Abtak Media Google News

અબતક, નવીદિલ્હી

કોરોના બાદ ઉચ્ચ અભ્યાસ પણ ઓનલાઇન આપવામાં આવી રહ્યો છે ત્યારે સતત બદલાવ લાવવામાં આવતા હવે વિદ્યાર્થીઓને ઘેરબેઠા ભણતરની સાથે ડિગ્રી પણ મળી જશે જેથી તેઓએ હવે કોલેજ પણ જવાનું રહેશે નહીં. આ માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે યુજીસીએ 900 જેટલી સ્વાયત કોલેજોને ઓનલાઈન ડીગ્રી આપવા માટેની મંજૂરી અને પરવાનગી પણ આપી છે. આ કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે શૈક્ષણિક સત્ર 2022-23 માં જે વિદ્યાર્થીઓને પોતાની નિર્ધારિત કરેલી કોલેજોમાં પ્રવેશ મળ્યો નથી જેથી તેઓ નિરાશ ન થાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે.
સરકારનું માનવું છે કે જે વિદ્યાર્થીઓ ઓફલાઈન અભ્યાસ માટે સક્ષમ નથી ત્યારે તેઓનો અભ્યાસ ન બગડે તે માટે સરકાર દ્વારા ઓનલાઇન કોર્સ શરૂ કરવામાં આવ્યો છે જે જૂલાઇ થી શરૂ થશે. સરકાર દ્વારા જે નવા નિયમો અને નિર્ણય લેવામાં આવ્યા છે તેમાં હવે આ મુદ્દો ખૂબ જ મહત્વ પણ સાબિત થશે. યુવતીએ જણાવ્યું છે કે જે કોલેજને નેક ગ્રેડ મીનીમમ 3.26 ટકા જેટલું મળેલું હોય તેઓ કોઈપણ પ્રકારની જ્યોતિષીની પરવાનગી લીધા વગર ઓનલાઈન ડીગ્રી અને ઓનલાઇન કોર્સ આપી શકશે. કોઈપણ વિદ્યાર્થી પોતાના અંડર ગ્રેજયુએટ કોર્સમાં પાસ થયો હશે તે ઓનલાઈન પીજી ડીગ્રી પ્રોગ્રામમાં ભાગ લઈ શકશે.

ઓનલાઈન ડીગ્રી કોરસમ વિદ્યાર્થીઓને ખૂબ જ સરળતા રહેશે અને વિવિધ શૈક્ષણિક કોર્ટનો તેઓ લાભ પણ લઈ શકશે. એવી વિશ્વવિદ્યાલયો છે કે જે આ મોડલ પ્રોગ્રામને હજુ સુધી અપનાવી શકી નથી ત્યારે આગામી દિવસોમાં મોડલને અપનાવી યુનિવર્સિટી તેના વિવિધ કોર્સ ઓનલાઇન પણ કરશે જેનો સીધો ફાયદો વિદ્યાર્થીઓને મળશે હાલના તબક્કે 120 અંડર ગ્રેજ્યુએટ ,220 પોસ્ટ ગ્રેજ્યુએટ અને બે પીજી ડિપ્લોમા રામ ઓનલાઇન ભણાવવામાં આવી રહ્યા છે અને ખૂબ જ ઓછી સંખ્યા હોવાના કારણે વિદ્યાર્થીઓને જે પસંદગી કરવી જોઈએ તે પણ મળી શકતી નથી પરંતુ હાલ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણય થકી વિદ્યાર્થીઓને અનેકવિધ પ્રકારે ફાયદા મળતા રહેશે. તો તેઓ ઘર બેઠા અભ્યાસ કરી ઓનલાઇન ડિગ્રી પણ મેળવી શકશે.

કોરોના બાદ જે રીતે ઓનલાઇન શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે. તેને ધ્યાને લઇ અને વિદ્યાર્થીઓના હિતને જોતા યુજીસી દ્વારા શિક્ષણમાં અનેકવિધ પ્રકારે બદલાવ કરવામાં આવ્યા છે ત્યારે હવે ઘણા વિદ્યાર્થીઓ કે જેમણે કોલેજની પસંદગી કરી હોય અને કોઇપણ કારણોવસ પ્રવેશ ન મળ્યો હોય ત્યારે એ તમામ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર ન બગડે તે માટે સરકાર અને યુજીસી દ્વારા સતત ચિંતા કરવામાં આવી છે. પરિણામે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તે અત્યંત મહત્વપૂર્ણ અને ખૂબ જ ઉપયોગી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.