Abtak Media Google News

ગત માર્ચ 2020થી શરૂ થયેલ વૈશ્ર્વિક મહામારીએ સમગ્ર વિશ્ર્વ સાથે ભારતમાં પણ હાહાકાર મચાવ્યો છે. આજે 20 મહિનાથી હજી પણ બે આંકડાના કેસ કે મૃત્યુ જોવા મળે છે. એક્ટીવ કેસોની સંખ્યા હજી જોવા મળે છે. જેમાં નવા કેસોની સામે સાજા થયેલા કેસોની સંખ્યા વધારે જોવા મળતા તે સારી બાબત છે. નિયંત્રણોને કારણે આપણે કોરોનાને અંકુશ કરી શક્યા છીએ. પણ હજી સંપૂર્ણ નાબૂદ કરી શક્યા નથી. આરોગ્ય ક્ષેત્રે વધતી સવલતો અને જાગૃતિને કારણે કોવિડ-19ને નાથવામાં કે કંટ્રોલ કરવામાં સફળતા મળી છે.

હાલની સ્થિતીમાં સૌ માનવા લાગ્યા કે કોવિડ-19 ચાલ્યો ગયો પણ તેને બાયબાય કહેવાની હજીવાર છે. ત્રીજી લહેરનો ભય સતત જઝુંમી રહ્યો છે. લોકોની લાપરવાહી જ ક્યાંક ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ ન આપી બેસે એ સૌએ જોવું પડશે. આજે તો કોવિડ-19 નબળો પડતાં લોકો બેદરકારી સાથે ભીડમાં જોવા મળી રહ્યાં છે. પવિત્ર શ્રાવણ માસે મંદિરોમાં ગીરદી જોવા મળી રહી છે. જે ભયજનક સાબિત ન થાય તે જોવું જોઇએ. મોટા મંદિરોમાં વિરપુર, દ્વારકા જેવા એ તહેવારોમાં મંદિરો બંધ રાખીને અગમચેતી વાપરી છે. રોગચાળા સમયે નાગરિકોની પણ ફરજો હોય છે, તેના અંકુશના સરકારી પગલામાં સાથ સહકાર આવશ્યક છે.

કોવિડ-19 નબળો પડતાં લોકોની ભીડ-તહેવારોની ઉજવણી સાથે શ્રાવણી પર્વની ઉજવણીના અતિરેકમાં ફરી કોરોના વકરે નહીં તેની તકેદારી કોણ રાખશે

હાલના કે આવતા મહિનાઓમાં આપણાં તહેવારો આવી રહ્યાં છે ત્યારે સામાજીક અંતર-માસ્ક અને હેન્ડવોશ જેવી તકેદારી સૌ નિભાવે તે જરૂરી છે. બધા જ તકેદારી રાખશે તો જ આપણે કોરોના સામેની લડાઇ જીતી શકીશું. પવર્તમાન ચોમાસાની ભેજવાળી ઋતુ સાથે ઠંડુ-ગરમ વાતાવરણ મિક્સ થવાને કારણે શરદી, તાવ, ઉધરસ કે પાણીજન્ય કોલેરા જેવા રોગોએ માથુ ઉચક્યું છે ત્યારે કોરોનાને પ્રસરતા બહુવાર નથી લાગતી. નિષ્ણાંતો ત્રીજી લહેરની અગમચેતી રાખવા સલાહ આપી રહ્યાં છે તો વિશ્ર્વ આરોગ્ય સંસ્થા પણ હજી કોરોના સંપૂર્ણપણે નાબૂદ ન થયાની વાત કરી રહ્યું છે તેવા સંજોગોમાં દરેક નાગરિકની જવાબદારી વહન કરે તે જરૂરી છે.

કોરોનાને બાય-બાય કે ‘ટાટા’ કહેવાનો સમય હજી દૂર છે એ ન ભૂલવું જોઇએ કારણ કે કોરોના હજી આપણી આસપાસ છે. આપણું ઘરને આપણે પોતે સ્વચ્છ રહીને પૌષ્ટિક આહાર લઇએ તો પણ ઘણા રોગોથી આપણે બચી શકીએ છીએ. કોરોના કાળનાં છેલ્લા 20 મહિનામાં આપણને ઘણું શિખવા મળ્યું સાથે દેશના તમામ સેક્ટરો તેનાથી પ્રભાવિત થયા હોવાથી હવે લોકડાઉન આપણને પોષાય તેમ નથી.

Coro

સાવચેતી એજ સલામતીના ભાગરૂપે લોકજાગૃતિ સાથે કોરોનાની નિયંત્રણ ગાઇડ અનુસરવી સૌને માટે હિતાવહ છે

મોટા ભાગના વાયરસને ઋતુની અસર થતી જોવા મળે છે પણ આ કોરોના વાયરસે આપણી ત્રણેય ઋતુ શિયાળો, ઉનાળોને ચોમાસું જોઇ લીધી છે. આજે પણ દેશમાં હજારો નવા કેસ કોવિડના જોવા મળે છે તેથી સૌ એ ચેતવાની જરૂર છે. આપણે માસ પ્રમોશન આપીને શિક્ષણની ગાડી ધીમેધીમે ચલાવવાનું શરૂ કર્યું પણ હજી ધો.6 થી 8ને ધો.1 થી 5 ખોલી નથી શક્યા તેવા વાતાવરણ લાપરવાહી  હવે ચલાવી ન શકાય. નાના બાળકો આમેય ઋતુજન્ય રોગોમાં ઝડપથી સપડાઇ જતા હોવાથી અને વાયરસમાં ભિન્નતા સાથે તેના નવા ક્લેવર કે લહેર આવવાથી સૌથી વધુ જોખમ બાળકો ઉપર છે તે દરેક માં-બાપે ભૂલવું ન જોઇએ.

