Abtak Media Google News

સરકાર હાલ અનેક નવા પ્રયત્નો દેશને વિકાસશીલ બનાવવા મુદ્ે હાથ ધરી રહી છે, ત્યારે હવે સરકારી નેશનલ હાઇવે જલ્દી જ પ્રાઇવેટ ઓપરેટરોના હવાલે કરાશે. જેથી સરકારી ભંડોળમાં વૃધ્ધિ થશે તેનાથી નવા રોડ-રસ્તાઓનું નિર્માણ ગતિથી શક્ય બનશે. રોડ ટ્રાન્સપોર્ટ તેમજ હાઇવે અધિકારીઓ રુ. ૧૦,૦૦૦ કરોડ ભંડોળ મેળવવાની આ વર્ષ માટે ધરાવે છે, જે સરકાર સંચાલિત નેશનલ હાઇવે હેઠળ ટોલ ઓપરેટ ટ્રાન્સફર મોડેલ દ્વારા સંચાલન કરવામાં આવશે. ૯ પ્રોજેક્ટ માટે આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં ૭૦૦ કિ.મી.ના કોન્ટ્રક્ટ માટે બોલી લગાવી જ દેવામાં આવી છે. જેની ડેડ લાઇન જાન્યુઆરી ૯ સુધીની રાખવામાં આવી છે. પ્રાઇવેટ ઓપરેટરો આ પ્રોજેક્ટ હેઠળ વળતર મેળવી ૭ થી ૮ ટકા સરકારી ભંડોળમાં વધારો કરશે. જો કે હાલ સરકાર ઓફ- બજેટ ભંડોળ રુ.૭,૦૦૦ કરોડ મસાલા બોન્ડમાં સિંગાપોર સ્ટોક એક્સચેન્જ માટે વધારવાની તૈયારી કરી રહી છે. જો કે રોડ- ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી ક્ધસટ્રક્શન માટે ૧૫,૦૦૦ કિ.મી. રોડ હાઇવે વધારવાનો ટાર્ગેટ ધરાવે છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.