હવે આંખના ચેપ “કાચનો ટૂકડો” જણાવી દેશે

ભારત અને યુકેના વૈજ્ઞાનિકોએ આંખના ઇન્ફેક્શનની તપાસ કરવા “સ્માર્ટ કોન્ટેક્ટ લેન્સ” બનાવ્યા

આંખ એ શરીરનું સંવેદનશીલ અંગ છે એમાં પણ ખાસ કરીને આંખમાં જૂદા જૂદા કારણો ને લીધે વિવિઘ પ્રકારના ચેપ થતા હોય પરંતુ ઘણી વખત વ્યક્તિ એટલી સજાગ પણ હોતી નથી અને સમયસર સારવાર ન લેતા  વ્ક્ને આંખની દ્રષ્ટિ ગુમાવવાનો પણ વારો આવી જાય છે.

એમાં પણ ખાસ કરીને કોરમાં કાળ પછી મ્યુકરમાઈકોસિસ એટલે કે કાળી ફૂગના કારણે દ્રષ્ટિ ગુમાવવાનો વારો પણ આવ્યો હતો. પરંતુ હવે વ્યક્તિએ ચેપ જરા પણ ડરવાની જરૂર નથી ભારતના આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની એક ટીમે યુકેમાં સ્માર્ટ કોન્ટેક લેન્સ બનાવ્યા કે જેનું પરીક્ષણ હાથ ધર્યું છે કે જેના દ્વારા ત્વરિત આંખોના ચેપ ખૂબ જ સહજતાથી ચેક કરી શકે છે આ પ્રોજેક્ટ બ્રિટિશ યુનિવર્સિટી સાથે સંકળાયેલો છે.

શેફર્ડ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ બ્રેડ ફોર્ડ અને ભારતની એલ વી પ્રસાદ ઇન્સ્ટિટયૂટ દ્વારા એલાન નો ઉપયોગ હવે લોકો ઘરમાં જ જાતે કરી શકે અને વિશ્વવ્યાપી લોકોમાં થતા અંધાપાને રોકી શકે એટલું જ નહીં એવી પણ આશા સેવાય રહી છે કે ફંગલ ઇન્ફેક્શનને કારણે વિકસિત દેશોમાં પણ લોકોના મૃત્યુ થતા હોય છે તેને પણ નિવારી શકાય છે.

એલ વી પ્રસાદ આઈ ઇન્સ્ટિટયૂટ ના ડોક્ટર પ્રશાંત ગર્ગ ના કહેવા મુજબ આંખોનું ઇન્ફેક્શન એ ખૂબ જ ગંભીર સમસ્યા છે કે જેને કારણે લોકોને ઓછું દેખાતું કે પછી આંધળાપણું આવી જાય છે આ સમસ્યા ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં છે.

જો સમયસર ઇન્ફેક્શનની જાણ થઈ જાય અને સાચી રીતે સારવાર કરવામાં આવે તો વ્યક્તિને દ્રષ્ટિ ગુમાવવાનો વારો નહીં આવે “સ્માર્ટ કોન્ટેક્ટ લેન્સ” એ એક ખૂબ જ મોટી ક્રાંતિ સર્જી શકે છે મુખ્ય હેતુ આંખોના થતા ઇન્ફેક્શનનો ત્વરિત રિપોર્ટ આપવાનો છે.

સ્માર્ટ કોન્ટેક્ટ લેન્સ દ્વારા હાલ થતી આંખોની તપાસ પદ્ધતિએ સમય લે છે ત્યારે હવે આ ટેકનોલોજી ને એ રીતે વિકસાવવામાં આવે કે લેન્સના રંગો દ્વારા આંખોમાં કયો બેક્ટેરિયા કે ફૂગ છે તે પણ જાણી શકાય એટલું જ નહીં અને આ તસવીર ફોનમાં લઈને આંખોની તપાસ માટે જાણકાર ડોક્ટરને પણ મોકલી શકાય જેથી કરીને દર્દીને એન્ટિબાયોટિક ની પણ જરૂર ન પડે અને ત્વરિત સારવાર મેળવી શકાય સ્માર્ટ કોન્ટેક્ટ લેન્સનો મુખ્ય હેતુ એ છે કે કોઈપણ જાતની તાલીમ ન હોવા છતાં પણ વ્યક્તિ જાતે જ પોતાના ઘરે આંખની સ્વતપાસ કરી શકે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ જાહેર કરેલા એક રિપોર્ટ મુજબ ફૂગ થી થતા રોગ વિશ્વ વ્યાપી વધી રહ્યા છે. એમાં પણ ખાસ કરીને જે વ્યક્તિઓની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય અને કોરોનની ઝપેમાં આવ્યા હોય એ લોકો પર રિસર્ચ હાથ ધરવામાં આવ્યું હતું કે જે લોકો કોરોનાનીની ઝપેટમાં આવ્યા પછી સ્ટીરોઇડ આપીને સારવાર કરાઈ હોય, મ્યુકર માઈકોસિસ ફૂગ થી ઇન્ફેક્શન થયેલું હોય તેમને પણ આંખના ચેપ વધુ ઝડપથી ફેલાતા હોય છે. એમાં પણ ખાસ કરીને ભારતમાં ન્યુકર માઈકોસિસને કારણે લોકોના મૃત્યુદરમાં વધારો જોવા મળ્યો હતો. ડોક્ટર ના કહેવાના માનવા મુજબ 50% દર્દીઓમાં સ્ટીરોઈડને કારણે રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે તથા શરીરનું રક્તચાપ ફૂગ ને વધવા માટે પ્રોત્સાહન આપે છે. આ સાથે વાતાવરણમાં આવતા બદલાવને કારણે પણ આંખોમાં ઇન્ફેક્શનનો રહેતો હોય છે

સ્માર્ટ કોન્ટેક્ટ લેન્સ પ્રોજેક્ટ ખૂબ જ મોટી શ્રેણીમાં ભંડોળ મેળવી રહ્યું છે કે જેમાંયૂકેઆરઆઇ, સંરક્ષણ મંત્રાલય, ઇનોવેટ યુકે, ગ્રો મેડ ટેક તેમજ સ્મીથ નેફ્યુ જેવી એજન્સીઓનો સમાવેશ થાય છે. સ્માર્ટ કોન્ટેક્ટ લેન્સ આંખના ચેપ થી થતા મૃત્યુ અને આંધળાપણું રોકવા આશીર્વાદ સમાન બનશે.