Abtak Media Google News

સુપ્રિટેન્ડેન્ટના આદેશોને ઊલાળી્યો કરી મનપસંદ જગ્યા પર ફરજ બજાવવાની મનમાની

યુનિયનના ત્રાસથી કંટાળી અનેક સભ્યોએ રાજીનામા આપી દીધા

સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ કેન્દ્ર સ્થાન પર છે. પરંતુ તેમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફની રાજનીતિના કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બદલીઓમાં એકબીજાના પગ ખેંચવાથી માંડી કઈ જગ્યાએ હાજર કરવા ત્યાં સુધીના પ્રયાસો થતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે તબીબી અધિક્ષક દ્વારા પણ કરવામાં આવેલા આદેશોનો પણ ઉલાડયો કરી યુનિયનના સભ્યો જાણે પોતાની મનમાની જ કરી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. એટલું જ નહિ પરંતુ યુનિયનના અમુક સભ્યોના ત્રાસથી કંટાળી તેમના જ સભ્યોએ ચૂપચાપ રાજીનામા આપી દીધા હતા.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ પીડિયુ સિવિલ હોસ્પિટલમાં હાલ 692 નર્સિંગ સ્ટાફ ફરજ બજાવી રહ્યા છે. જેમાં ઘણા નર્સિંગ સ્ટાફના કર્મચારીઓ યુનિયનનો ભાગ હોય છે. પરંતુ જે પરિચિકા યુનિયનમાં ના હોય તેમના પર જોર જબરદસ્તી કરતા હોય તેવી સ્થિતિ પણ ઉદભવતી હોવાનું સામે આવી રહ્યું છે.યુનિયનમાં ના હોય તેવા નર્સિંગની જો બદલી થાય તો તેની ખેસતાણ કરવી અને એકબીજાના ટાંટિયા ખેંચવા જેવી સ્થિતિ થવા લાગે છે. જ્યાં સુધી યુનિયનના સભ્યોના કહેવા પ્રમાણે બદલી ન થાય તો તે બદલી જાણે માન્ય ન ગણાતી હોય તેમ રદ કરવામાં આવે છે. આવી તાનાશાહી સહન કરતા યુનિયનના જ અમુક સભ્યો કંટાળી ગયા હતા અને તેઓએ યુનિયનમાંથી રાજીનામા આપી દીધા હતા.

હાલ સિવિલ હોસ્પિટલમાં 692 નર્સિંગ સ્ટાફ છે. જેમાંથી 30 ટકા જેટલા નર્સિંગ સ્ટાફ વર્ષોથી એક જ જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે. એક તરફ સ્ટાફની અછત છે તો બીજી તરફ વર્ષોથી એક જગ્યા પર બેસીને નોકરી કરતા નર્સિંગ સ્ટાફના કારણે દર્દીઓને અનેક હાલાકીનો સામનો કરવો પડે છે. સારી સારી જગ્યાએ પર ફરજ બજાવતા નર્સોને પોતાની મૂળ ફરજ પર ફેસિલીટી ન મળતી હોવાથી ત્યાં જવું પસંદ ના હોય તેની નવી બિલ્ડિંગમાં ફરજ બજાવતા હોવાનું પણ સામે આવ્યું છે.

તબીબી અધિક્ષકના આદેશોને પણ ગણકારતા નથી

સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફના જાણે ભાગલા પડવા લાગ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ત્યારે નર્સિંગ સુપરિટેન્ડેન્ટ દ્વારા વાતનો નિવેડો ન આવતા હલ માટે નર્સિંગ સ્ટાફ તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદી પાસે પહોંચ્યા હતા. પરંતુ સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ જો કોઈ નર્સિંગ સ્ટાફ તબીબી અધિક્ષકને રજૂઆત કરવા જાય તો તેમને મેમો આપવામાં આવે છે. તો બીજી તરફ યુનિયનના સભ્યો રજૂઆત કરવા જાય તો કોઈ તકલીફ ન પડતી હોવાનું પણ જાણવા મળ્યું છે.

સિવિલ સર્જન પાસે જ્યારે નર્સિંગની સ્થિતિને લઈને રજૂઆત આવી ત્યારે તબીબી અધિક્ષક દ્વારા તેના ઉકેલ માટે નર્સિંગ સ્ટાફનું સિન્યોરિટી પ્રમાણે લીસ્ટ માંગવામાં આવ્યું હતું. એટલું જ નહિ પરંતુ હર એક નર્સિંગ સ્ટાફની સમયસર બદલીઓ પણ કરવામાં આવશે તેવું સૂચવવામાં આવ્યું હતું. પરંતુ નર્સિંગ સ્ટાફની સંપર્ક સાધતા સિવિલ સર્જને કોઈ લીસ્ટ માંગ્યું ન હોવાનું કહી તેમની વાતને ખોટી પુરવાર કરી હતી. એટલું જ નહિ ઍક જગ્યા પર ઘર કરીને ફરજ બજાવતા યુનિયનના નર્સિંગ સ્ટાફે તેવું પણ જણાવ્યું હતું કે જો બદલીઓ કરવામાં આવશે તો તબીબી અધિક્ષકને તકલીફ પાડી જશે અને અને તેમનો વિરોધ કરીશું.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.