Abtak Media Google News

કોરોનાની બીજી લહેરને  અટકાવવા  રાજય સરકાર દ્વારા આશિક લોકડાઉન કરવામાં આવ્યા બાદ કેસમાં ઘટાડો  થતા સમયાંતરે વેપાર ધંધામાં  છૂટછાટ આપવામાં આવી છે.  કોરોના હળવો થતા આજથી  વેપાર ધંધા  રાત્રીનાં 9 કલાક  સુધી ખુલ્લા રખાશે અને રાત્રિ કર્ફયુ રાત્રિના 10 કલાકથી સવારના છ કલાક સુધી  અમલમાં રહેશે સાથે સાથે અનેક છૂટછાટ આપવામાં આવી છે.રાજકોટમાં આગામી તા.ર7 ને રવિવારથી નહીં પરંતુ  આજથી તા.ર6 ને શનિવારથી જ તમામ દુકાનો, વાણીજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપીંગ કોમ્પ્લેક્ષ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી બજાર, હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારીક ગતીવિધીઓ સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે તે પ્રકારનું જાહેરનામું ે પોલીસ કમિશનર  મનોજ અગ્રવાલે બહાર  પાડવામાં આવ્યું હતું

Advertisement

જાહેરનામું તા.10 જુલાઈ સુધી અમલમાં રહેશે. આ અગાઉ નવા નિયમો રવિવારથી લાગુ પડશે તેવું જાહેર કરાયું હતું. પરંતુ આજે પોલીસ દ્વારા નવા નિયમો આવતીકાલ શનિવારથી જ લાગુ કરાશે તેમ જણાવાયું છે. આ સાથે જ શહેરમાં હવે માત્ર સ્કુલો,કોચિંગ સેન્ટરો(ઓનલાઈન શિક્ષણ સિવાય) અને સ્વિમીંગપુલ, વોટરપાર્ક, સ્પા જ બંધ રહેશે. બાકીની તમામ વ્યાપારીક ગતિવિધિઓ રોજના 1ર કલાક સુધી ચાલુ રાખી શકાશે.

જો કે હજુ પણ વેપારીઓને સવારે છ વાગ્યે જયારે કર્ફયુનો સમય પુરો થાય છે. ત્યારથી જ દુકાનો ખોલવાની છુટ અપાઈ નથી. વેપારીઓ સવારે 9 વાગ્યા પછી જ દુકાનો ખોલી શકશે. રાત્રે દસ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી કર્ફયુ અમલમાં રહેશે. રેસ્ટોરન્ટમાં અગાઉ પ0 ટકાની મહતમ ક્ષમતા સાથે ગ્રાહકોને બેસવા દેવાની છુટ હતી જે હવે 60 ટકા કરવામાં આવી છે. આ ઉપરાંત રેસ્ટોરન્ટ રાત્રીના 1ર વાગ્યા સુધી હોમ ડીલેવરીની સુવિધા ચાલુ રાખી શકશે.

જીમ પણ 60 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. લગ્ન માટે હવે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહતમ 100 વ્યકિતઓ હાજર રહી શકશે. અંતિમક્રિયા અને દફનવિધિ માટે ર0 માંથી વધારી 40 વ્યકિતઓની મંજુરી આપવામાં આવી છે. તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિ, શૈક્ષણિક કાર્યક્રમો ખુલ્લામાં મહતમ ર00 વ્યકિતઓ સાથે અને બંધ સ્થળે જગ્યાની ક્ષમતાથી મહતમ પ0 ટકા પરંતુ ર00 વ્યકિતઓની મર્યાદામાં યોજી શકાશે. આજ રીતે પેસેન્જર વાહનોમાં અગાઉ પ0 ટકા પેસેન્જરની છુટ સામે આ સંખ્યા હવે 7પ ટકા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.