Abtak Media Google News

કેન્દ્ર સરકારે આધાર ઓથેન્ટિકેશનને મંજૂરી આપી દીધી, જેથી હવે સ્થાનિક તંત્રને આધારની વિગતો આપમેળે મળી જશે

કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે જન્મ અને મૃત્યુના રજિસ્ટ્રેશન માટે હવે આધાર કાર્ડ આપવાની જરૂર રહેશે નહિ. કારણકે સરકારે આધાર ઓથેન્ટિકેશનને મંજૂરી આપી દીધી છે.કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. હવેથી જન્મ અને મૃત્યુના રજિસ્ટ્રેશન માટે આધાર ઓથેન્ટિકેશનને મંજૂરી આપી દેવામાં આવી છે.

Advertisement

રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયાના ઓફિસને આ મામલે આધારના ડેટાબેઝના ઉપયોગની મંજૂરી આપી દેવામાં આવી છે. જેનાથી હવે રજિસ્ટ્રેશન માટે આધારકાર્ડ આપવાની જરૂર નહીં રહે.  અહેવાલ અનુસાર ગૃહ મંત્રાલયે એક ગેઝેટ નોટિફિકેશન જાહેર કરી હતી અને તેમાં જણાવ્યું હતું કે રજિસ્ટ્રાર જનરલના કાર્યાલયની સાથે સાથે વસતી ગણતરી કમિશનર પર આ પ્રકારના રજિસ્ટ્રેશન કે નોંધણી માટે આધાર ઓથેન્ટિકેશન ને સ્વીકારે.

તેની પાછળ સરકારનો ઉદ્દેશ્ય સેવાઓ સુધી શ્રેષ્ઠ પહોંચ અને જીવનને સરળ બનાવવાનો છે જેના માટે ભારતીયોને શ્રેષ્ઠ રહેણીકરણી મળી શકે. જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રેશન એક્ટ 1969 હેઠળ કહેવાયું છે કે નિયુક્ત રજિસ્ટ્રારને રિપોર્ટિંગ ફોર્મ જન્મ કે મૃત્યુમાં માગવામાં આવેલી અન્ય વિગતો સાથે લેવામાં આવી રહેલ આધાર નંબર વેરિફિકેશન માટે સ્વૈચ્છિક આધાર પર હાં કે ના આધાર પ્રમાણિકરણ કરવાની મંજૂરી અપાશે. સરકારે રજીસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ એક્ટ, 1969 હેઠળ તેની પરવાનગી આપી છે. નોટિફિકેશન જણાવે છે કે નિયુક્ત રજિસ્ટ્રાર પાસે જન્મ અથવા મૃત્યુ રિપોર્ટિંગ ફોર્મમાં માંગવામાં આવેલી અન્ય માહિતી સાથે આધાર નંબરની ચકાસણી માટે સ્વૈચ્છિક ધોરણે હા કે ના પસંદ કરવાનો વિકલ્પ હશે.

નવા બાળકના જન્મના કિસ્સામાં, માતાપિતા અને માહિતી આપનારની ઓળખ આપવી જરૂરી છે. રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન આધાર વેરિફિકેશનનો ઉપયોગ કરીને સરકાર દ્વારા બનાવવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.