Abtak Media Google News

બાળકના જન્મ પછી ૧૦૦૦ દિવસ કેવી કાળજી રાખવી તેની માહિતી અપાય

ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦ – ૨૦૨૨ અંતર્ગત પડધરી તાલુકાના મોવૈયા ગામે પોષણની બાળ અદાલત ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  ગુજરાત રાજ્યમાં તમામ બાળકો સુપોષિત બને અને માતા તંદુરસ્ત બને તે માટે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોષણ અભિયાન વર્ષ ૨૦૨૦-૨૨ નો પ્રારંભ થઈ ગયો છે ત્યારે બાળકો કિશોરીઓ સગર્ભા અને ધાત્રી માતાઓ ના તંદુરસ્ત જીવન માટે સારા પોષણ ઉપરાંત પણ વિવિધ પાસાઓ અસર કરતા હોય છે જેને ધ્યાનમાં લેતા ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ હેઠળ સરકારના જુદા-જુદા વિભાગોના સંકલનની કામગીરી હાથ ધરી છે.  પડધરી તાલુકામાં પણ અધિક કલેકટર એન.એફ. ચૌધરીના અધ્યક્ષસ્થાને કુપોષણ અટકાવવા ના  અને  સુપોષિત બનાવવા ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

7537D2F3 18

આ કાર્યક્રમમાં  બાવનજીભાઇ મેતલીયા પૂર્વ ધારાસભ્ય, ભાનુબેન તળપદા જિલ્લા પંચાયત સદસ્ય, ભાવનાબેન વિરોજા પડધરી તાલુકા મામલતદાર, નૈમિષ ગણાત્રા પડધરી તાલુકા વિકાસ અધિકારી, કિરણબેન મોરિયા દહેજ પ્રતિબંધક અધિકારી, મોનાબેન વડસોલા સુપરવાઇઝર ઈંઈઉજ, કમલાબેન વાગડ સુપરવાઇઝર ઈંઈઉજ, ધીરુભાઈ તળપદા રાજકીય આગેવાન, મનસુખભાઈ તળપદા તાલુકા પંચાયત સદસ્ય, મનોજભાઈ પેઢડીયા તાલુકા ભાજપ મહામંત્રી, હરદેવસિંહ જાડેજા કિસાન મોરચાના મહામંત્રી, સતુભા જાડેજા રાજકીય અને સામાજિક આગેવાન, રેખાબેન નિલેશભાઈ તળપદા મોવૈયા ગ્રામ પંચાયત સરપંચ, રીટાબેન સુરેશભાઈ ખુંટ મોવૈયા ગ્રામ પંચાયત ઉપ સરપંચ જેવા મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અધિક કલેકટર દ્વારા આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લઇ અને તેમના દ્વારા ફીડબેક ફોર્મ ભરી કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.  આવેલ મહેમાનોને કઠોળની ટોપલી આપી સન્માનિત કર્યા હતા.  આ કાર્યક્રમમાં તાલુકાના આંગણવાડીની બહેનો અને પાલક  દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં બાળ તંદુરસ્તી ની હરીફાઈ અને વાનગીની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અવ્વલ નંબરે આવનારને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.   ખાસ તો અધિકારીઓ દ્વારા સગર્ભા સ્ત્રીને કરી જન્મેલા બાળકને અને બાળક ૧૦૦૦ દિવસનું થાય ત્યાં સુધી પોષણ માટે કેવા આહાર લેવા અને શું કાળજી રાખવી તેની મહત્વની માહિતી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.