી ની કે દરેક વ્યક્તિમાં આ શ્વાસનો પ્રોબ્લેમ અસ્મારૂપે જ સામે આવે. પરંતુ અસ્માના દરદીમાં એવું બનતું હોય છે કે તેની અમુક પ્રકારની માનસિક પરિસ્િિત અસ્માને ટ્રિગર કરે.

  • સ્ટ્રેસ અને અસ્મા

ઘણાં એવાં રિસર્ચ છે, જે બતાવે છે કે મોટા ભાગનાં બાળકોને એક્ઝામ સમયે અસ્માનો અટેક આવે છે. એવાં બાળકો, જેમનો અસ્મા હંમેશાં ક્ધટ્રોલમાં રહેતો હોય તેમને પણ એક્ઝામ સમયે તકલીફ વધતી જોવા મળે છે. એ દર્શાવે છે કે સ્ટ્રેસ વધવાી રોગ પર અસર ાય છે. આ સંબંધ સમજાવતાં ડોકટર, દાદરના અમેરિકન ર્બોડ સર્ટિફાઇડ અસ્મા-ઍલર્જી સ્પેશ્યલિસ્ટ ઇમ્યુનોલોજિસ્ટ ડોકટર કહે છે, વ્યક્તિને જ્યારે કોઈ પણ પ્રકારની ચિંતા, ડર કે અસુરક્ષાની ભાવનામાંી પસાર વું પડે છે ત્યારે એ ભાવ તેના મગજમાં સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે અને આ સ્ટ્રેસ શરીરમાં કોર્ટિઝોલ નામના હોર્મોનના સ્રાવ માટે જવાબદાર બને છે અને એડ્રિનાલ નામની ગ્રંિ એડ્રિનલિન નામના ર્હોમોનના ાવ માટે જવાબદાર બને છે. આ બન્ને હોર્મોન કોર્ટિઝોલ અને એડ્રિનલિન મળીને અમુક કેમિકલ બનાવે છે, જે સીધાં વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને અસર પહોંચાડે છે અને શરીરમાં ઇન્ફ્લેમેટરી ડિસીઝ માટે જવાબદાર બને છે. અસ્મા એ રોગોમાંનો એક છે.

  • સંપૂર્ણ ઇલાજ

માંદા પડીએ ત્યારે આપણે શારીરિક અને માનસિક તકલીફોને અલગ-અલગ તારવીએ છીએ. શરીરને જ્યારે સંપૂર્ણ ફોર્મમાં જોવામાં આવે ત્યારે કોઈ પણ રોગનું મૂળભૂત કારણ સમજી શકાય છે અને એના પર કામ કરીએ તો એને જડી હટાવી શકાય છે. આ વાત સમજાવતાં ધ અધર સોન્ગ ઍકેડેમીનાં ડીન અને હોમિયોપે ડોકટર કહે છે, હોમિયોપીમાં અમે ફક્ત શારીરિક ચિહ્નોને મહત્વ આપતા ની. અમે એ પણ જોઈએ છીએ કે દરદી કઈ-કઈ પરિસ્િિતમાં પસાર ઈ હતી જેને કારણે તે આવી શારીરિક તકલીફો ભોગવી રહી છે. તેની સામાજિક, માનસિક, શારીરિક દરેક પરિસ્િિતને સમજીને દરદી કઈ બાબતે કયા પ્રકારનું રીઍક્શન આપે છે એ જાણીને અમે તેના માટે એક રેમેડી શોધીએ છીએ. આ રેમેડી તેના સંપૂર્ણ શરીરને ઠીક કરે છે અને એ રીતે રોગને સંપૂર્ણ કાબૂમાં કરી શકાય છે એટલું જ નહીં, ઘણા કેસમાં એ રોગને જડી પણ દૂર કરી શકાય છે. એટલે જ અસ્મા જેવા રોગોમાં લોકો હોમિયોપી પર વધુ વિશ્વાસ મૂકે છે.

