Abtak Media Google News

રાષ્ટ્રપતિ ભવન એટલે રાષ્ટ્રપતિનું ઓફિશીયલ રહેઠાણ અને દેશનાં દરેક નાગરીકને તે ભવ્ય ઇમારત જોવાની ઇચ્છા હોય છે જે લોકો દિલ્હી ફરવા ગયા હશે તેણે અચુંક બહારથી રાષ્ટ્રપતિ ભવન જોંયુ જ હશે પરંતુ હવે તેને અંદરથી તેનું આક્રીટ્રેક્ચર પણ જોવા મળશે.

Advertisement

રાષ્ટ્રપતિ ભવન અંગ્રેજોના શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું. જ્યારે કલકત્તાને છોડી દિલ્લીને નવી રાજધાની બનાવવામાં આવી હતી અને તેને વાઇસરોયનાં ઘર તરીકે ઓળખવામાં આવતું હતું. રાષ્ટ્રપતિભવનની ખાસિયત વિશે વાત કરીએ તો એ ઇમારત દુનિયાની મોટામાં મોટી ઇમારતોમાં સ્થાન ધરાવે છે. તેમજ તેના બાંધકામમાં ૭૦૦ મિલિયન ઇંટનો ઉપયોગ થયો છે. જે કદાચ તે જમાનાની એક મહત્વની વાત ગણાય.

જેમાં ૩૪૦ રુમ છે. ૨૦,૦૦૦ સ્કવેર ફૂટનું વિશાળ ક્ષેત્રફળ ધરાવે છે. તો ભારતની આ એક ઐતિહાસિક ઇમારત સમા રાષ્ટ્રપતિભવનની મુલાકાત તો એકવાર લેવી જ જોઇએ જેના માટે http:rashtrapati sachivalaya.gov.in/rbtour પર ઓનલાઇન બુકિંગ કરાવી શકો છો અને જ્યારે તે સ્થળની મુલાકાત માટે જાવો છો ત્યારે એક ભારતીય નાગરિક હોવાનું ફોટાવાળુ પ્રુફ સાથ લઇ જવું ફરજીયાત છે અને જો વિદેશી પ્રવાસી હોય તેને પોતાનો ઓટીજનલ પાસપોર્ટ સાથે રાખવો ફરજીયાત બને છે. અઠવાડિયામાં ગુરુ, શુક્ર, શનિ અને રવિ એમ ચાર દિવસ તે ખુલ્લુ રહેશે તેમજ કોઇ રાજપત્રિત રજા હોય તો જ બંધ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.