Abtak Media Google News

બેન્ક ખાતાધારકો આગામી ૧૬મીથી રજાનાં દિવસોમાં અને બેન્કનાં કામકાજ સમય બાદ પણ ‘એનઈએફટી’ દ્વારા નાણાની લેવડ-દેવડ કરી શકાશે: રીઝર્વ બેંકની મહત્વપૂર્ણ જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડિજિટાઈઝેશનનાં સપનાને પુરું કરવા માટે ચાલી રહેલી કવાયતમાં દેશનાં બેકિંગ ક્ષેત્રનો સિંહફાળો રહેશે. દેશનાં બેંક ગ્રાહકોને હવે નેટ બેકિંગની સાપ્તાહિક રજા અને રજાઓના દિવસે પણ એનઈએફટી દ્વારા આગામી ૧૬ ડિસેમ્બરથી ‘૨૪X૭’ નાણાકિય વિનિમયની બેકિંગ સુવિધા પ્રાપ્ત થશે તેવી રીઝર્વ બેન્ક દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આ અંગે ગઈકાલે બેંકનાં સામાન્ય કામકાજનાં કલાકો સિવાય યાંત્રિક ધોરણે ગોઠવેલા કોમ્પ્યુટર પ્રોગ્રામ એસટીપી મોડથી આ સુવિધાઓ ઓટોમેટીકલી કાર્યરત થઈ જશે. આરબીઆઈની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, એનઈએફટીની સુવિધા લેનાર ગ્રાહકોને પોતાના ખાતાનાં કોઈપણ ટ્રાન્ઝેકશનની પ્રક્રિયા તેનાં બેંક શાખામાંથી ફંડ ટ્રાન્સફર અને રીર્ટનીંગની પ્રક્રિયા પુરી થઈ જશે. એનઈએફટીની ૨૪x૭ ટ્રાન્ઝેકશનની આ સુવિધાની સંપૂર્ણ માર્ગદર્શિકા જારી કરવામાં આવશે. બેંકનાં સભ્યોને પણ આ નવી સુવિધા ઉભી કરવા માટેના સુચનો અને જરૂરી પગલાઓ અને સુવિધા વધુ બહેતર બનાવવા માટેની સલાહ આપવા તમામને આમંત્રિત કરવામાં આવ્યા છે.

7537d2f3 6

એનઈએફટી ૨૪x૭ની સુવિધા પોતાનાં છેવાડાનાં ગ્રાહકો સુધી પહોંચાડવા માટે બેંકોને આંતર માળખાકિય સુવિધાઓ પોતાની વ્યવસ્થા ગોઠવવા જણાવી દેવાયું છે. આરબીઆઈ ગત ઓગસ્ટ મહિનામાં જ એનઈએફટીની ટ્રાન્સફર સુવિધા ગ્રાહકોને ૧૬ ડિસેમ્બરથી જ મળતી થઈ જશે એમ જાહેરાત કરી દેવામાં આવી હતી. આ સુવિધા ૧૫ ડિસેમ્બરનાં મધરાત્રીથી એટલે કે ૧૬મી ડિસેમ્બરે શરૂ થાય ત્યારે જ ઉપલબ્ધ થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.