Abtak Media Google News

કલેકટરની સુચના બાદ સરફેસીના પેન્ડિંગ કેસો ઘટાડવા મામલતદાર કચેરીઓ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી

બેન્ક ડિફોલ્ટરોની 73 કરોડની 50 મિલકતોનો કબજો મામલતદારો દ્વારા બેન્કોને મામલતદારોએ સોંપ્યો છે. કલેકટરની સુચના બાદ સરફેસીના પેન્ડિંગ કેસો ઘટાડવા મામલતદાર કચેરીઓ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.

આર.બી.આઇ. હેઠળ માન્યતા પ્રાપ્ત બેંકો દ્વારા સંબંધિત આસામીઓને માંગણી મુજબ માલીકીની મિલ્કત સામે લોન આપવામાં આવે છે., બેંક-નાણાકીય સંસ્થા દ્વારા આપવામાં આવેલ આવી લોન, બાકીદાર દ્વારા ભરવમાં ન આવતાં લોન એન.પી.એ. થાય છે., બેંક-નાણાકીય સંસ્થા દ્વારા ધી સીકયુરીટાઇઝેશન એનડ રીક્ધસ્ટ્રકશન ઓફ ફાઇનાન્સીયલ એસેટસ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ, સીકયુરીટી ઇન્ટરેસ્ટ એકટ 2002 ની કલમ 13 (ર) અન્વયે 60 દિવસની આદેશાત્મક નોટીસ બાકીદારને બજવવામાં આવેલ છે., બેંક-નાણાકિય સંસ્થા દ્વારા સિકયોર્ડ મિલ્કતનો કબજો લેવા માટે સરફેસી એકટ 2002 ની કલમ 13 (4) મુજબ કબજો લેવા માટે બેંકના અધિકાર છે. પરંતુ ફીઝીકલ પઝેશન ન આપે તો સિમ્બોલિક પઝેશનના માટેની નોટીસ આપી તેનું પંચનામુ કરવામાં આવે છે., બેંક-નાણાકીય સંસ્થા દ્વારા બાકીદાર પાસેથી લડત ચડત વ્યાજ સહીતની રકમ વસુલ કરવા માટે સરફેસી  એકટ-2002 ની જોગાવમો મુજબ પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ કરે છે., આમ છતાં બાકીદાર બેંક-નાણાકીય સંસ્થાની ચડત વ્યાજ સહીતની રકમ ભરપાઇ કરવામાં ન આવતા સરફેસી એકટ- 2002 ની કલમ 14 તળે સિકયોર્ડ એસેટસનો કબ્જો આપવા જીલ્લા મેજીસ્ટ્રેટને દરખાસ્ત કરાવામાં આવે છે. દરખાસ્ત પરત્વે બાકીદાર તથા અરજદાર બેંક-નાણાકીય સંસ્થાને આધાર પુરાવાઓ રજુ કરવા સુનાવણી આપવામાં આવે છે.

સુનાવણી બાદ બાકીદાર- જામીનદાર લોન  લીધા બાદ બેંકની ચડત વ્યાજ સહીતની રકમ ભરપાઇ કરવામાં નિષ્ફળ ગયેલ છે તેવું જાહેર કરી સરફેસી એકટ ર00ર ની કલમ 14 અન્વયે બાકીદાર- જામીનદાર પાસેથી મીલ્કત (સિકયોર્ડ એસેટ) નો કબ્જો લઇ બેંક – નાણાકીય સંસ્થાના અધિકૃત અધિકારીને સોપવા કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા હુકમ કરવામાં આવેલ છે.

સરફેસી એકટ-ર00ર ની કલમ 14 અન્વયે રાજકોટ જિલ્લાના નિર્ણિત થયેલ કેસો પૈકી તા. 1-8-2023 થી તા. 12-9-2023 દરમ્યાન કુલ-પ0 કેસોમાં કુલ રકમ રૂ. 73,91,54,663/- ની સિકયોર્ડ મિલકતોનો કબજો  બેંકો- નાણાકીય સંસ્થાને સંબંધીત મામલતદાર મારફત સોંપવામાં આવેલ છે. અન્ય મિલ્કતો સંબંધે પણ બેંક-નાણાકીય સંસ્થાને કબ્જો સોપવાની કાર્યવાહી ગતિમાં છે. તેમ કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ રાજકોટ દ્વારા જણાવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.