Abtak Media Google News

દેશભરમાં ૩૦૭ પાસપોર્ટ સેવા કેન્દ્ર બનાવાયા

પાસપોર્ટ બનાવવા માટે રજીસ્ટર ઓફિસે ધકકા ખાવાની સમસ્યા હવે ભુતકાળ બની જશે. કારણકે તમે મોબાઈલ એપની મદદથી ભારતના કોઈપણ ખુણેથી પાસપોર્ટ માટેની અરજી કરી શકો છે અને રસપ્રદ વાત તો એ છે કે તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પાસપોર્ટ તમારી ઘરે જ પહોંચી જશે. પાસપોર્ટ મેળવવાની મુશ્કેલીને ઓછી કરવા વિદેશમંત્રી સ્વરાજે આ એપની જાહેરાત કરી હતી.

તેમજ નરેન્દ્ર મોદી સરકારના ડિજિટલ ઈન્ડિયા અભિયાન હેઠળ મંત્રાલયે પાસપોર્ટ સેવા દિવસના પ્રસંગે જ એપનું લોન્ચીંગ કર્યું હતું. તમે પાસપોર્ટ સેવા એપ ગુગલ પ્લેસ્ટોર પર જઈને ડાઉનલોડ કરી શકો છો. આ એપની મારફતે તમે પાસપોર્ટ સાથે સંકળાયેલા કામ સરળતાથી કરી શકશો. તેમજ જન્મ તારીખના દાખલાની સમસ્યા પણ દુર કરવામાં આવી છે હવે આધાર, ડ્રાઈવિંગ લાઈસન્સ અથવા એવા જ સરકારી માન્યતા પ્રાપ્ત દસ્તાવેજો પર લખેલી જન્મ તારીખને જ માન્ય ગણવામાં આવશે.

સુષ્મા સ્વરાજે કહ્યું કે, અત્યારે દેશમાં કુલ ૩૦૭ પાસપોર્ટ સેવા કેન્દ્ર છે. છેલ્લા ચાર વર્ષમાં દેશમાં પાસપોર્ટ ક્રાંતિ થઈ છે. અમે છેલ્લા ચાર વર્ષમાં કુલ ૨૧૨ પાસપોર્ટ સેવા કેન્દ્ર ખોલ્યા છે. તેમજ સાધુ-સંતો અને છુટાછેડા મેળવેલી પત્નીઓ માટેના નિયમો પણ સરળ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.