Abtak Media Google News

ગીર સોમના-જોડિયા-દામનગર સહિતના ગામોમાં પોષણ અભિયાન શરૂ કરાયું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સહિ પોષણ દેશ રોશન’ સુત્રને ચરિર્તા કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતભરમાં પોષણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બાળકો, કિશોરીઓ અને માતાઓના પોષણ સ્તરમાં વધારો કરવાના ઉદ્દેશ્યી પોષણ અભિયાન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જેની શરૂઆત મુખ્યમંત્રી દ્વારા ૨૩ જાન્યુઆરીના રોજ દાહોદ ખાતેી કરવામાં આવી હતી.

Advertisement

વેરાવળ

1 37

ગીર-સોમનાથ જિલ્લામાં ત્રિદીવસીય પોષણ અભિયાન કાર્યક્રમ ૨૦૨૦-૨૨નો વેરાવળ તાલુકાનાં સિડોકર ખાતેથી રાજ્ય બીજ નિગમનાં ચેરમેન રાજશીભાઇ જોટવાનાં અધ્યક્ષસ્થાને કરાયો હતો. તેમજ આ કાર્યક્રમ નાવદ્રા તથા ડારી ગામે પણ યોજાયો હતો. આ પ્રસંગે જોટવાએ જણાવ્યું હતું કે, જનભાગીદારીથી સૈાના સાથ સહકાર દ્વારા બાળકોનાં પોષણ સ્તરમાં ચોક્કસપણે સુધારો લાવી શકાય છે. ગામનું જે બાળક અલ્પ પોષિત છે, ગામનાં સરપંચ, સભ્ય અથવા આર્થિક રીતે સધ્ધર લોકો દ્વારા આ આ બાળકને દત્તક લેવામાં આવે છે.

જેમાં પાલક વાલીને સતત તે ઓછા વજનવાળા બાળકનાં સંપર્કમાં રહીને દર અઠવાડીયે ઓછામાં ઓછી એક મુલાકાત લેવી એક થી બે વાર બાળકનાં માતા-પિતાની અને આંગણવાડીની મુલાકાત લઇ બાળકનાં વૃધ્ધી વિકાસની દેખરેખ રાખવી જોઇએ. તેમજ સરકાર દ્વારા આપવામાં આવતા પોષણને લગતા લાભ આ બાળકને મળે છે કે કેમ, તેની ખાત્રી કરવી જોઇએ.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરી પોષણ આરતી કરવામાં આવી હતી. નાના ભુલકાઓને અન્નપ્રાસન કરાયું હતું. નાના બાળકો દ્વારા પોષણ અદાલત નાટક રજૂ કરી અનોખી જનચેતના જગાવી હતી. મહાનુભાવો તથા પ્રજાજનોએ સહિ પોષણ-દેશ રોશન કાર્યક્રમ વિષયક ટેલીફિલ્મ પણ નિહાળી હતી. મહાનુભાવો દ્વારા આંગણવાડીની મુલાકાત અને આ  કર્મયોગીઓ દ્વારા વિવિધ વાનગીઓનું નિદર્શન પણ રજૂ કરાયુ જેની મહાનુભાવો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. તેમજ પાલક વાલી, સ્વસ્થ બાળક, સ્વસ્થ કિશોરી, શ્રેષ્ઠવાનગી બનાવનારી આંગણવાડીનું મહાનુભાવોનાં હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. અંતે મહાનુભાવ સહિત પ્રજાજનોએ તંદુરસ્ત ભારત નિર્માણ માટેના શપથ પણ ગ્રહણ કર્યા હતા.

