Abtak Media Google News

ઇઝરાયેલના વૈજ્ઞાનિકોએ ‘નેનો વેકસીન’ની શોધ કરી

માનવી મૃત્યુંજય મેળવવા માટે સતત પ્રયાસમાં ગળાડુબ રહેતા આવ્યા છે. વિજ્ઞાનીકો માનવજાતને અમરપટ્ટો અપાવવા સતત સંઘર્ષ કરી રહ્યા છે જો કે હજુ સુધી મૃલ્યને નાથી શકાય તેવી કોઇ સંજીવની મળી નથી પરંતુ મૃત્યુના  જેવી ઘણી બધી લાઇલાજ બિમારીઓની અસરકારક સારવારની ચાવીઓ મનુષ્યના હાથમાં આવતી જાય છે. જેનાથી મૃત્યુ નહિ પરંતુ જીવનનો સમયગાળો વધારવાની દિશામાં ઘણું બધુ મેળવ્યું છે.  ઇઝરાયેલાના વિજ્ઞાનીઓએ ચામડીના કેન્સર માટે અકસીર ગણાતી ‘નેનો વેકસીન’(રસી) ની શોધ કર્યાનો દાવો કર્યો છે. અત્યારે કેન્સર એટલે ‘કેન્સલ’ની માન્યતા પ્રર્વતી રહી છે. પરંતુ હવે ૯૦ ટકા થી વધુ પ્રકારના કેન્સરને ઝડપથી ફેલાતો રોકી શકાય છે. અથવા તો પીડાદાયી મૃત્યુ નિવારી શકાય છે.

ઇઝરાઇલની તૈલઅવિવના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇઝરાઇલના સંશોધકોએ ચામડીના કેન્સર માટે અકસીર ઔષધીનુ નિર્માણ કરવામાં સફળતા મેળવી છે.

ચામડીમાં રહેલો ‘મેલેવનોમાં’ પર અસર કરી શકે તેવી નેનો રસીને ચામડીના કેન્સર માટે તૈયાર કરવામાં આવેલી ચામડીના મેલેનીન પર અસરકારક મેલેનોમાં રસીનું ઉંદરડાઓ પર સફળ પ્રયોગ કરીને ચામડીના કેન્સરના પ્રાથમીક તબકકામાં અસરકારક મેલેનોમાં રસીનું ઉંદરડાઓ પર સફળ પ્રયોગ કરીને ચામડીના કેન્સરના પ્રાથમીક તબકકામાં અસરકારક નિયંત્રણનું પરિણામ મેળવ્યું હતું. તાજેતરમાં જ નેચર નેનો ટેકનોલોજી વિષયઉપર પ્રસિઘ્ધ થયેલા સંશોધનલેખમાં મેલાનોમાંની ઉપલબ્ધનો વર્ણન કરવામાં આવ્યું છે અને નેનો સુક્ષ્મકણો પર અસરકારક રીતે કામ કરનારી મેલોનોમાં રસી ચામડીના કેન્સર માટે અકસીર સાબીત થશે તેવો દાવો કરવામાં આવ્યો છે. પ્રો. કર્યનેરોએ દાવો કર્યો છે કે અમે માનીએ છીએ કે અમારી મેલેનોમાં રસીની આ શોધ ચામડીના કેન્સર ઉપરાંત અન્ય કેન્સરના પ્રાથમીક તબકકાનો ઇલાજ માટે અસરકારક રસ્તો મળ્યો છે. ચામડીના કોષો અને ખાસ કરીને મેલેનીનના વિકાસ અને ચામડીના કેન્સરના ક્ષતિરૂપ  કોષોમાં અસરકારક  રીતે કામ કરનારી આ બસી હાલમાં પ્રવાહી રુપમાં તૈયાર કરવામાં આવી છે. ઉંદર ઉપર પ્રયોગોમાં મેલેનોમાં ૧૦૦ ટકા પાસ થઇ ગઇ છે આ રસી હવે ટેબલેટ સ્વરુપમાં પણ બનાવવામાં આવશે. નેનો વેકસીનની આ શોધ અન્ય ક્ધસરોની દવામાં પણ ઉપયોગી બનશે.

તેલઅવીવ વિશ્ર્વ વિદ્યાપીઠના વિજ્ઞાનીકોના દ્વારા તૈયાર કરવામાં આવેલી આ રસી પરથી અન્ય પ્રકારના કેન્સરની દવા પણ તૈયાર કરવામાં આવશે તેવો વિજ્ઞાનીકોએ દાવો કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.