Abtak Media Google News

એક શિક્ષક ચાલુ ફરજે વ્યસન કરતા ઝડપાતા શિક્ષાત્મક કાર્યવાહી કરાઈ

Advertisement

મોરબી : મોરબી જિલ્લામાં મિશન વિદ્યા અંતર્ગત અનિયમિતતા દાખવનાર બે શાળાઓને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી છે. ઉપરાંત એક શિક્ષક ચાલુ ફરજે વ્યસન કરતા પકડાતા તેની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે.

મોરબી જિલ્લાના હળવદ ખાતેથી તાજેતરમાં મિશન વિદ્યાનો પ્રારંભ થયો છે. મિશન વિદ્યા હેઠળ પ્રિય બાળકોને અલગ રીતે સારું શિક્ષણ પ્રદાન કરવાની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ શાળાઓની મુલાકાત લઈને આ અંગે ચકાસણી કરે છે.

ચકાસણી દરમિયાન બે શાળામાં મિશન વિદ્યા અંતર્ગત અનિયમિતતા જોવા મળતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ બન્ને શાળાઓને નોટિસ ફટકારી છે. જેમાં આ બે શાળામાં પ્રિય બાળકોને અલગ ન રાખવા અને મોડા આવવા જેવી અનિયમિતતા અંગે નોટિસ આપવામાં આવી છે. ઉપરાંત એક શિક્ષક ચાલુ ફરજે વ્યસન કરતા પકડાતા તેની સામે શિક્ષાત્મક પગલાં લેવાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.