Abtak Media Google News

સીજીસ ઓબેસીટી ક્લિનિકનાં ડો.કાર્તિક સુતરીયા અને ડો.મેહુલ વિકાણી દ્વારા અપાયું માર્ગદર્શન

1525

દિવસેને દિવસે ઓબેસીટીનું પ્રમાણ વધતું જાય છે ત્યારે રાજકોટમાં સીજીસ ગેસ્ટ્રો સર્જરી સેન્ટર અને સીજીસ ઓબોસીટી કિલનીકનાં ડો.કાર્તિક સુતરીયા તથા ડો.મેહુલ વિકાણી દ્વારા ઓબેસીટી તથા વેઈટ લોસ પર ફ્રી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાયેટ વિશે માર્ગદર્શન, બી.એમ આઈ ચેક-અપ તથા ઓબેસીટી અને ઘટાડવા પર સેમીનાર યોજવામાં આવ્યો હતો. આ સેમીનારમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અબતક સાથેની વાતચીત દરમિયાન સર્જિકલ ગેસ્ટ્રોનોલોજીસ્ટ ડો.કાર્તિક સુતરીયાએ જણાવ્યું હતું કે, સીજીસ ગેસ્ટ્રો સર્જરી સેન્ટર અને સીજીસ ઓબેસીટી કિલનીક અમારા વેન્ચર્સ છે. આજે અમે સપોર્ટ ગ્રુપ મીટીંગ રાખેલ છે. ઘણા બધા ઓબેસીટીને લગતા ઓપરેશન સીજીસ હોસ્પિટલમાં થયા છે. આ બધા જ ઓપરેટ થયેલા દર્દીઓ સાથે વાર્તાલાપ કરીને તેમની તકલીફ જાણી અને એકબીજા સાથે શેર કરે અને તેનું સોલ્યુશન જાણે દરેક દર્દીની ઓપરેશન પછીની નાની-મોટી તકલીફો હોય તે માઈનોર કે મેજોર હોય પરંતુ તે અલગ રહેવાની. તે માટે અમે અલગ પ્રકારનાં સેમીનારનું આયોજન કર્યું. ડો.મેહુલ તે બધા જ દર્દીનાં સોશ્યો, ઈકોમીકસ બધો જ ખ્યાલ હોય કારણકે તેઓ દર્દીની સૌથી નજીક છે તેથી તેઓ પોતાની તકલીફો ડો.મેહુલને કરતા હોય છે.

દર્દીઓને પોટેન્સયલી વેઈટ લોસ કરવો છે. તેમને ઓપરેશનની જ‚રીયાત છે અથવા તો તેમાંથી પસાર થવું છે તેમને લગતા સવાલો, ચિંતા અમુક પ્રકારની શંકાઓ-કુશંકાઓ મનમાં હોય તો તે બધી જ વસ્તુઓને દૂર કરી શકીએ. અમો ૨૪ કલાક દર્દીઓ માટે ઉપલબ્ધ છીએ. ફોન કોલ્સ કે મેસેજ કરી શકે. દર્દીને પ્રાધાન્ય આપવું તે અમારી ફરજ છે. ઓબેસીટી વધવાના ઘણા કારણો છે. ભારતમાં હવે જોઈએ તો લાઈફ સ્ટાઈલ સહિત અનેક કારણો હોય શકે. આપણને એવું લાગે કે ઓબેસીટી કયો રોગ છે પરંતુ એવું નથી. ઓબેસીટી સાથે જ રહેવાની જીવે ત્યાં સુધી ડાયાબીટીસ, બ્લડપ્રેશર, સ્લીપએપનીયા, આસ્થમા, કોમકાઈટીસ, કેન્સરો, હાર્ટનાં પ્રોબ્લેમ વગેરે ઓબેસીટીવાળા દર્દીને થતા હોય છે. સાયકોલોજીકલ, મેન્ટલ પ્રોબ્લેમમાંથી પસાર થતા હોય અને કોઈને જાણ કરતા ન હોય. ધીમે ધીમે લોકોમાં જાગૃતતા વધતી જાય છે પરંતુ જોઈએ તેટલી જાગૃતતા નથી. આપણી સોસાયટીમાં એટલું મહત્વન નથી આપતા. તેને બીટ કરવાની જ‚ર છે. ઓપરેટેડ પેશન્ટને જોઈને તેમને આત્મવિશ્ર્વાસ વધે છે. આ એક સારું પરીબળ છે.

