Abtak Media Google News

દર વર્ષે 18 મિલિયન લોકોનું મૃત્યુનું કારણ હાર્ટની બીમારી: હમણા થોડા સમયથી નાની વયના રમત રમતા કે દાંડીયારાસ લેતા ઓચિંતા મોતના મુખમાં જવાના વધતા બનાવો ચિંતાનું કારણ:  કોરોના મહામારીમાં પણ હાર્ટ-ફેફસા-શ્વસનક્રિયા  જેવા ચેપના વધુ ઈન્ફેકશન જોવા મળેલા

લોહીના શુધ્ધિકરણ માટે હૃદય શરીરનું  સૌથી મહત્વનું અંગ: પ્રવર્તમાન  જીવન શૈલીને કારણે તેના દર્દીઓ સતત વધી રહ્યા છે: ખોરાકની થોડી કાળજી આ સમસ્યામાંથી બચાવી શકે છે

એક તારણ મુજબ આપણા દેશમાં 10 કરોડથી વધુ લોકો હૃદયની ધમનીના રોગોનો શિકાર: તમારૂ હૃદય જીવનભરમાં 16 કરોડ લીટર રકત  પંપીંગ કરે છે

વિશ્વના તમામ લોકો કરતા ભારતીય હૃદયરોગનો શિકાર જલ્દી બની જાય છે: ઝડપી શહેરીકરણ, જીવન શૈલી, તણાવ યુકત જીવન,  તમાકુનો  વ્યાપક   ઉપયોગ સાથે આહારમાં ચરબીવાળા પદાર્થનું વધુ સેવન તેનું મુખ્ય કારણ

હાર્ટએટેક અને સ્ટ્રોક દ્વારા આપણા  હૃદયમાં  મુશ્કેલી  સર્જાય કે કાર્ય કરવાની ક્ષમતા ઘટે છે. લોહીના  શુધ્ધીકરણ માટે શરીરનું સૌથી મહત્વનું  અંગ છે.તે આખા શરીરને ધબકીને સતત લોહી પહોચાડે છે. તો  એના માટે પોતાને   પણ રકતની જરૂર પડે છે.  આજે તમાકુનો  ઉપયોગ, અસ્વાસ્થ્ય આહાર, લોહીનું   ઉંચુ કે નીચુ દબાણ તથા શરાબના સેવનથી હાની થાય છે.

હાર્ટ વિશે સાવચેતી માટે આહાર સંબંધે થોડી કાળજી લઈએ તો હૃદયને લગતી બિમારી ઓછી આવે છે. હૃદયની જાગૃતી માટે  લોકો પોતાના દિલની બીમારી અને તે સંબંધીત સ્વાસ્થ્ય મુદા ઉપર ધ્યાન  આપે તે છે. આને કારણે મૃત્યુ થનારની સંખ્યા એઈડસ-મેલેરીયા-કેન્સર જેવા વિવિધ રોગો કરતા વધારે છે.છેલ્લા બે દશકાથી એટલે સને 2000થી હાર્ટ દિવસ ઉજવાય રહ્યો છે. તમેતમારા હાર્ટને  સ્વસ્થ  રાખો અને  બીજાને એવું   કરવામાં મદદ કરો તમારૂ હૃદય જીવનભરમાં 16 કરોડ લીટર લોહી પંપીંગ કરે છે.પ્રવર્તમાન કોરોના મહામારીમાં પણ હાર્ટ-ફેફસા-શ્વસનક્રિયા  જેવા ચેપના વધુ ઈન્ફેકશન જોવા મળ છે,  જે પૈકી ઝડપી શ્વસન  સિંડ્રોમ ને  કારણે મૃત્યુ પણ થઈ શકે છે. આમ જોઈએ તો  હૃદયરોગના દર્દીઓ કોવિડ-19ને કારણે વધુ સર્તક થયા છે. પહેલા મોટી ઉંમરનાને જ હાર્ટપ્રોબ્લેમ થતાં પણ  જીવીનશૈલીમાં બદલાવ ખાનપાન, જંકફુડ,વ્યસનોને કારણે હવે  યુવા વર્ગ પણ આનો શિકાર બની  રહ્યો છે. ભારતમાં હૃદયરોગથી પીડાતા દર્દીઓમાંથી 40 ટકાની વય 30 થી 40 વર્ષ વચ્ચે છે. બાળકના ધબકારા તેજ હોય છે. ને વૃધ્ધોના ધીમા.આજે જનજાગૃતિના ભાગરૂપે હૃદયરોગોની અટકાયત માટે જાગૃતિ લાવવી તથા  અસ્વાસ્થ્યકર આહારથી  કેમ ખતરો વધી જાય છે. તેની સાવચેતી રાખવી. તેનાથી બચવા નિયમિત કસરત, વોકીંગ કરવું જરૂરી છે. બેઠાડુ જીવન પણ   આરોગને આમંત્રણ આપે છે. આ સમસ્યાને કારણે દુનિયામાં સૌથી વધુ લોકો મોતને શરણે થાય છે. આ વર્ષનું ઉજવણી થીમ હૃદયરોગને હરાવવા માટે હૃદયનો ઉપયોગ કરો છે. આમ જોઈએ તો પણ તેનું કાર્ય  બધાજ અંગોને  ઓકિસજન પુરો પાડવાનું છે. ને ત્યાં શુધ્ધ લોહી પહોચાડવાનું છે. એના માટે તે  24 કલાક સતત ધબકતું રહે છે. ડોકટર પણ  હૃદયના ધબકારા પહેલા માપે છે.આજે સૌએ હૃદયની મુશ્કેલી કેમ ઓળખશો તે જાણવુું સૌએ જરૂરી છે. શ્ર્વાસ લેવામાં તકલીફ દાદરા ચડતા કે બેઠા હોય ત્યારે   રાત્રે ઉંઘ ન  આવે, શ્ર્વાસ લેવામાં તકલીફ અને ઓચિંતા હાફવા લાગે ને  સતત ઉધરસ આવતી હોય તે પણ સુકીતો મુશ્કેલીનો પ્રારંભ  થાય છે.તેવું માનવું.  આખો દિવસ સતત થાક લાગે ને પરસેવો   વળવા માંડે, સોજો આવવો, ભુખ ન  લાગવી,  વારંવાર પેશાબ લાગવો, ધબકારા તેજ થઈ જાય તેવી  સમસ્યા સર્જાય તો ડોકટરને  અવશ્ય બતાવી દેવું હિતાવહ છે.

