Abtak Media Google News

ટુંક સમયમાં આઇટી વિભાગની ઇ-ફાઇલીંગ વેબસાઇટ પર ઇ-પ્રોસેસિંગ નામની લિંક જાહેર થશે  જેનાથી કરદાતાઓ આઇટીઆર ફાઇલ કરી શકશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ જાહેર કર્યુ છે કે, આવકવેરા વિભાગ સાથેની ટેક્સપેયર અને ટેક્સમેન વચ્ચેની કાર્યવાહી નવા નાણાકીય વર્ષથી ઓનલાઇન થશે. સીબીડીટીના આ નિર્ણય દ્વારા કરદાતા અને અધિકારીઓ વચ્ચે હ્યુમન ઇન્ટરફેસ (માનવીય પ્રતિક્રિયા) ઓછી થશે. જેનાથી છેડછાડ અને ભ્રષ્ટાચારને નાબુદ કરી શકાશે.

ઇ-પ્રોસેસિંગ નામની એક લિંક અથવા વિંડો જલદીથી વિભાગની ઇ-ફાઇલિંગ વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. આ લિંક અથવા વિંડોનો ઉપયોગ વર્તમાનમાં આવકવેરો રીટર્ન (આરઇટીઆર) ફાઇલ કરવા માટે કરદાતાઓ દ્વારા કરવામાં આવશે.

વેબસાઇટને ટેક્સ વિભાગના આંતરિક ઓનલાઇન બિઝનેસ એપ્લીકેશન પોર્ટલની સાથે જોડવામાં આવી છે. જેથી કરીને મૂલ્યાંકન અધિકારી (એઓ) નવા કાર્યો કરી શકે કે જ્યાં કરદાતાઓને નિયમિત મુદ્દાઓ જેવા કે તપાસ સંબંધી મુદ્દાઓ અને ફરિયાદ માટે આવકવેરા વિભાગ કાર્યાલયની મુલાકાતે આવવુ નહીં પડે.

આ સંબંધમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી) દ્વારા એક નોટીફીકેશન જાહેર કરવામાં આવ્યું હતું. સીબીડીટીએ કરવિભાગ માટેના નીતિ-નિર્માણની સંસ્થા છે.

સીબીડીટીએ ઇ-સંચારની નવી પ્રક્રિયાને આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ની હેઠળ તમામ કાર્યવાહી માટે સમય-સમય પર સક્ષમ થવાના અનુસાર લાગુ કરી છે. આ ઇ-સંચારની નવી પઘ્ધતિ સ્વૈચ્છિક છે. કરદાતા ઇન્કમટેક્સ અસેસમેન્ટ આ ઇ-સિસ્ટમ એટલે કે ઓનલાઇન રીતે કરાવી શકશે. અથવા અગાઉની જેમ આઇટી વિભાગની મુલાકાત લઇ તમામ દસ્તાવેજો દર્શાવી કરાવી શકશે. કરદાતા દ્વારા વેબસાઇટ પર નોંધણી કરાવ્યા બાદ તુરંતજ તેનું ક્ધફર્મેશન એસએમએસ મળી જશે. જે તેમનું રજિસ્ટર સફળપૂર્વક થઇ ચુક્યુ છે તેમ દર્શાવશે.

આ ઇ-પ્રોસેસિંગ હેઠળ તમામ પ્રકારની નોટીસ, પ્રશ્ર્નો અને આઇટી એક્ટની કલમો હેઠળ આપવામાં આવેલા સલાહ-સુચન પત્રો વગેરેનો સમાવેશ છે. આ ઇન્કમટેક્સ અસેસમેન્ટની ઓનલાઇન પઘ્ધતિથી કરદાતાઓ તેમજ આઇટી વિભાગના અધિકારીઓનો ઘણાખરા અંશે કામનો બોજો ઘટશે તેમજ કરદાતાઓએ આઇટી વિભાગ કાર્યાલયની મુલાકાતે જવુ નહિ પડે. આ ઉપરાંત માનવીય સંકલન ઘટતા ભ્રષ્ટાચાર થવાની સંભાવના ઓછી થઇ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.