Abtak Media Google News

નાણાકીય વર્ષ ૨૦૧૮૨૦૧૯માં ૫૫,૦૦૦ કરોડના ટાર્ગેટની સામે ૩૮,૫૯૦ કરોડ વસુલાયા

ઈન્કમ ટેકસ ભરનારાઓની સંખ્યામાં ભારત દેશમાંથી ગુજરાત રાજય અવ્વલ નંબરે આવતું હોય છે અને તે પ્રથા હજી સુધી ચાલુ રહી છે ત્યારે વાત કરવામાં આવે તો ગુજરાતના ૬.૫ કરોડ લોકોમાંથી ૧૧.૮ ટકા લોકો આવકવેરાનો ટેકસ ભરતા હોય છે.

આંકડાકિય માહિતી ઉપર જો નજર કરવામાં આવે તો ગુજરાત રાજય દેશનું પ્રથમ રાજય બન્યું છે જેમાં આવકવેરા ભરનારાઓની સંખ્યામાં ગુજરાત પ્રથમ આવ્યું છે. જયારે ભારત દેશના ૧૩૦ કરોડ લોકોની વાત કરવામાં આવે તો માત્ર ૫ ટકા જ લોકો આવક વેરાનો ટેકસ ભરતા હોય તેવું જાણવા મળી રહ્યું છે. આ તમામ આંકડાકિય માહિતી સીબીલીટીના મેમ્બર પી.કે.દાસ દ્વારા આપવામાં આવી હતી.

પી.કે. દાસ દ્વારા ઈન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટ ટેકસપેયર રીડ્રેસલ વીકનું ઉદઘાટન કરવા આવી પહોંચ્યા હતા ત્યારે તેમના દ્વારા ગુજરાત ઈન્કમ ટેકસ ફ્રી લીગલ સર્વિસ સેલનું પણ ઉદઘાટન કર્યું હતું જેથી લોકોને આવકવેરામાં પડતી મુશ્કેલી અને હાલાકી વિશે એક જ સ્થળ પરથી તેમને માહિતી મળી શકે.

પત્રકારો સાથે વાતચીત કરતા સીબીડીટીના મેમ્બર પી.કે.દાસે જણાવ્યું હતું કે, ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષમાં ૫૫ હજાર કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો જેમાંથી ૩૮,૫૯૦ કરોડ વિભાગ દ્વારા એકત્રિત કરવામાં આવ્યા છે ત્યારે બાકી રહેતી રકમ માર્ચ સુધીમાં એકત્રિત કરી લેવાનો નિર્ધાર પણ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. રીડ્રેસલ વીકનું જે આયોજન કરવામાં આવ્યું છે તેનો મુખ્ય હેતુ એ છે કે ટેકસપેયર એટલે કે જે વેરો ભરનાર લોકો છે તેને ટેકસ ભરવામાં પડતી મુશ્કેલી તેમના મુંઝવતા પ્રશ્નો સહિત અનેકવિધ સમસ્યાઓનું નિવારણ કરવામાં આવશે.

લોકોના માનસપટ પર આયકર વિભાગની છાપ ખુબ જ ખરાબ છે અને લોકોને દર રહેતો હોય છે. કોઈપણ સમયે આયકર વિભાગમાં બોલાવવામાં આવતા હોય તો તેઓમાં ફફડાટ જેવો માહોલ સર્જાતો હોય છે પરંતુ હાલ જે રીતે આયકર વિભાગ યોજનાઓ અને સહાયતા કેન્દ્રો ખોલી રહી છે તેનાથી લોકોને અનેકવિધ પ્રકારે સહાયતા અને રાહત પણ જોવા મળી હોય તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.