Abtak Media Google News

કોરોનાની મહામારીમાં સમગ્ર દેશમાં સ્કૂલો અને કોલેજો છેલ્લા ૩ માસથી બંધ છે ત્યારે હાલ સરકાર દ્વારા વિદ્યાર્થીઓ ઘરબેઠા ભણી શકે તે માટે ઓનલાઈન એજ્યુકેશનની સુવિધા ચાલુ કરવામાં આવી છે. જો કે, ઓનલાઈન એજ્યુકેશનથી નાના વિદ્યાર્થીઓ પર તેની માઠી અસર પડી છે. આ મુદ્દાને લઈને આજરોજ રાજકોટ એનએસયુઆઈ દ્વારા ડીઈઓ કચેરીએ સુત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જો કે, વિરોધ દરમિયાન જ એનએસયુઆઈના કાર્યકર્તાને પોલીસે અટકાયત કરી લીધી હતી.

Advertisement

મળતી માહિતી મુજબ આજરોજ રાજકોટ એનએસયુઆઈ દ્વારા ડીઈઓ કચેરી ખાતે ઓનલાઈન એજ્યુકેશન રદ્દ કરવાના મામલે સુત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. એનએસયુઆઈ દ્વારા ઓનલાઈન શિક્ષણ હાય…હાય તેમજ ઓનલાઈન શિક્ષણનું ગતકડુ દૂર કરોના નારા લગાવવામાં આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું. જો કે એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિરોધ કરતા ડીઈઓને આવેદન દેવા જાય તે પૂર્વે જ પોલીસ દ્વારા એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરી દેવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.