આજે ગમે ત્યાં બજારો કે હરવા-ફરવાનાં સ્થળો રજા કે શનિ-રવિના દિવસે થતી ભીડ જોતા સૌના મનમાં ડર લાગે છે કે ક્યાંક ફરી કોરોના તો નહીં વકરે ને ? સૌ પોતે પોતાના પરિવારને સાચવે સાથે તેના ઘરમાં ઇન્ફેક્શન ન લાગે તે જોવે તે બધા માટે હિતકારી છે. વિશ્ર્વભરનાં દેશોમાં જ્યાં કોરોના નાબૂદ જેવી સ્થિતીમાં હતો ત્યાં ફરી હજારો કેસો આવતા ફરી મેડીકલ સાયન્સ ધંધે લાગી ગયું છે. હાલના વાતાવરણમાં સૌથી અગત્યની બાબત ખોરાક છે તેના પર દરેક નાગરિકે ફોકસ કરવું પડે કારણ કે ખોરાકથી રોગપ્રતિકારક શક્તિ વધવાથી ઇન્ફેક્શનના ચાન્સ સાવ નહિવત થઇ જાય છે. શરીરમાં રોગની સામે પ્રતિકાર શક્તિ વધતા રોગ ભાગે છે.

છેલ્લાં 20 મહિના અને આગામી મહિનાઓમાં પણ કોવિડ-19 આપણી આસપાસ જ હોવાથી તેનાથી સાવચેત રહેવું સૌની પહેલી પ્રાથમિકતા છે. જો કે સરકારી પ્રયાસોને બિરદાવવા પડે કે આવડી મોટી મુશ્કેલીમાંથી આપણે સાંગોપાંગ નીકળી ગયા છીએ. આપણાં ગુજરાતમાં સતત કેસો ઘટતાં જોવા મળી રહ્યાં છે જે એક સુખદ સમાચાર છે પણ ફરી કોરોનાને વકરતા વાર નહીં લાગે તે એટલું જ નગ્ન સત્ય છે. શાળાએ જતાં બાળકોએ પણ સાવચેતીના પગલાઓ અનુસરવા પડશે તો શાળા સંકુલો-સંચાલકોને શિક્ષકોએ બાળકોની માનસિક સ્થિતીના સાથે પ્રિવેન્સન કંટ્રોલ બાબતે સતત વોચ રાખવી પડશે.

એક વાત નક્કી છે કે કોરોના ગમે ત્યારે, ગમે ત્યાંથી કે ગમે તેને ચેપ લગાડી શકે છે. જો લોકોમાં જનજાગૃતિ હશે તો જ તેનો બચાવ કરી શકશે. આજે બજારોમાં ઘણા લોકો હજી માસ્ક વગર રખડતા જોવા મળે છે, તો ભીડવાળી જગ્યાએ કોઇ સામાજીક અંતર જાળવતું નથી જે અતિ ભયજનક બાબત છે. આજે ગામડા કે શહેરોમાં ડર વગરના માહોલમાં ફરતાં સૌ ડરી રહ્યાં છે. બધાને હવે તો એમ છે કે કોવિડ-19 ચાલ્યો ગયો પણ હજી તેના વિવિધ સ્વરૂપો આવી જ રહ્યાં છે તે ભૂલતા નહીં. દરરોજ નિત નવા કલર બદલતો કોરોના વાયરસ સામે જનતાએ લડવા જાગરૂકતા હાંસલ કરવી પડશે.

હજી કોરોના તમારી આસપાસ જ છે!!

આજે જ્યાં જુઓ ત્યાં ભીડનો માહોલ તો રજા કે શનિ-રવિમાં ફરવાના સ્થળોએ થતી ભીડ જ્યારે જોવા મળે છે. ત્યારે સૌને પ્રશ્નો થાય છે કે ફરી કોરોના વકરશે નહીંને !! એક વાત સૌ એ ભૂલવી ન જોઇએ કે હજી કોરોના તમારી આજુબાજુ જ છે. આજે પણ તમો દેશમાં, રાજ્યમાં બે કે ત્રણ આંકડામાં નવા કેસો આવી રહ્યાં છે જો કે તેની સામે સાજા થનારાની સંખ્યા ઘણી મોટી હોવાથી રાહતના સમાચાર બધેથી મળી રહ્યાં છે પણ વાયરસમાં મ્યુટેશન (ભિન્નતા) આવતાં તે નવી લહેર સાથે ફરી આપણી પર આક્રમણ ન કરે તે માટે સૌએ તકેદારી રાખવી હિતાવહ છે. ગમે તે રોગચાળો હોય ત્યારે નાગરિકોએ અમુક ફરજો સાથે ગાઇડ લાઇનનું પાલન કરવું જરૂરી છે, ફરજીયાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.