જોડિયા

જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારીક દ્વારા પોષણ અભિયાન અંતર્ગત જોડીયા ગામ ની જોડીયા ગામ ની આંગણવાડી કોડ નંબર ૩૬ ના ૨ અતિ કુપોષિત ટ્વીન્સ બાળકો અનન્યા અને અંતરાને દત્તક લેવામાં આવ્યા. જોડિયા તાલુકા ના જોડિયા ગામે પોષણ અભિયાન ૨૦૨૦ -૨૦૨૨ની ઉજવણી કરવામાં આવી જે કાર્યક્રમ જીલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારિક ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતો. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત તમામ બહેનો માટે બીજું પિયર ઘર (સગર્ભા બહેનો માટે)નો વિડીયો બતાવવામાં આવ્યો હતો ત્યારબાદ મંચસ્થ  મહાનુભાવો હસ્થે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. બાદમાં મહાનુભાવોનું કઠોર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. પાલક દાતાઓના  પ્રમાણપત્ર તથા બેઇજ  આપી ડીડીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું. એમાં આ કાર્યક્રમમાં વાનગી હરીફાઈ તથા બાળ તંદુરસ્ત હરીફાઈમાં પ્રથમ ત્રણ નંબરને બાળકોને પ્રથમ ૩ નંબરને મહાનુભાવ દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું. તેમજ મધરલેન્ડ પ્રાઇમરી શાળાના બાળકો દ્વારા પોષણ અદાલતનું નાટક રજુ કરવામાં આવ્યું.

તેમજ વાલી દીકરી યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે કીટ વિતરણ કરવામાં આવી. તેમજ ડીડીઓ અને સુલતાના બેન સરફરાજભાઇ ચેરમેનના હસ્તે ૭ માસના બાળકોને અનુપ્રાશનવિધિ કરાવવામાં આવેલ. તથા સગર્ભા બહેનો, ધાત્રી માતા, તેમજ કિશોરીઓને માતૃશક્તિ બાલ શક્તિ અને પૂર્ણ શક્તિના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી જોડીયા જે.વી.રાજગોર  દ્વારા પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ અંતર્ગત બહેનોને બાળકોના ઉછેરમાં કાળજી રાખવા તથા બાળકોના કુપોષણ તરફ આગળ ન વધે તે માટેની આરોગ્ય સ્વસ્થતા અને ખોરાક માટેની કાળજી લેવા સમજણ આપવામાં આવી.

ભુરખિયા હનુમાનજી મંદિર

2 23

દામનગર ભુરખિયા હનુમાનજી મંદિર ખાતેથી ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦/૨૨નો ગુજરાત રાજ્ય રૂરલ સચિવ સંદીપસિંહે પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦/૨૨ ઘર ઘર પહોંચાડવા આહવાન કરતા અમરેલી જિલ્લા કલેકટર આયુષ ઓક જિલ્લા આયોજન અધિકારી ગોહિલ જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર  સંકલિત બાળ વિકાસ સેવાના આઈસીડીએસ કાશ્મીરાબેન ભટ્ટ તાલુકા મામલતદાર મણાત તાલુકા વિકાસ અધિકારી મકવાણા તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર આર. આર. મકવાણા રેવન્યુના મુકેશભાઈ મારૂ સહિત અનેકો અધિકારીની ઉપસ્થિતિ માં “સહી પોષણ દેશ રોશનની વચનબદ્ધ પ્રતિજ્ઞા લેવાય ઉચ્ચ અધિકારી ઓ અને રાજસ્વી અગ્રણીઓ તાલુકા પંચાયતના જીતુભાઇ ડેર ભુરખિયા સરપંચ જોરુંભાઈ ગોહિલ અનેકો મહાનુભવો ના વરદહસ્તે પૌષ્ટિક આહાર અન્ન કઠોળ સહિતની ટોપલીઓ કિશોરીઓને સરતાજ પહેરાવી સન્માનિત કરતા સચિવ સંદીપસિંહ અને જિલ્લા કલેકટર નાના શિશુઓને અર્પણ કરાય હતા. ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦/૨૨માં પધારેલ ઉચ્ચ અધિકારીઓનું નાના બાળાઓ દ્વારા ભવ્ય સામૈયા ઢોલ નગારાથી સત્કાર કરાયો. અમરેલી જિલ્લા પંચાયત ભુરખિયા બેઠક વિસ્તારની તમામ આંગણવાડી વર્કર હેલ્પર આયોજિત વાનગી પ્રદશન સ્ટોલની મુલાકાત લેતા રાજ્ય સચિવ અને જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ ખૂબ ખુશી વ્યક્ત કરી રાષ્ટ્રીય સુપોષણ અભિયાન અંગે “સહી પોષણ દેશ રોશનનારો બુલંદ બનાવતી આંગણવાડી બહેનોના સંકલનની તંત્ર દ્વારા સરાહના સાથે ચાલો સુપોષિત ગુજરાત નિર્માણ કરીએ ને ઘર ઘર પહોંચાવડા જનજાગૃતિ નાટય રજૂ કરતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ઓ દ્વારા હદયસ્પર્શી અભિનય  નાટય  દ્વારા સુપોષણ નો સંદેશ આપ્યો હતો.