  • દવાઓ સિવાય કઈ વસ્તુઓ મહત્વની?

અસ્માના મેનેજમેન્ટમાં દવાઓ મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ દવાઓ સિવાયની કઈ વસ્તુઓ મહત્વની છે, જેના પર ધ્યાન દેવું જરૂરી છે એ જાણીએ ડોકટર અને ડોકટર પાસેી.

  1. અસ્માના મેનેજમેન્ટમાં એ સમજવું જરૂરી છે કે દરેક દરદી અલગ છે. એટલે દરેક દરદીનો ઇલાજ એકસરખી રીતે ઈ શકે નહીં.
  2. મહત્વની વાત એ છે કે કઈ વસ્તુ દરદીમાં અસ્માનો અટેક લાવે છે એ ટ્રિગર્સને શોધવાં. કયા પ્રકારનાં બાહ્ય પરિબળો, કયા પ્રકારનાં આંતરિક પરિબળો અવા તો બન્ને પરિબળોનું કેવું કોમ્બિનેશન છે જે દરદીને અટેક સુધી લઈ જાય છે એ સમજવું જરૂરી છે.
  3. ત્રીજી મહત્વની વસ્તુ એ છે કે આ પરિબળોી પોતાની જાતને બચાવવી; જેમ કે ધૂળી પ્રોબ્લેમ હોય તો સ્વચ્છ વાતાવરણમાં જ રહેવું, જ્યાં ધૂળ હોય ત્યાં પોતાને રક્ષણ આપવું. આ સિવાય અસ્માના દરદીએ પાળતુ પ્રાણીઓી પણ દૂર રહેવું જરૂરી છે.
  4. આ સિવાય જે માનસિક પરિબળો અસર કરે છે એ માટે સામાન્ય રીતે યોગ, પ્રાણાયામ, ધ્યાન જેવી ટેક્નિકનો રેગ્યુલર ઉપયોગ કરી શકાય, જેનાી માનસિક સ્વસ્તા લાવવામાં ઘણી મદદ મળી રહે છે.
  5. અમુક દરદીઓ અસ્મા સો ડિપ્રેશન પણ ધરાવતા હોય છે અને તેમનું ડિપ્રેશન અસ્માના મેનેજમેન્ટમાં બાધક બનતું હોય છે. આવા કેસમાં ડિપ્રેશનનો ઇલાજ કરવો જરૂરી છે. સાઇકોલોજિકલ રીતે સામાન્ય ઊલપાલ હોય તો એ પ્રાણાયામ અને ધ્યાની ઠીક ઈ શકે છે, પરંતુ જો રોગ જ હોય તો એનો ઇલાજ કરવો જરૂરી છે.
  6. એમનેમ પણ અસ્માના દરદીઓને મેનેજમેન્ટ માટે બ્રીધિંગ ટેક્નિક્સ એટલે કે પ્રાણાયામ ઘણા જ મદદરૂપ તા હોય છે. જ્યારે તકલીફ હોય ત્યારે જ નહીં, રેગ્યુલર એ કરવા જોઈએ જેી અટેકની ફ્રીક્વન્સી કાબૂમાં રહે છે.
  7. આ સિવાય ડાયટ પણ મહત્વનો ભાગ ભજવે છે. આર્ટિફિશ્યલ કલર્સ, પ્રિઝર્વેટિવ્સ, મોનોસોડિયમ ગ્લુટામેટ વગેરે જેમાં હોય એવો ખોરાક ન જ ખાવો જોઈએ; કારણ કે એ આ તકલીફ ઊભી કરી શકે છે.
  8. અસ્માના દરદીને સતત શરદી કે સાઇનસની તકલીફ રહેતી હોય કે ઍસિડિટી પણ રહેતી હોય તો તેને અસ્માનો અટેક વારે-વારે આવી શકે છે. એટલે તેણે તરત જ તેની શરદી અને સાઇનસનો ઇલાજ કરાવવો જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.