અબતક સાથેની વાતચીત દરમિયાન સીજીસ ગેસ્ટ્રોસર્જરી સેન્ટરમાં બિયાટીક સર્જન ડો.મેહુલ વિકાણીએ જણાવ્યું હતું કે, આજે અમે હેલ્થ અવેરનેશ પ્રોગ્રામ રાખેલ છે. મેદસ્વીતા આપણા દેશમાં ખુબ જ મોટી સમસ્યા થઈ રહી છે. ટીબી, મેલેરિયા, કેન્સર કરતા વધારે કોઈ ચિંતિત હોય તે મેદસ્વીતા છે. તેની અવેરનેસ માટે પ્રોગ્રામનું આયોજન કરેલ છે. જેમાં ઘણા બધા દર્દીઓ ઉપસ્થિત રહ્યા છે. જેમને મેદસ્વીતા વિશે જાણવું છે તેનાથી શું તકલીફો થાય તેની સારવાર કેવી રીતે કરવી, ખોરાકનાં માર્ગદર્શન કઈ રીતે લેવાના કઈ રીતે ન લેવાનો, કસરતનો ‚પ શું છે જો તેનાથી કંટ્રોલ ન થાય તો બિર્યાટીક સર્જરી કઈ રીતે કામ આવતી હોય તો તે અંગે માર્ગદર્શન આપ્યું છે. ઓપરેશન કરાવેલા દર્દીઓ પણ આવ્યા છે તે લોકો પોતાની વિચારો રજુ કરશે.  મેદસ્વીતા વધવાના મુખ્ય કારણો જોઈએ તો અનિયમિત ખોરાક, બેકાબુ જીવન, કસરત ન કરતા હોય, ખરાબ લાઈફ સ્ટાઈલ જેમ કે મોડુ ઉઠવું વગેરે કારણોને કારણે મેદસ્વીતા વધતી હોય છે. જયારે ખોરાકથી વજન ઘટતું નથી. કસરતથી ઘટતું નથી ત્યારે બિયાટીક સર્જરી કરતા હોય છે. સર્જરીથી જેમના વજન ઘટી ગયા છે તેમને ખુબ જ આનંદ થાય છે.

અબતક સાથેની વાતચીત દરમિયાન શિતલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સર્જરી પહેલા મારે ૧૦૮ કિલો વજન હતું તેના કારણે મની ઘણી બધી સમસ્યા થતી ફિઝીકલી તો હતા. મને ડાયાબીટીસ જોઈન્ટ પેઈન્સ હતું પરંતુ મેન્ટલી, આત્મવિશ્ર્વાસ ન હતો. કોઈ કપડા પહેરવા હોય તો મારી સાઈઝનાં કપડા ન મળતા તે મારા માટે ફેલીયર હતું મને હકારાત્મક વિચાર ન આવતા નકારાત્મક જ વિચાર આવતા. પહેલા મને ન હતી ખબર કે આવી રીતે ઓપરેશન થાય છે. અમને તેમના વિશે નોલેજ ન હતું એટલે અમને એક રિસ્ક લાગતું હતું કે કરવું કે ન કરવું. અમે બે વર્ષ કાઢયા અને ત્યારબાદ ડો.મેહુલ વિકાણી તથા ડો.કાર્તિક સુતરીયાએ અમે ગાઈડ કર્યા અને ત્યારબાદ અમે સર્જરી કરાવી અને તેનાં ત્રણ મહિના સુધી થોડી સમસ્યા રહી પરંતુ ત્યારબાદ મારો ન્યુ બોન થયો હોય તેવું ફીલ થતું હતું. મને ડોકટર્સનો ખુબ જ સપોર્ટ મળ્યો. કઈ રીતે કેર કરવી તે સમજાયું હતું. ડાયટ, એકસસાઈઝ કેવી રીતનાં હોવી જોઈએ. મારું લાઈફ સ્ટાઈલ કેવું હોવું જોઈએ. ધીમે ધીમે મારામાં ચેન્જ આવતો ગયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.