ખીરસરા

Img 20200130 Wa0174

રાજકોટ જિલ્લા પંચાયત સિટ લોધીકા નો કાર્યક્રમ ખીરસરા મા યોજવામાં આવેલ રાજ્યનું એક પણ બાળક કે માતા કુપોષિત ન રહે તે માટે રાજ્યના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી એ દાહોદથી પ્રારંભ કરેલ પોષણ અભિયાન ન ૨૦૨૦-૨૦૨૨નો મુખ્ય હેતુ જન ભાગીદારી દ્વારા બાળકોના પોષણ સ્તર માં સુધારો લાવવનોછે જેનો રાજકોટ લોધીકા સીટનો કાયેકમ તાલુકા પંચાયત અધ્યક્ષ દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ. જેમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ ઉમેશભાઈ પાભર તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા રા.લો.સંધના ના.ચેરમેન મનસુખભાઈ સરધારા ખીરસરા ગામના મહિલા સરપંચ ગીતાબેન લાખાભાઇ સાગઠીયા જીલ્લા પંચાયત સદસ્ય અચેના બેન સાકરીયા ટી.ડી.ઓ મીરાબેન સોમપુરા મામલતદાર આર.જે.હિરપરા ઉપસરપંચ મુકેશભાઈ સાગઠીયા માવજીભાઈ સાગઠીયા રાતૈયા સરપંચ મનહરસિહ જાડેજા દેવગામ સરપંચ વિશાલભાઈ ફાગલિયા તાલુકા આરોગ્ય અધિકારી ડો.માકડિયા ગામ પંચાયત સભ્ય ખીમજીભાઈ સાગઠીયા જયંતિભાઈ ખુટ તેમજ મંત્રી કપિલ કુમાર મારકણા મંત્રી ભુતભાઇ સી.ડી.પી.ઓ.પાયલબેન ઓઝા આંગણવાડી કેન્દ્ર સંચાલક બહેનો બાળકો કિશોરીઓ ધતાત્રીઓ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

લખતર

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ડેરવાળા ખાતે હાથશાળ હસ્તકલા વિકાસ નિગમના ચેરમેનશ્રી શંકરભાઈ દલવાડીની ઉપસ્થિતિમાં પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુપોષિત બાળકોને દત્તક લીધેલ પાલક દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે હાથશાળ હસ્ત કલા વિકાસ નિગમના ચેરમેનશ્રીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતનું એક પણ બાળક કુ-પોષિત ન રહે તે માટે રાજય સરકાર કટીબધ્ધ છે. ત્યારે આપણે સૌએ પણ રાજયનું એકપણ બાળક કુ-પોષિત ન રહે તે માટે યથોચિત્ત યોગદાન આપવું પડશે.

તેમણે આંગણવાડીમાં આવતા બાળકોને પોષણક્ષમ આહારની સાથે તેમની તંદુરસ્તી જળવાય તે માટે રાજય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ કાર્યોનો ઉલ્લેખ કરી બાળકોના સ્વાસ્થ્યની જવાબદારી આંગણવાડીના બહેનોની સાથે બાળકના માતા-પિતાને પણ નિભાવવા અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે મહાનુભાવો, પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં બાળ તંદુરસ્તી હરિફાઈ, પોષણને લગતી ફિલ્મ નિદર્શન, પોષણ આરતી, અન્નપ્રાશન વિધિ, પોષણ અદાલત નાટક સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.

આ પ્રસંગે અંત્યોદય વિકાસ નિગમના ડીરેકટરશ્રી પ્રભુભાઈ મકવાણા, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સી.ડી.પી.ઓ.શ્રી સીતાબેન ચૌહાણ, અગ્રણીઓ સર્વશ્રી ખેંગારભાઈ ડોડીયા, સી. કે. રાણા, શિશુપાલસિંહ, યુવરાજસિંહ, આરોગ્ય અને આંગણવાડી કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાહતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.