Abtak Media Google News

જનજાગૃતિ રેલી, ચિત્ર-વકતૃત્વ સ્પર્ધા, અભિયન, રમતગમત, ગીત સંગીત વગેરે પ્રવૃતિઓ કરાઇ: સમુહ ભોજન અને બાળકોને પ્રોત્સાહન ઇનામનું વિતરણ

સર્વ શિક્ષા અભિયાન આઇ.ઇ.ડી. યુનિટ ગાંધીનગર અને રાજકોટ પ્રેરિત બી.આર.સી. ભવન પડધરી ખાતે તાલુકાના દિવ્યાંગ બાળકો જેવા કે શ્રવણમંદ, હલન ચલણની ખામી, બૌઘ્ધિક મંદતા, શીખવાની અક્ષમતા, દ્રષ્ટિહીન વગેરે જેવી અક્ષમતા ધરાવવા પ્રાથમીક શાળાના બાળકોએ એકત્ર થઇ વિશ્ર્વ વિકલાંગ દિવસની ઉજવણી કરી હતી.

આ કાર્યક્રમમાં પ્રાર્થના, જાજાગૃતિ રેલી, તેમજ બાળકોમાં રહેલી શકિતઓ વિકસાવવા ચિત્ર સ્પર્ધા , વકૃતત્વ સ્પર્ધા, અભિનય, રમત ગમત ગીત સંગીત સાથે ઉજવણી કરાવવામાં આવી હતી.

આ તકે બીઆરસી, કો. ઓડી. પ્રો. પ્રવિણભાઇ ચૌહાણ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બી.આઇ.પી. આઇ.ઇ.ડી. મકવાણા ભાવિકાબેન દ્વારા બાળકોને ચિત્ર સ્પર્ધા, આર્ટ એન્ડ ક્રાસ્ટ પ્રવૃતિઓ કરાવામાં આવી. હર્ષાબેન મહેતા દ્વારા બાળકોને વકતત્વ સ્પર્ધા, અભિનય ગીતથી પ્રવૃતિ કરાવવામાં આવી. બી.આર.પી. અંકિતા વિશે સહયોગ આપી રમત ગમત ની પ્રવૃતિ કરાવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકાના તમામ સી.આઇ.સી. કો.  અને. બ્લોક સ્ટાફ તમામ એ વિશેષ સહયોગ આપ્યો હતો. બી.આઇ.પી. આઇ.ઇ.ડી. વનરાજભાઇ આહિર દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેમજ બાળકો અને વાલીના પ્રશ્ર્નોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળકો અને વાલી સમુહભોજન આવવા-જવાનું ભાડુ અને પ્રોત્સાહીત ઇનામ બી.આર.સી. દ્વારા આપવામાં આવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.