હાર્ટ સંબંધીત રોગોને ત્રણ સ્ટેજમાં વહેચવામાં આવ્યા છે.  હાલના તબીબ વિજ્ઞાનનાં  વિવિધ મશીનો દ્વારા ત્વરીત નિદાન થઈ જાય છે. કાર્ડિયોગ્રામ, ઈ.સી.જી. જેવા સાધનો  દ્વારા  તપાસ થાય છે.  પણ આ રોગ માટે આપણે પોતે જવાબદાર વધુ છીએ. આપણી અનિયમિતતા,   અવ્યવસ્થિત દૈનિક શૈલી-તણાવ, ખોટો આહાર-વિહાર, પર્યાવરણ, પ્રદુષણ જેને કારણે આ સમસ્યા ઝડપથી  ફેલાય છે.  ડાયાબીટીસ વાળાને હાઈ બી.પી. જેવી મુશ્કેલી હૃદયરોગને જન્મ આપે છે.

આજે વિશ્વમાં આ રોગના દર્દીઓમાં 50 ટકા  દર્દીઓ તો હોસ્પિટલ પહોચ્યા પહેલા જ મૃત્યુ પામે છે. દર વર્ષે એક કરોડ લોકો મૃત્યુ થાય છે. દરેકે પોતાના હૃદયને સ્વસ્થ રાખવા નિયમિત  કસરત, સવાર-સાંજ ચાલવું,  પુરતી ઉંધ,   ભોજનમાં ચરબી વાળો  ખોરાક અને   મીઠું (સોલ્ટ) ઓછુ લેવું, તાજા ફળ શાકભાજી, તણાવ મુકત જીવન સાથે શરાબને ધ્રુમપાન ન કરવું ખુબજ જરૂરી છે.

માનવ શરીરનાં અદભૂત અને અકલ્પનિય  અંગો અને અવયવોની   કામગીરીમાં  હૃદય એક જ એવી કામગીરી સંભાળે છે. જેને કારણે આપણે પૃથ્વીપર જીવી રહ્યા છીએ અર્થાત  અસ્તિત્વ છે.સૌથી મોટી સમસ્યા હાર્ટને બાળ દર્દીઓની છે.જેમાં  હૃદયમાં કાણું હોય વાલ ખરાબ હોય જેવી મુશ્કેલી જોવા મળે છે. આપણા ગુજરાતમાં પણ  આવા બાળ દર્દીઓની સંખ્યા મોટી જોવા મળી રહી છે. દર વર્ષે અંદાજે 500 જેટલા  બાળ દર્દીઓ હાર્ટનાં રોગી જોવા મળે છે.હૃદય આખી જીંદગી સતત ધબકે છે, અને તમારો સાથે નિભાવે છે.

 

મુઠ્ઠી જેવડું હૃદય આખા શરીરને લોહી પહોચાડે

 

આખા શરીરમાં લોહી પહોચાડે હૃદયઅને તેથી જ  શરીરમાં  બધે ઓકિસજન (પ્રાણવાયુ) અને પોષક દ્રવ્યો પહોચે છે. હૃદય પાસે પોતાનુ ઈલેકિટ્રકલ જનરેટર છે,જે હૃદયને નિયમિત સમયાંતરે 60 થી  80 વખત ધબકાવે છે. તેની રચનાની તુલના એક ફોરબેડના ફલેટ સાથે કરી શકાય છે.  સાવ સામાન્ય સમજમાં છાતીનો દુ:ખાવો, શ્ર્વાસ ચડવો, હૃદયના ધબકારા સંભળાવવા,  જલ્દી થાક લાગવો  જેવા લક્ષણો દેખાય કે તુરંત જ  ડોકટરનું  ચેકઅપ કરાવી લેવું હિતાવહ છે. હૃદયને  લોહી પહોચાડનારી નળીઓ જેમને  ધમની કહેવાય છે, તે સાંકળી થાય કે તેમાં ચરબીનાં થર જામવા લાગે અને  લોહી ગંઠાઈ જાય ત્યારે  રકતની અવરજવરમાં મુશ્કેલી પડે છે. અને હૃદયરોગના હુમલા (હાર્ટએટેક) જેવી સ્થિતિ નિર્માણ થાય છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી 18 થી 35 વર્ષના યુવા વર્ગમાં તેનું પ્રમાણ ભયંકર વધી રહ્યું છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.