Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માંન ધરાવતા ભારતના અર્થતંત્રને પાંચ ટ્રિલિયન અમેરિકન ડોલર નું કદ આપવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષ્યાંક ની જ્યારે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે અર્થતંત્રની આ વિરાટ પરિકલ્પના હકીકતથી જોજનો દૂર હોવાનું કેટલાક રાજકીય સમીક્ષકો એ પોતાના મંતવ્ય વ્યક્ત કર્યો હતો

મન હોય તો માળવે જવાય ની ઉકતીમાં હવે અર્થતંત્ર નો વિકાસ દર તેજીથી આગળ વધી રહ્યો હોવાનો સંકેત સ્પષ્ટ બન્યા છે દેશનો વિકાસ દર વર્તમાન પરિસ્થિતિ અને વૈશ્વિક આર્થિક મંદી  સામા પૂરે તરીને પ્રથમ ત્રિમાસિકમાં જ વિકાસ દર 11 ટકાથી વધુનો વૃદ્ધિદર પ્રાપ્ત કરે તેવો માહોલ દેખાઈ રહ્યા છે

કોરોના મહામારી એ વિશ્વને મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકી દીધું હતું અનેક નાના-મોટા દેશોમાં તેજુરી તળિયાઝાટક થઇ ગઇ હોય તેવી સ્થિતિમાં સમગ્ર વિશ્વ આર્થિક મંદીથી આંચકો ખાઈ ગયું હતું તેવા સંજોગોમાં સરકારની લાંબા ગાળાની ગણતરી પૂર્વકની નટચાલ હવે પરિણામદાયી બની હોય તેમ ચાલુ નાણાકીય વર્ષ 2021-રર માં જ અર્થતંત્રનું વૃદ્ધિદર 8 4 તે વધીને 10.1 અને આવતાં ત્રણ મહિનામાં વિકાસ દર ડબલ ડિજિટ માં પ્રવેશ કરી લેવામાં સફળ થશે દેશના વૃદ્ધિ દરને કૃષિક્ષેત્રના વિકાસ અને ક્રૂડ ઇકોનોમિમાં  ટેક્સ સંતુલન આંતરરાષ્ટ્રીય બજારમાં જ્યારે ક્રૂડના ભાવ નીચા હતા ત્યારે એક્સાઇઝ ડ્યુટીનું સંતુલન ડોલરની ખરીદી રાજકીય મૂડી ઊભી કરીને અર્થતંત્રને સધ્ધર બનાવવામાં આવ્યું તેના પરિણામો હવે દેખાઈ રહ્યા છે

નિકાસમાં વધારો આયાતમાં ઘટાડો સારા વર્ષથી ખેત પેદાશોમાં વધારો અને ખાસ કરીને બેંકિંગ ક્ષેત્રમાં હલો રેકોર્ડ બ્રેક એક લાખ કરોડના નફા સહિત આર્થિક પરિમાણોમાં ઉતરી પાંચ ટ્રિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચાડવાનો રસ્તો આસાન બનાવી રહ્યો છે

એક તરફ દુનિયા આખીમાં આર્થિક અને ઔદ્યોગિક વિકાસ માં આવ્યા ની બૂમરેંગ નથી રહ્યો છે ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા સ્ટાર્ટ અપ, મેક ઇન ઇન્ડિયા અનેવિકાસ વધારી આયાત ની અવેજીમાં સ્થાનિક ચીજવસ્તુઓ વાપરવાના ઊભા થયેલા સંજોગોથી  વિદેશી હૂંડિયામણ ની બચતખેડૂતો આવકમાં વધારો કરવા માટે ટેકાના ભાવમાં વૃદ્ધિ ખેડૂતોને આર્થિક સહાય જેવી રણનીતિ ના પરિણામો દેખાઈ રહ્યા છે અત્યારની પરિસ્થિતિ જો યથાવત રહેશે તો આગામી દિવસોમાં વિકાસ દરમાંચીનને પણ પાછળ રાખી દેશે વિકાસદરનું બેવડા અંક માં પ્રવેશ એટલે આર્થિક મહાસત્તા બનવા તરફ પગલા લેવાનું શરૂ થઇ ચૂક્યું ગણાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.