Abtak Media Google News

2023ના શૈક્ષણિક વર્ષથી બન્ને બ્રાન્ચમાં પ્રવેશ અપાશે: નેશનલ એજ્યુકેશનના ભાગરૂપે ફાર્મસી અને ટેકનોલજીના નવા કોર્સ શરૂ કરાશે

દેશની સાથે રાજ્ય પણ હવે ટેકનિકલ ક્ષેત્રે કદમ મિલાવી રહ્યું છે જેના ભાગરૂપે આજનો યુવાન ટેકનિકલ ક્ષેત્રે આગળ વધે તે માટે ગુજરાત યુનિવર્સિટી ટેકનિકલ કોર્સ શરૂ કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નેશનલ એજ્યુકેશનના ભાગરૂપે ફાર્મસી અને ટેકનોલજીના નવા કોર્સ શરૂ કરાશે. યુનિવર્સિટીમાં 2023ના શૈક્ષણિક વર્ષથી હવે આ બંને બ્રાંચમાં પ્રવેશ આપવામાં આવશે. જેમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાક્રમોની નવી શરૂઆત કરવામાં આવશે.

નેશનલ એજ્યુકેશનના ભાગ રૂપ હવે નવા કોર્સ ગુજરાત યુનિવર્સિટીખાતે શરૂ કરવામાં આવશે. ગુજરાત યુનવર્સિટી છેલ્લા 70 વર્ષોથી અલગ અલગ વિદ્યાશાખામાં પ્રવેશની પ્રક્રિયા કરતી આવી છે. તેમાં હવે ગુજરાત યુનવર્સિટી ટેકનિકલ કોર્સ શરૂ કરશે. જેના ભાગરૂપે ગુજરાત યુનવર્સિટી દ્વારા ફાર્મસી અને ટેકનોલજીના અભ્યાસ શરુ કરવામાં આવશે. 2023ના શૈક્ષણિક વર્ષથી બન્ને બ્રાંચમાં પ્રવેશઆપશે.

ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાક્રમો શરૂ થશે

બીટેક, એરોનોટિક્સ, સ્પેસ સાયન્સ, રેડિયેશન સાયન્સ અને ઓરોઝન કોર્સ સહિતના ફામર્સી અને ટેક્નોલોજીના ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાક્રમો શરૂ કરવામાં આવશે. ફાર્મસી વિભાગમાં એમ.એસ.સી અને એમ.ટેકના કોર્સ શરૂ થશે. સાથે બીએસસી અને બીટેકનો પણ પ્રારંભ કરાશે.એટલું જ નહીં પાંચ વર્ષના ઈન્ટીગ્રેટેડ કોર્સ પણ કરાવવામાં આવશે.બીટેક અને એમ. ટેકમાં સ્પેશીયલાઈસ કોર્સીસ ઉપરાંત એવીએશન, એરોનોટીક્સ જેવા આંતરરાષ્ટ્રીય અભ્યાસ ક્રમો પણ શરૂ કરવામાં આવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.