Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૫ સપ્ટેમ્બરના રોજ વોર્ડ નં.૧ રૈયારોડ ખાતે રૂ.૩૫.૧૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ૫૬ એમ.એલ.ડી. ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્ટપ્લાન્ટ નંણ લોકાર્પણ તા વોર્ડ નં.૭ મોહનદાસ ગાંધી વિદ્યાલય (આલ્ફ્રેડ હાઇસ્કૂલ)માં રૂ.૧૫ કરોડના ખર્ચે બનાવવામાં આવનાર મહાત્માગાંધી અને અનુભૂતિ કેન્દ્રનું ખાતમુહુર્ત ઉપરાંત માં નર્મદા રયાત્રા મહોત્સવ અંતર્ગત સમાપન કાર્યક્રમ  રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના વરદ હસ્તે યોજાનાર છે. જેના અનુસંધાને તા.૧૧ સપ્ટેમ્બરના રોજ પદાધિકારીઓ દ્વારા સ્ળ મુલાકાત લીધેલ હતી. જેમાં સુએઝ ટ્રીટ મેન્ટ પ્લાન્ટ ખાતે મેયર ડો.જૈમન ઉપાધ્યાય, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, વોર્ડ ન. ૧ના કોર્પોરેટર બાબુભાઈ આહીર, વોર્ડ પ્રમુખ રસિકભાઈ બદ્ર્કીયા, વિસ્તારના અગ્રણી યુવરાજસિંઘ ચુડાસમા તેમજ પેડકરોડ, પાણીના ઘોડા પાસે વોર્ડ નં. ૬ અને ૧૫ નર્મદા રયાત્રા સમાપન કાર્યક્રમના અનુસંધાને શાશકપક્ષ નેતા અરવિંદભાઈ રૈયાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, મુકેશભાઈ રાદડિયા, કોર્પોરેટર દલસુખભાઈ જાગાણી, અનિલભાઈ રાઠોડ, અશ્વિનભાઈ મોલીયા, વોર્ડ નં.૬ ના પ્રમુખ ઘનશ્યામભાઈ ફૂંગશિયા, મહામંત્રી જગાભાઈ રબારી, દુષ્યંતભાઈ સંપત, વોર્ડ નં.૧૫ના પ્રમુખ ભીખુભાઈ સભી, મહામંત્રી રત્નાભાઈ મોરી, રત્નાભાઈ બવાર તેમજ આ વિસ્તારના ભાજપ અગ્રણી ગેલાભાઈ રબારી, પાચાભાઇ વજકાણી, અરવિંદભાઈ ભેસદણીયા, વોર્ડ નં ૪ના પ્રમુખ સંજયભાઈ ગોસ્વામી, મહામંત્રી સી.ટી.પટેલ, કાનાભાઈ ડંડૈયા, અધિકારી ડે,.કમિશનર સી.કે. નંદાણી, સીટી એન્જી.ચિરાગ પંડયા, ઇન્ચાર્જ સીટી એન્જી. ઘોણીયા, આસી કમિશનર વાસંતીબેન પ્રજાપતિ, પર્યાવર અધિકારી પ્રજેશ સોલંકી, વલ્લભ જીંજાળા, વિગેરે જોડાયેલ હતા.સભા લોકાર્પણ, ખાતમુહુર્ત કાર્યક્રમ સ્ળની, વિગેરે બાબતોએ અધિકારીઓને જરૂરી સુચના આપેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.