Abtak Media Google News

 સ્માર્ટ વોચને સમજીને વાપરજો : વોટ્સઅપનું નવું ફીચર આવતા સ્માર્ટવોચના ઉપયોગકર્તાનો ‘સ્માર્ટ’ બની જજો

445

જો તમે વોટ્સઅપ અને સ્માર્ટ વોચનો ઉપયોગ કરો છો તો આ નવું અપડેટ જાણવું તમારા માટે અતિ આવશ્યક છે. વોટ્સઅપની પેરેન્ટ કંપની મેટાએ સ્માર્ટવોચ માટે નવી એપ લોન્ચ કરી છે. આ એપનો ઉપયોગ ઘડિયાળમાં કરી શકાય છે. સ્માર્ટવોચની મદદથી વોટ્સએપ યુઝર્સ ઈમોજી મોકલી શકશે અને મેસેજનો રિપ્લાય ટાઈપ કરી શકશે.

અત્યાર સુધી આ ચેટિંગ એપનો ઉપયોગ ફક્ત સ્માર્ટફોન અને પીસી સુધી જ સીમિત હતો, હવે તમારી સ્માર્ટવોચ ચેટનો જવાબ આપવા અને ઈમોજી મોકલવા માટે પણ ઉપયોગી થશે.

મેટા સીઈઓ માર્ક ઝકરબર્ગે વોટ્સઅપનો ઉપયોગ કરતા યુઝર્સ માટે એક નવી જાહેરાત કરી છે. જે યુઝર્સ ગૂગલ એન્ડ્રોઈડ વોચનો ઉપયોગ કરે છે તેમના માટે વોટ્સએપની એક નવી એપ લોન્ચ કરવામાં આવી છે.

 

અત્યાર સુધી યુઝર્સને વોટ્સએપ મેસેજ એલર્ટ ત્યારે જ મળતા હતા જ્યારે સ્માર્ટવોચ ફોન સાથે જોડાયેલ હોય.  સ્માર્ટવોચની સ્ક્રીન પર વોટ્સએપનો મેસેજ ઝળકે છે, જેની મદદથી યુઝરને ફોનથી થોડા અંતરે પણ મેસેજ વિશે જાણકારી મળે છે.

નવી એપ પછી યુઝર્સને એન્ડ્રોઇડ વોચ ફોન સાથે કનેક્ટ કરવાની જરૂર નહીં પડે.  વોટ્સએપ ઘડિયાળ માટે અલગથી ડાઉનલોડ કરી શકાય છે. સ્માર્ટવોચ પર વોટ્સએપ યુઝરના ફોનની જેમ જ કામ કરશે. મેસેજની જાણકારી મેળવવાની સાથે સાથે યુઝર્સ વોચની મદદથી મેસેજનો રિપ્લાય પણ ટાઈપ કરી શકશે.

આ નવી એપની મદદથી યુઝર્સ ટેક્સ્ટ, ક્વિક રિપ્લાય, ઈમોજી મોકલી અને પ્રાપ્ત કરી શકશે. યૂઝર્સ કાંડામાં બાંધેલી સ્માર્ટવોચ દ્વારા વૉઇસ મેસેજ પણ મોકલી શકશે.

મેટાએ વિયર ઓએસ માટે નવી એપ રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે. આ એપનો ઉપયોગ વિયર ઓએસ 3 ચાલતી સ્માર્ટવોચ સાથે કરી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.