Abtak Media Google News

કેનેડિયન સરકારે સુપર વિઝાની સમયમર્યાદામાં વધારો કર્યો

ભારતીય લોકોનું પ્રભુત્વ દિન-પ્રતિદિન સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યું છે ત્યારે વિદેશના અનેક દેશો ભારતીય લોકો માટે વિઝા ને લઈને ઘણી સારી એવી પોલીસી પણ બનાવી રહ્યા છે. આ તકે કેનેડાની જો વાત કરવામાં આવે તો હાલ કેનેડામાં જે લોકો એટલે કે એન.આર.આઈ લોકો વસવાટ કરી રહ્યા છે તેઓ તેમના માતા-પિતા અને તેમના દાદા દાદી ને હવે પાંચ વર્ષ સુધી તેમના ઘરમાં રાખી શકશે જેના માટે કેનેડિયન ગવર્મેન્ટ દ્વારા સુપર વિઝાની સમયમર્યાદામાં વધારો કર્યો છે.

જે વ્યક્તિ એટલે કે જે એન.આર.આઈ લોકો પાસે સુપર બીજા છે તેઓને એક વિકલ્પ પણ કેનેડિયન સરકાર દ્વારા આપવામાં આવ્યો છે જેમાં તેઓને એક વિકલ્પ આપવામાં આવશે અને તેમના પરિવારને વધુ બેવર્ષ કેનેડામાં રહેવા માટે પરવાનગી પણ અપાશે. એટલે હવે સાત વર્ષનો સમયગાળો એટલે કે સમય અવધિ પર વિઝા હોલ્ડરોને મળશે.

સૌથી મોટી વાત એ છે કે કેનેડામાં લોકો અભ્યાસ અર્થે જતા હોય છે અને ત્યાં પર્મનેન્ટ સ્થાયી થવા માટે પ્રયત્નો કરતા હોય છે પરંતુ હજી જે પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે તેના થી ભારતીય લોકોને કોઇપણ પ્રકારની તકલીફનો સામનો ન કરવો પડે તેને ધ્યાને લઇ કેનેડિયન સરકાર હરકતમાં આવ્યું છે. 2020 માં 50 હજારથી વધુ ભારતીય લોકોએ કેનેડામાં પીઆર માટે અપ્લાય કર્યું હતું. એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે ભારતીય લોકોને કેનેડામાં રહેવું વધુ પસંદ પડે છે અને ભારતીય લોકો ખમીરવંતા હોવાના કારણે કેનેડાની અર્થ વ્યવસ્થાને પણ ઘણો એવો ફાયદો પહોંચે છે જેથી કેનેડિયન સરકાર દ્વારા આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.