Abtak Media Google News

ભાજપના વરિષ્ઠ નેતાઓ અને મંત્રીઓ મત ક્ષેત્રોમાં જઈ સરકારની ઉપલબ્ધીઓ અંગે લોકોને માહિતગાર કરશે

આગામી લોકસભા ચૂંટણીમાં ઝળહળતી સફળતા મેળવવા ભાજપે અત્યારી જ માઈક્રો પ્લાનીંગ શ‚ કરી દીધુ છે. વર્ષ ૨૦૧૪ની વિધાનસભા ચૂંટણીમાં જે ૧૨૦ બેઠકો ઉપર પરાજય મળ્યો હતો તે બેઠકોને અંકે કરવા ભાજપે માસ્ટર પ્લાન ઘડી કાઢયો છે. આ બેઠકોના કાર્યકરોને વડાપ્રધાન મોદી સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં મેળવેલી ઉપલબ્ધી અંગે માહિતગાર કરવામાં આવશે. જીએસટીના ફાયદા, એનસીઈબીસી પંચના ગઠન અને ભીમ એપની રચનાી નારા ફાયદા લોકો સુધી પહોંચે તેવી ગોઠવણ ભાજપે કરી છે.

વર્ષ ૨૦૧૪માં હારેલી લોકસભાની ૧૨૦ બેઠકોમાં ઘણી બેઠકો એવી છે જે આગામી લોકસભામાં જીતી શકાય તેમ છે તેવું ભાજપના નિષ્ણાંતોનું માનવું છે. આ બેઠકો જીતવા માટે સરકારની સફળતાઓ મતદારો સુધી પહોંચાડવા કાર્યકરોને શિક્ષીત કરવામાં આવશે.

ભાજપના વરિષ્ઠ નેતાઓ અને મંત્રીઓને આ ૧૨૦ મત વિસ્તારોમાં મોકલવામાં આવશે. તેઓ તે મત વિસ્તારમાં રોકાશે અને લોકોને ભાજપ સરકારની કામગીરી અંગે માહિતી આપશે. આ પ્રચાર માટે તા.૬ એપ્રિલ એટલે કે, ભાજપની સપના દિવસ અવા ૧૪ એપ્રિલ બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિનો દિવસ નક્કી કરવામાં આવશે.

ભાજપ પ્રમુખ અમિત શાહને હૈદરાબાદ, ગૃહમંત્રી રાજનાસિંઘને કલકત્તા, ટેકસ ટાઈલ્સ મંત્રી સ્મૃતિ ઈરાનીને ર્નો કલકત્તા અને અમેઠી, વિત મંત્રી અ‚ણ જેટલીને બેંગ્લોરના ગ્રામ્ય વિસ્તારોમાં, માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને નિજામાબાદમાં તેમજ મંત્રી ઉમા ભારતીને હાવડામાં, કાયદા મંત્રી રવિશંકર પ્રસાદને હુગલીમાં, સંસદીય બાબતોના મંત્રી અનંતકુમારને મહેબુબનગરમાં, આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડાને ત્રિશુરમાં, પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ગુણામાં અને ઉર્જા મંત્રી પીયુષ ગોયલને રોહતગમાં લોકોને સરકારની યોજનાઓી વાકેફ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.