Abtak Media Google News

વોચ ઉપર ૨૮% જીએસટીથી દાણચોરી વધવાની શક્યતા

કોઈ વસ્તુ ઉપર વધુ પડતુ કર ભારણ તે વસ્તુની દાણચોરી પાછળ કારણભૂત હોય છે. એકસાઈઝ અને કસ્ટમના કારણે અગાઉ સોનાની દાણચોરીનું પ્રમાણ ખુબજ હતું. હવે ઘડીયાળો ઉપર ૨૮ ટકા જીએસટી દરના કારણે ઘડીયાળોની દાણચોરી વધવાની દહેશત ટાટાગ્રુપની ટાયટન દ્વારા વ્યકત કરાઈ છે.

વિશ્ર્વના કોઈપણ દેશમાં ઘડિયાળો ઉપર ૨૮ ટકા કર નથી. ભારતમાં ૨૮ ટકા જીએસટીના કારણે ઘડીયાળોની દાણચોરી થશે. અલબત ઈન્પુટ ટેકસ ક્રેડીટના કારણે હાલ મોટી કંપનીઓ ઘડીયાળોના ભાવ વધારવાના મૂડમાં નથી. જો કે ૨૮ ટકા જીએસટીનું ભારણ જયારે લાગશે ત્યારે કંપનીઓ ભાવ વધારવાનું શ‚ કરશે તે સમયે ઘડીયાળોની દાણચોરી શ‚ થવા લાગશે તેવું માનવામાં આવે છે. હાલ ટાઈટન જેવી માંધાતા કંપનીએ પણ ૨૮ ટકા જીએસટીના કારણે દાણચોરી થવાની દહેશત વ્યકત કરી છે. અગાઉ સોના ઉપર એકસાઈઝ સહિતની ડયુટીના કારણે દાણચોરીનું પ્રમાણ જોખમી સ્તરે પહોંચી ગયું હતું. હાલ પણ સોનાની દાણચોરીના અનેક કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે. હવે ઘડીયાળના ક્ષેત્રમાં પણ સોના જેવી હાલત થવાની શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.